- ચોમાસાના આગોતરાનો અણસાર પામીને વાવણી કરનાર સાહસિક ખેડૂતોને લાભથી ભીંજવતો મેઘો: સવારથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બે દિવસથી જામેલા ચોમાસાના વાતાવરણ વચ્ચે આવેલા વરસાદથી ચોમાસાના આગોતરા અણસારને પામીને વાવણી કરનાર સાહસિક ખેડૂતોને લોટરી લાગી હોય તેમ કપાસ મગફળી દિવેલા સહિતના વાવેતર ને કુદરતની ભેટ મળી હોય તેમ મોસમના પ્રથમ વરસાદ જેવા મેઘરાજાની પધરામણીએ કાચું સોનું વરસાવ્યું છે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ આવતા ચોમાસાનું વાતાવરણ બંધાયું છે
રાજકોટ શહેર સહિત સમગ્ર પંથકમાં ગઈકાલે બપોર થીજ એકાએક વાતાવરણમાં અલ્ટો આવ્યો હતો અને રાજકોટ શહેર તેમજ સમગ્ર જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના રાઉન્ડે ચોમાસાના પ્રથમ વરસાદનું મુહૂર્ત સાચવ્યું હોય તેમ વરસાદથી નદીનાળામાં પાણી વહેતા થઈ ગયા હતા
અમરેલી
અમરેલી જિલ્લામાં ગઈકાલ બપોરથી જ વરસાદ શરૂ થયો હતો બાબરા શહેરમાં વરસાદનું જોર દેખાવા પામ્યું હતું બાબરા શહેર તથા આસપાસના ગામો લીલવડા કોટડા પીઠા વાવડા કલોરાણા ખાખરીયા બાબરા શહેર કલોરાણા માં દૂરથી બે ઇંચ વરસાદ પડતા તળાવમાં નવા પાણીની આવક થઈ હતી આસપાસના ગામોમાં સારો વરસાદ થતાં ધરતીપુત્રો માં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, અત્યારે વાવણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાય છે રાજુલા શહેર સહિત સમગ્ર વિસ્તારમાં કેટલાક દિવસથી અસહ્ય ગરમી અને બફારો લોકોને અકળાવતો હતો ત્યારે બપોર બાદ અચાનક વરસાદી વાતાવરણ સર્જાયું હતું રાજુલા શહેરમાં અને ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો રાજુલાના ડુંગર કુંભારિયા દેવકા વિકટર માંડરડી સહિતના ગામોમાં વરસાદ થતાં ખેડૂતો ની આતુરતાનો અંત આવ્યો હતો અને વરસાદના પાણી રોડ પર રહેતા થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે
જામનગર
જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉકડાટ અને વરસાદની પ્રતીક્ષા થઈ રહી હતી ત્યારે ગઈકાલે વરસાદનું આગમન થયું હતું જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના અહેવાલો વચ્ચે કાલાવડના અમારા પ્રતિનિધિ રાજુભાઈ રામોલિયાએ વિગતો આપી છે કે કાલાવાડ શહેર ગ્રામ્ય વિસ્તારોમાં ભારે થવાન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ચોમાસુ માહોલ જામ્યો હતો ભારે ઉપરાત બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોર બાદ ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો પ્રસાદી પાણી જાહેર માર્ગો પર વહેતા થયા હતા. કાલાવડ તાલુકાના નિકાવા સીશાન મોટી વાવડી મોટા વડાળા મેઘપર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો કાલાવડ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અડધા કલાકમાં તોફાની બે ઇંચ વરસાદ પડી જતા સમગ્ર વિસ્તારમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને કાલાવડ શહેરીજનો ગરમીમાં રાહત મળી હતી વાવણીના સમયે જ વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો
જામ ખંભાળિયા
જામ ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના ખજુરીયા ગામે રેલવે અંડરબિજમાં પાણી ભરાતા વડીયા તરફ રસ્તો બંધ થઈ ગયો હતો ગઈ કાલે રવિવારે એકા એક બદલાયેલ વાતાવરણમાં ભારે વરસાદના પગલે પાણી પાણી થઇ ગયું હતું. રાત્રે 9:00 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદમાં બે ઇંચ જેટલું પાણી પડી ગયું હતું અને આ વિસ્તારમાં ઉપરા ઉપર બે વખત વરસાદ પડવાથી લોકોને ગરમીથી રાહત મળી છે એકધારા વરસાદથી ખંભાળિયાના ખજુરીયા ગામ પાસે આવેલ રેલવેમાં પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો હતો
ધાંગધ્રા
સૌરાષ્ટ્રમાં સર્વત્ર મેઘ સવારીના પગલે ધાંગધ્રામાં બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમારા પ્રતિનિધિ સલીમભાઈ ઘાંચીએ એ જણાવ્યું હતું કે વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ પડવાનો શરૂ થતા ચોમાસુ પાકમાં આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને લોટરી લાગી હતી આગોતરા વાવેતર થયેલા કપાસ મગફળી જુવારના પાકને ફાયદો થયો છે ખેડૂતો માં ખુશીનો માહોલ ઊભો થયો છે વરસાદ પડતા ચોમાસાના આગોતરા વાવેતર ને નવજીવન મળ્યું છે અને આ વખતે સારો પાક ઉતરશે તેવી આશા બંધાવી છે
ગોંડલ
રાજયમાં ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે. અનેક જીલ્લાઓ વરસાદથી તરબોળ થઇ રહ્યા ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લાઓ વરસાદ વરસ્યો છે ત્યારે
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભરુડી ટોલનાકા,રીબડા, સડકપીપળીયા, પારડી સહિત ધોધમાર વરસાદ વરસ્યો છે. સાંજે સાત કલાકે રીબડા હાઇવે પર ભારે વરસાદ ને કારણે વાહન ચાલકોએ વાહનો થંભાવી દેવા ફરજ પડીછે.રોડની સાઈડ, હોટેલો કે પેટ્રોલ પંપ પર વાહનનો થંભાવી દેવાયા હતા.કાળા ડીબાંગ વાતાવરણ અને ભારે વરસાદ ને કારણે વાહન ચલાવવા મુશ્કેલ બન્યા હતા.
ગોંડલ પંથક માં વાસાવડ, સુલતાનપુર, પાંચીયાવદર, સેમળા સહિત વરસાદ નાં ભારે જાપટા વરસ્યા હતા.વેજાગામ માં એક વૃક્ષ પર વિજળી પડી હતી.
બાબરા
બાબરા તેમજ આસપાસના ગામડામાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળેલી હજુ બાબરા શહેર તથા તાલુકાના ગામડામાં જેવા કે નીલવડા કોટડા પીઠા વાવડા કલોરાણા ખાખરીયા બાબરા સીટી તેમજ કલો રાણા માં દોઢ થી બે ઇંચ વરસાદ પડતાં તળાવ માં નવા પાણી ની આવક થઈ આસપાસ ના ગામમાં સારો વરસાદ થતા ઘરની પુત્ર ખેડૂતો માં ખુશીનો માહોલ તો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હાલ ખેડૂતો નો વાવણીનો સમય ચાલી રહ્યો હોય ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી નો આનંદ જોવા મળેલો
કાલાવડ
કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ કાલાવડ માં સવાર થી વાદળછાયું વાતાવરણ હતું
ભારે ઉકળાટ બાદ વાતાવરણ મા પલટો આવતાબપોર બાદ વાતાવરણ મા પલટો જોવા મળ્યો
કાલાવડ શહેરમાં માં ગાજવીજ અને વીજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડયો, વરસાદી પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યાં, તાલુકાના નિકાવા,શીશાંગ,મોટી વાવડી,મોટાવડાળા ,પાતામેધપર સહિત ના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. કાલાવડ શહેર તથા આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં અડધા કલાકમાં તોફાની 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો, વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા. વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી કાલાવડ શહેરિજનો ને ગરમીમાંથી રાહત મળી.
વાવણી ના સમયે વરસાદ પડતાં ધરતીપુત્રો માં પણ ખુશી નો માહોલ જોવા મળ્યો.
ખંભાળીયા
ગઈકાલ રવિવારે ચારે તરફ સતરાચાર વરસાદ સવા સાથે ખંભાળિયામાં પણ ફરી એકવાર બીજા રોડમાં વરસાદ વરસ્યો હતો ગઈકાલે રાત્રે 9:00 વાગે મેઘરા જાય પધરામણી કરતા રાત્રે 10:30 વાગ્યા સુધી 1:30 કલાકમાં મધ્યમ ગતિથી એકધારો વરસાદ વરસવાથી અંદાજે બે ઇંચ જેટલું પાણી વસી ગયું હોય જેથી આ વિસ્તારમાં ઉપરા ઉપર બે વખત વરસાદ વરસવાથી અંગત ઝાડથી ગરમી માંથી લોકોને મુક્તિ મળી છે અને ભયંકર ગરમીમાં 30 ટકા જેટલી રાહત થતા કૃમિના કારણે બે બાંકડા રહેતા લોકો હવે છોડી સાંત્વના અનુભવે છે અગાઉ તેમજ ગઈકાલે થયેલા અંદાજે 10 એક જ વરસાદથી ખંભાળિયાના ખજુરીયા ગામ પાસે બનાવવામાં આવેલ રેલવે અંડર અંગ્રેજીમાં પણ પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો
મોરબી
મોરબી જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદે એન્ટ્રી કરીને અડધાથી એક ઇંચ સુધીનું હેત વરસાવી દીધું છે. મોરબી જીલ્લા કંટ્રોલ રૂમ દ્વારા વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં પ મીમી ટંકારામાં 10 મીમી અને હળવદમાં સૌથી વધુ ર0 મીમી વરસાદ પડયો છે.
મોરબી જીલ્લા ઉપરાંત રાજયભરમાં લોકો આતુરતા પૂર્વક વરસાદની રાહ જોઇ રહ્યા હતા. જયારે જીલ્લામાં અત્યાર સુધી સરેરાશ કુલ 14.4 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદ વરસતા લોકોને ગરમીમાં થોડી રાહત મળી છે. તેમજ ખેડુતો એ વાવણી માટે તૈયારી શરુ કરી દીધી છે.
ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા મા બપોરે એકાએક વાતાવરણ મા પલ્ટો આવ્યો ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાનો શરૂ તથા ચોમાસુ પાકમા આગતારા વાવેતર કપાસ મગફળી જુવાર ના પાકને ફાયદો થયો છે ત્યારે ખેડૂતો મા ખુશી જોવા મળેલ આમ વરસાદ પડતાં વાતાવરણ ઠંડક થતા ગરમીમાં લોકોને રાહત મળી છે ત્યારે ચોમાસુ માહોલ જોવા મળ્યો છે ત્યારે બજારમાં અને યાડઁમા પડેલો માલ પલળી ગયો હતો ત્યારે ખેડુત ટપુભાઇ દલવાડીએ જણાવ્યું કે વરસાદ પડતાં ચોમાસા ના આગવા વાવેતર ને નવુ જીવત દાન મળતા ખેડુતોમા આનંદ ની લાગણી છવાઈ ગઈ છે
પોરબંદર
પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં રવિવારે બપોરે બે વાગ્યા આસપાસ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. જેમાં વીસ જેટલા ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
પોરબંદર તાલુકાના બરડા પંથકમાં થોડા દિવસ પહેલા ભીમ અગિયારસના આગલા દિવસે જે ગામોમાં વરસાદ થયો હતો, તે ગામોમાં રવિવારે પણ અઢીથી ત્રણ વાગ્યે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં બગવદર, નટવરનગર, રોજડા, કુણવદર, નાગકા, ગોઢાણા, બાવળવાવ, ખીસ્ત્રી અને વાછોડા સહિતના ગામોમાં દોઢ ઈંચ થી ત્ર્ાણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જે ગામોમાં વરસાદ વરસ્યો છે ત્યાં ખેતરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છેે. ઉપરાંત ખીસ્ત્રીથી ગોઢાણા જતા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યું હતું અને બરડા ડુગરમાંથી પણ વરસાદી પાણી નીચે આવી રહ્યા હોવાથી નીચેના ગામોમાં ખેતરોમાં અને વોકળાઓમાં પાણી વહી રહ્યા છે. જોકે હજુ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસ પહેલા પણ વરસાદ થયેલ નથી અને આજે શીંગડા, ફટાણા તથા મડવાણા સહિતના ગામોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્રાા છે, જ્યારે મિયાણી, ભાવપરા, ટુકડા અને વિસાવાડા વિગેરે દરિયાઈ પટ્ટી પર આજે બિલકુલ વરસાદ નથી.
ધારી
ધારી તેમજ ગીર જંગલના જંગલમાં ભારે વરસાદના કારણે ગીરમાંથી નીકળતી શેત્રુંજી નદીમાં પુર આવતા શહેરીજનોમાં હરખસખત બફારો તેમજ ઉકાળો બાદ ધારી તેમ તેમ જ તાલુકા ભરમાં વરસાદ આવી પડતા લોકોમાં આનંદ છવાયો હતો તાલુકા ભરમાં જંગલમાં વરસાદ વરસતા અંદાજે એક થી ત્રણ ઇંચ જેટલો હતો આ વરસાદને કારણે ધારીમાંથી વહેતી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને શહેરીજનો પુર જોવા ઉમટી પડ્યા હતા
જેતપુરમાં કારખાનાની દીવાલ ધરાશાયી
જેતપુરમાં ભારે વરસાદના પગલે ઉઘોગનગરના નાગબાઇ ધાક વિસ્તારમાં આવેલ પી.એ. શિવાલય બાયોકોલમાં આટકાત લાકડાના ગોડાઉનમાં જુની 3પ ફુટ લાંબી દિવાલ પડી ગઇ હોવાનું પોલીસમાં નોંધાયું હતું. કારખાનાના માલીક અભયભાઇ કાથરીયા બહાર ગામ હોવાથી આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળ્યું છે.
વિસાવદરમાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી
અબતક, ગિજુભાઇ વિકમા, વિસાવદર
વિસાવદરમાં અસહ્ય ગરમીના ઉકળાટમાં બપોરના 3 કલાકે મેધરાજાની સવારી આવેલ પવન સાથે એન્ટ્રી કરતા સાંજે 6 વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ છે. પવનના હિસાબે એક મોટું ઝાડ ધરાસઇ થઇ ગયેલ છે. મોટર સાયકલ ચાલકે સામાન્ય ઇજા થયેલ કોઇ જાનહાની થયેલ નથી. બહુ જ ગરમીને ઉકળાટ માં જનતાને રાહત મળેલ છે. ધરતી પુત્રો, ખેતરોમાં વાવણી વાવવાની તેૈયારીઓ આરંભી દીધેલ હોય આજે પણ સવારથી એક દમ વાદળછાયું વાતાવરણ હોય ગરમીમે ઉકળાટ હોય તે જોતા આજે પણ મેધરાજાની મહેર થશે તેવું લાગી રહ્યું છે.