• સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે થયો સ્ટાર્ટઅપનો સૂર્યોદય આપણા યુવાનો પાસે નવા આઈડિયા છે, સાહસ છે પણ માર્ગદર્શનનો અભાવ હતો:  દર્શિત આહ્યા
  • ભારતમાં  નો વિકાસ થઇ રહ્યો છે જેમાં ઝોમેટો, સ્વીગી, ફ્લિપકાર્ટ વગેરે નાના સ્ટાર્ટઅપ હતા તે હાલ કોર્પોરેટ બની ગયા છે
  • સ્ટાર્ટઅપ માટે ગુજરાત  સરકારે સ્ટાર્ટઅપ સેલની શરૂઆત કરી છે જે ઉદ્યોગ ખાતા અંતર્ગત ચાલે છે

આજે ભારત જયારે વિશ્વ ફલક પર દીવાદાંડી સમાન પથદર્શક બની રહ્યુ છે ત્યારે સમગ્ર દેશ અને દુનિયામાં ભારતના ધંધા રોજગાર, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને હેલ્થકેર મેનેજમેન્ટ ક્ષેત્ર વિશ્વમાટે આદર્શ રૂપ બન્યું છે. દેશની જનસંખ્યા કે વસ્તી માં યુવાધન કે જે યુવાઓ આવતી કાલ ને ઉજાગર કરે છે. તેમના સ્વપ્નોનક્કર સ્વરૂપ આપવા અને તેમને નવી દિશાનિર્દેશના ભાગરૂપે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. જેના ભાગરૂપે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ડીઝીટલ ઇન્ડિયા જેવા અભયાનો ચલાવવામાં આવે છે.

આપણી આ ભારતની ભૂમિ કૌશલ્યની ભૂમિ છે અને આપણો વારસો કૌશલ્ય અને ઉદ્યમ છે. કલાક્ષેત્ર હોય કે ઉદ્યોગ, મેન્યુફેક્ચરિંગ હોય કે આર્કીટેક્ચર અને એન્જીનીયરીંગ ક્ષેત્ર, દરેક માં ઉમદા કાર્યો અને તેમજઆપણા યુવાધન ને કેમ મદદરૂપ થઈ શકાય એવી વિકાસની પરીગાથાઓને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા વખતો-વખત નવી-નવી યોજનાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

Screenshot 3 8

સરકારશ્રી તરફથી વખતો-વખત સ્ટાર્ટઅપ નો વિકાસ કેમ થઈ શકે? ગુજરાતનો યુવાન કેવી રીતે આગળ આવી શકે અને તેને કેવી રીતે પ્રશસ્થ કરી શકાય, તે હેતુ થી સરકારશ્રી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટપ ઇન્ડિયાઅને અટલ ઇનોવેશન મિશન ,જેવી યોજનાઓ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે. આ દરેક યોજના પાછળનો હેતુ યુવા કૌશલ્યનો વિકાસ થાય તે રહેલ છે.જે પણ યુવા સાહસિકો પોતાના ધંધો કે રોજગાર શરુ કરવા માંગતા હોય તેને ઉપયોગી થવા તેમજ તેમના પથદર્શન માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના અંતર્ગત તાલીમ, માર્ગદર્શન અને ગ્રાન્ટના સ્વરૂપે નાણાંકીય સહાય આપવામાં આવે છે.

સૌરાષ્ટ્ર કચ્છના યુવાનો પાસે નવાઆઈડીયા છે, સાહસ છે પરંતુ તેને સ્ટાર્ટઅપ બનાવી કઈ રીતે મોટા સ્કેલ ઉપર લઇ જવું, સરકારી યોજનાઓનો લાભ લેવો, કઈ રીતે સ્ટાર્ટઅપને લાંબા ગાળે સફળ બનાવવું, તેની વેલ્યુએશન કઈ રીતે વધારવી, મોટા વેન્ચર્સ કેપિટલ ફંડ પાસેથી ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે મેળવવું,સ્ટાર્ટઅપને લગતા બધા કમ્પલાઈન્સનું પાલન કઈ રીતે કરવું, તેની માહિતી અપૂરતી હોવાથી સૌરાષ્ટ-કચ્છના સ્ટાર્ટઅપ બહુ ઓછા પ્રમાણમાં આગળ વધી શકે છે પરંતુ હવે રાજકોટનો જ એક યુવાન સી.એસ. દર્શિત આહ્યા સૌરાષ્ટ-કચ્છના સ્ટાર્ટઅપને આગળ લઇ જવા માટે, માર્ગદર્શન માટે અને તેમને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિવિધ ઇન્વેસ્ટરો, વિવિધ ઇન્ક્યુંબેશન સેન્ટર સાથે નેટવર્કીગ કરાવી સૌરાષ્ટ-કચ્છની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિકાસ કરવામાં અને તેને દેશના આંતરાષ્ટ્રીય લેવલે મહત્વ અપાવવામાં અગત્યનો ફાળો ભજવી રહ્યો છે. સી.એસ. દર્શિત આહ્યા દ્વારા નવા ધંધા રોજગારીની દિશામાં આગળ વધવા માંગતા યુવાનો આત્મનિર્ભર બની શકે અને તેમના સ્વપનો ને નક્કર સ્વરૂપ આપી શકે તે માંટે તત્પર છેઅને દરેક આવકાર્ય પગલા લે છે.

હાલમાં ભારતભરમાં સ્ટાર્ટઅપના ક્ધસેપ્ટ નો ખૂબ ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને ઘણા ઉદાહરણ રૂપ કહી શૈય તેવા સ્ટાર્ટઅપ સામે આવી રહ્યા છે. ઝોમેટો, સ્વીગી, ઓયોરૂમ, ફીટબીટ, ફ્લીપકાર્ટ વગેરે જે એક સમયે નાના સ્ટાર્ટઅપ હતા તે આજે મોટા કોર્પોરેટ નું સ્વરૂપ લઈ ચુક્યા છે. હાલ ગુજરાતની વાત કરીએ તો સ્ટાર્ટઅપ રેન્કિંગમાં દેશમાં આપણું રાજ્ય છેલ્લાં 3 વર્ષથી પહેલા નંબરે આવી રહ્યું છે. તે દર્શાવે છે કે ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની બધી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે. માત્ર સૌરાષ્ટ-કચ્છના યુવાનોએ યોગ્ય માર્ગદર્શન હેઠળ તેનો મહત્તમ લાભ લેવાનો છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં યુવાધન ને પ્રોત્સાહિત કરવા અને કઈક અલગ કઈક હટકે કરવાની દિશામાં પ્રેરણા રૂપ બની રહે તેના પ્રયત્ન રૂપે સ્ટાર્ટઅપ ડેમો ડે નું આયોજન  ના સી.એસ. દર્શિત અહ્યાયાના માર્ગદર્શન હેઠળ અથર્વમ વેન્ચર્સ દ્વારા કરવામાં આવેલ હતું આકામગીરી દ્વારા અને સૌરાષ્ટ્ર કચ્છના યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રેરણા રૂપ બનવાની યાત્રામાં ઐતીહાસીક પગલું ભર્યાનો શ્રેય સી.એસ.દર્શિતભાઈ આહ્યા ખાતે જાય છે. કંપની સેક્રેટરીની પ્રેક્ટીસ ધરાવતા દર્શિતભાઈ આહ્યા 7 વર્ષથી ક્ષેત્રમાં મોખારાનું સ્થાન ધરાવે છે. તેમની કંપની ઉ ગ અઇંઢઅ  ઈજ્ઞ. માં કોર્પોરેટ કક્ષાએ પૂરું પાડવામાં આવતી તમામ સેવાઓ કંપની રજીસ્ટ્રેશન લઈને કંપનીના અલગ અલગ સરકારના ધારાધોરણો મુજબ ગુડવર્ગનન્સ અને કોર્પોરેટસ સ્ટેનેબીલીના ક્ધસેપ્ટને યર્થાથ કરતી મોખરાની સેવાઓ આપને ઉ ગ અઇંઢઅ  ઈજ્ઞ. રાજકોટ ખાતે આપેછે.તેઓ ટ્રેડમાર્કના નિષ્ણાંત તરીકે પણ ખ્યાત નામ છે.

Screenshot 2 10

અબતકના મીડિયા રીપોર્ટર દ્વારા સી.એસ. દર્શિત આહ્યાની મુલાકાત કરવામાં આવેલી અને તેમની પાસેથી સ્ટાર્ટઅપને લગતી દરેક માહિતી સૌરાષ્ટ્ર-કચ્છના યુવાનો માટે મેળવવામાં આવેલ છે.

સી.એસ. દર્શિતભાઈ આહ્યાના કહેવા મુજબ સ્ટાર્ટઅપ એટલે નવું ઇનોવેશન જે ટ્રેડીશનલ બિઝનેસથી અલગ હોય અને પ્રોસેસને સરળ અને વધુ ઉપયોગી બનાવતું હોય તેવા દરેક ઉદ્યોગ અને સેવાઓને સ્ટાર્ટઅપ કહી શકાય.સ્ટાર્ટઅપનો બિઝનેસ આઈડિયા યુનિક હોવો જોઈએ. સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર ભારતનો સ્વપ્ન સાકાર થાય છે અને મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. સ્ટાર્ટઅપના રેકોગ્નીઝ્ન માટે તેનું ડીપીઆઈઆઈટી રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે અને તેમાં રજીસ્ટર્ડ થયેલા સ્ટાર્ટઅપને વિવિધ નાણાંકીય અને બિન નાણાંકીય યોજનાઓનો લાભ મળે છે. આજે ભારતમાં 75,000/- થી વધારે ડીપીઆઈઆઈટી રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે. તેના રજીસ્ટ્રેશન માટે બિઝનેસ આઈડિયાનું પિચડેક જોડવાનું હોય છે. અને જો બિઝનેસ આઈડિયા યુનિક હોય અને સમસ્યાને સરળ બનાવતો હોય તો ડીપીઆઈઆઈટી દ્વારા સ્ટાર્ટઅપ તરીકેનું રજીસ્ટ્રેશન આપવામાં આવે છે. ડીપીઆઈઆઈટી રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપને વિવિધ પ્રકારના ફાયદાઓ મળે છે જેમ કે,

” 3 વર્ષ માટે સ્ટાર્ટઅપને ઇન્કમટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવે છે.

“નેટવર્કીગ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.

“સ્ટાર્ટઅપ અસફળ જાય તો તેનો બિઝનેસ બંધ કરવાની પ્રક્રિયા 90 દિવસમાં પૂરી કરવામાં આવે છે.

“સ્ટાર્ટઅપ માટે પર્યાવરણના અને લેબરના કાયદામાં ઘણી રાહત આપવામાં આવી છે.

” સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા સ્ટાર્ટઅપને વિવિધ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવે છે.

“ટ્રેડમાર્ક, પેર્ટન, કોપીરાઇટની પ્રક્રિયા ઝડપી બને તે માટેનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.

“નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.

“રીસર્ચ અને ડેવલોપમેન્ટ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.

” સરકારી ટેન્ડર ભરવા માટે અમુક શરતોમાંથી મુક્તિ આપવામાં આવી છે જેમ કે, અનુભવ અને ટર્નઓવર.

”  સમયાંતરે વિવિધ હેકેથોન યોજવામાં આવે છે. જેમાં વિજેતાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે.

”   કેન્દ્ર સરકાર દ્વારા આઈડિયાના વેલીડેશન, પ્રૂફ ઓફ ક્ધશેપટ તથા પ્રોડક્ટ ટ્રાયલ માટે 20 લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે અને માર્કેટ એન્ટ્રી માટે તથા કોમોર્સીલાઈઝેશન  માટે 50 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવામાં આવે છે.

આપણા ખમીર વંતા ગુજરાતી ની વાત જ નિરાલી છે, અહિયાં ધંધો તો ગુજરાતીઓ ના આબોહવા માં જ છે,  ગુજરાત માં ધંધા ની સુજ્બુજ ને સમજણ થી કોણ વાકેફ નથી, પરંતુ જેમ જેમ સમય પરિવર્તન થયા તેમ તેમ નવા નવા સાધનો અને  ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કરવા પડે છે, અને કૈક હટકે કરવામાટે ગુજરાતી જાણીતા છે.

આજ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટપ  માટે એક સ્ટાર્ટપ સેલની શરૂઆત પણ  કરવામાં આવી છે. જે ઇન્ડસ્ટ્રીયલ ખાતાના અંતર્ગત આવે છે.

જેના અંતરગત નીચે મુજબ ની યોજનાઓ અમલી છે

Untitled 2 Recovered 22

“સ્ટુડન્ટસ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (GVFL) :

ગુજરાત સરકાર દ્વારા કોલેજના સમયગાળા વિદ્યાર્થીઓને પોતાના બિઝનેસ આઈડીયાને ડેવલોપ કરવા માટે રૂપિયા 2 લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે. આ ગ્રાન્ટ વિદ્યાર્થીઓને તેમના સારા આઈડીયાને ડેવલોપ કરવા માટે આપવામાં આવે  છે. ગુજરાતમાં ટોટલ 186 નોડલ ઇન્સ્ટીટયુટ છે. તેમના માંધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને આ ગ્રાન્ટ આપવામાં આવે છે. કોઈ પણ કોલેજના વિદ્યાર્થીઓ તેમની કોલેજ ખાતેના GVFL નોડલ એજન્સી દ્વારા આ ગ્રાન્ટ મેળવી શકાય છે. સ્ટાર્ટઅપને કો-વર્કિંગ સ્પેસ જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ઈંઙછ ફાઈલીંગમાં પણ ગ્રાન્ટ આપવામાં આવે છે.

” સ્ટાર્ટઅપ્સ/ઇનોસ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (GVFL) (2017-21)

“સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (GVFL) (2017-21)

” ગુજરાત રાજ્ય (2016-21) માટે ઇલેક્ટ્રોનિક્સ અને IT/ITeS સ્ટાર્ટ-અપ નીતિ હેઠળ ઇન્ક્યુબેટર્સ અને સ્ટાર્ટ-અપ્સ માટે સહાયની યોજના

”  ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી નીતિ (2016-21) હેઠળ બાયોટેકનોલોજી (ઇઝ) ઉદ્યોગ માટે સહાયની યોજના

ઉપરાંત માં ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત કરીએ તો ,તેમના માટે ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ સેલ દ્વારા ઘણી એવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે કે જેમાં એક મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે સમાજને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી શકે

મહિલા સંશોધકો અને પ્રારંભિક તબક્કાના સંશોધકોને ટેકો આપવા પર કેન્દ્રિત એક સશક્તિકરણ ફ્લેગશિપ પ્રોગ્રામ, દરેક મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપના મુખ્ય સ્થાપકોને નવીન કૌશલ્ય પ્રદાન કરવાના મિશન સાથે તેમણે  શરુ કરેલ ઉદ્યોગ ને  માર્કેટમાં  કઈ રીતે સફળ બનવી તેના માટે કાર્ય કરે છે .

ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુંબેશન ના સેન્ટર્સના માધ્યમથી રૂપિયા 30 લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે અને મહિલાઓને આ ગ્રાન્ટ રૂપિયા 40 લાખ સુધીની આપવામાં આવે છે. આ યોજનાનું અમલીકરણ વિવિધ ઇન્ક્યુંબેશન સેન્ટરના માધ્યમથી કરવામાં આવે છે. ગુજરાતમાં 180 કરતા વધારે ઇન્ક્યુંબેશન સેન્ટર છે અને તેમના દ્વારા 200 કરોડથી વધુ ગ્રાન્ટ આપવામાં આવી છે. સ્ટાર્ટઆપે આ ગ્રાન્ટ માટે ઇન્ક્યુંબેશને સેન્ટરને અરજી કરવાની હોય છે. ઇન્ક્યુંબેશન સેન્ટર એપ્લીકેશનને વેરીફાઈ કરે છે તેમાં સુધારા વધારા કરાવે છે તેમાં જરૂરી માર્ગદર્શન આપે છે અને ગ્રાન્ટ માટેની અરજી સ્ટાર્ટઅપ સેલ ને ફોરવર્ડ કરે છે. સ્ટાર્ટઅપ ગુજરાત સેલ દ્વારા આ અરજીઓની ચકાસણી કરવામાં આવે છે અને ત્રણ અલગ-અલગ કમિટી દ્વારા કરવામાં આવે છે અને સિલેકશન પ્રક્રિયા બાદ ગ્રાન્ટ આપવામાં આવે છે. પેટર્ન ફાઈલિંગ માટે પણ ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે.

NCUBATOER ASSITANCE TO STRATUP :

” સ્ટાર્ટઅપ્સને સીડ ફંડીગ સહાય તરીકે IPR 30 લાખ સુધીની સહાય

” સ્ટાર્ટઅપ્સને દર મહિને IPR 20,000 નું નિર્વાહ ભથ્થું અને મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને એક વર્ષના સમયગાળા માટે દર મહિને IPR 25,000

” સ્ટાર્ટઅપ સ્કીમ માટે, મહિલા ઉદ્યોગ સાહસિકની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપનો અર્થ છે, કોઈપણ સ્ટાર્ટઅપ ઓછામાં ઓછી એક મહિલા દ્વારા સ્થાપિત/સહ-સ્થાપિત

”  વળતરના ધોરણે સોફ્ટ સ્કિલ્સમાં તાલીમ મેળવવા માટે સ્ટાર્ટઅપ દીઠ IPR 1 લાખ સુધીની સહાય

ગુજરાત વેન્ચર્સ ફાયનાન્સ લિમિટેડ (SSIP) દ્વારા પણ સ્ટાર્ટઅપને ઈક્વીટીના માધ્યમ દ્વારા રોકાણ પૂરું પાડવામાં આવે છે. SSIP એ ગુજરાત સરકારની વેન્ચર્સ કેપિટલ ફર્મ છે. જેને ગુજરાત સરકાર દર વર્ષે સ્ટાર્ટઅપના રોકાણ માટે 200 કરોડ રૂપિયા આપે છે. SSIP દ્વારા દેશના વિવિધ સ્ટાર્ટઅપમા રોકાણ કરવામાં આવે છે. તાજેતરમાં જ SSIP અને અથર્વમ વેન્ચર્સ દ્વારા રાજકોટ ખાતે સ્ટાર્ટઅપમાં રોકાણ માટે SSIP પ્રારંભ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. SSIP દ્વારા પણ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ સ્ટાર્ટઅપમા રોકાણ કરવામાં આવશે.

સી.એસ. દર્શિત આહ્યા દ્વારા સ્ટાર્ટઅપને કઈ રીતે આઈડિયાથી કોમર્શીયલ સ્ટેજ ઉપર લઈ જઈ શકી, કઈ રીતે પિચિંગ કરવું, સરકારી યોજનનો કઈ રીતે લાભ લેવો તેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.

સ્ટાર્ટઅપને કઈ રીતે ફંડિંગ મળી શકે છે એક ગ્રાન્ટ સ્વરૂપે અને એક રોકાણ સ્વરૂપે: ગ્રાન્ટની વાત કરીએ તો આ યોજનાઓ માં ગવર્મેન્ટ સ્કીમ ની વાત કરીએ તો તેમાં  ઈન્ક્યુબેશન પાર્ટ દ્વારા જોડાઈ શકી,કે જેની અંદર કોઈપણ સ્ટાર્ટ અપ આઈડિયા તમારી પાસે છે તો તેમને પ્રોટો ટાઈપિંગ થી લઈ અને કેવી રીતે માર્કેટ ટેબલ કરી શકાય તેના માટે ગવર્મેન્ટ નોડલ એજન્સી દ્વારા અલગ અલગ આપવામાં આવેલ છે જે યુનિવર્સિટી અને કોલેજોની અંદર આપવામાં આવેલ હોય કોઈપણ સ્ટુડન્ટ પછી એમની પાસે આઈડિયા છે કંઈક નવું કરવાની સમજ શક્તિ છે તે આ આઈડિયાને ત્યાં મોડેલ ઉપર લઈ જઈ શકે છે તેનું સ્કેલ કેવી રીતે કરી શકે છે તેના અંતર્ગત 50,000 થી લઈ 30 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે છે તેના અલગ અલગ ફોર્મેટ્સ છે.

અને બીજા રૂટની વાત કરીએ તો ગવર્મેન્ટ સિવાય પણ બીજા પ્રાઇવેટ ઈક્વિટી પ્લેયર્સ ,એન્જલ ઇન્વેસ્ટર્સ ,વેન્ચર કેપિટલીઇસ્ટ કે જે લોકો સ્ટાર્ટ અપ ઈન્વેસ્ટમેન્ટ ની અંદર સક્રિય ભાગ લઈ રહ્યા છે. આપનું સ્ટાર્ટઅપ જો સ્કેલેબલ છે અને માર્કેટ ટેબલ છે તો તેની અંદર રોકાણ કરી અને ફંડિંગ આપ મેળવી શકો છો અને સ્ટાર્ટઅપ ને આગળ વધારી શકો છો. હવે મોટા વેન્ચર્સ કેપિટલ ફંડ પણ સૌરાષ્ટ્ર-કચ્છના નાના શહેરોના સ્ટાર્ટમાં રોકાણ કરવા માટે ઉત્સુકતા દર્શાવી રહ્યા છે.

સી.એસ. દર્શિત દીર્ઘદર્ષ્ટિ અને બહોળો અનુભવ તમારા સ્ટાર્ટઅપને લગતા કોઇપણ પ્રશ્નો હોય તેની વિસ્તૃત છણાવટ અને ઊંડા અભ્યાસ થી ખૂબ સરળ રીતે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે. અહિયાં વાત કરીએ ટેકનોલોજીકલ સપોર્ટ અને ટીમમેનેજમેન્ટ નું યોગદાનપણ એટલુજ છે . દરેક વ્યક્તિ પોતપોતાના કાર્યમાં કુશળતાધરાવે છે .અને તેને અનુરૂપ કાર્યભાર સંભાળે છે. મુલ્યવર્ધન અને સહુનો સાથ અને વિકાસ. એકબીજાના હરીફ નહિ પણ એકબીજાના પુરક બનીને કઈ રીતે ધંધાના કાર્યોને એક માનવીય સ્પર્શ આપી શકાય તે બખુબી અહિયાં જોવા મળે છે.

આઉટ ઓફ ધી બોકસ અને સમયની માંગ સાથે પરિવર્તન શીલ વિચાર ધારાના ભાગરૂપે સ્ટાર્ટઅપ ના વિકાસને વેગઆપવા અને સૌરાષ્ટ્ર કચ્છ અને રાજકોટના ઉદ્યોગ સાહસિકો ને યુવાધનને નવી દિશા નિર્દેશન ના ભાગરૂપે D N AHYA  Co.. દ્વારા સ્ટાર્ટઅપ ફંડિંગ મેન્ટરીંગ અને તેના આઈડિયાને પ્રોટોટાઈપીંગ થી લઈને તેને કોમર્શિયલાઈઝ કરવા સુધીમાં કેટલું મુળી રોકાણ જોઈએ? તેમાં કેમ કોપીરાઈટ, ટ્રેડમાર્ક કે પેટન્ટ કેવી રીતે લઈ શકાય ? કે કેમ તેની પ્રોડક્ટ કે સર્વિસ ને સ્કેલેબલ લેવલ પર કર રીતે લઈ જે શકાય તેના પર સી.એસ. દર્શિત આહ્યા પોતાના બહોળા અનુભવના આધારે મેંટોરીંગ ની સેવા પણ આપે છે.

સી.એસ. દર્શિત આહ્યાઆ સમગ્ર સ્ટાર્ટઅપ અને નવા ઉદ્યોગ સાહસિકોને પોતાનો અભુવન અને તેમના ખુદના સફળ સ્ટાર્ટઅપ ગ્રામીણ સુવિધા કેન્દ્ર, અથર્વવેન્ચર, ટેકફાઈલીંગ, ટેક ડ્રાફ્ટીંગ અને અર્બનડીલ્સ જેવા સફળ સ્ટાર્ટઅપ ની સફળયાત્રાના ભાગરૂપે તેનું અનુભવ અને જ્ઞાન ઉદ્યોગ સાહસિક સાથે વેહેચે છે. તેમનો સંપર્ક તેમના મેલ આઈ.ડી. ahya.darshitgmail.com અને તેમના સંપર્ક નંબર 90336 33231 ઉપર થઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.