36 વીજપોલ ધરાશાયી : 497 એગ્રિકલ્ચર, 62 જ્યોતિગ્રામ અને 4 અન્ય મળી કુલ 663 ફીડરોને અસર

સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદને પગલે વીજપુરવઠાને ભારે અસર પહોંચી છે. જેમાં 293 જેટલા ગામોમાં વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો. જ્યારે 36 વીજપોલ ધરાશાયી થયા છે. 497 એગ્રીકલ્ચર, 62 જ્યોતિગ્રામ અને 4 અન્ય મળીને કુલ 663 ફીડરોમાં વિજવિક્ષેપ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં ગઈકાલના વરસાદના કારણે પીજીવીસીએલને ભારે નુકસાન થયું છે. જેમાં રાજકોટ રૂરલના 6 ગામ, મોરબીના 40 ગામ, પોરબંદરના 36 ગામ, જૂનાગઢનું 1 ગામ, જામનગરના 73 ગામ, ભુજના 71 ગામ, અંજારના 59 ગામ અને સુરેન્દ્રનગરના 7 ગામ મળી કુલ 293 ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે.

આ સાથે 62 જ્યોતિગ્રામ ફીડરને પણ અસર પહોંચી છે.જેમાં રાજકોટ રૂરલના 2, મોરબીના 10, પોરબંદરના 10, જામનગરના 15, ભુજના 10, અંજારના 14 અને સુરેન્દ્રનગરના 1 જ્યોતિગ્રામ ફીડરનો સમાવેશ થાય છે. બીજી તરફ 497 જેટલા એગ્રીકલ્ચર ફીડરને નુકસાન પહોંચ્યું છે. જેમાં રાજકોટ રૂરલના 31, મોરબીના 112, પોરબંદરના 89, જૂનાગઢના 45, જામનગરના 111, ભુજના 36, અંજારના 69 અને ભાવનગરના 4 ફીડરનો સમાવેશ થાય છે. આ સાથે મોરબીના અન્ય 4 ફીડરોને પણ અસર પહોંચી છે. પોરબંદર અને જામનગર એક- એક ટીસી પણ ખોટવાયા છે.

ઉપરાંત રાજકોટ રૂરલમાં 11 વીજપોલ, મોરબીમાં 3, જૂનાગઢમાં 3 અને જામનગરમાં 19 વીજપોલ ધરાશાયી થયા છે. આમ પીજીવીસીએલને ગત રોજ પડેલા ભારે વરસાદને પગલે નુકસાન થયું છે. હાલ ગ્રાહકોને વીજ પુરવઠો અવિરત મળી રહે તે માટે વીજ કર્મીઓ ખડેપગે રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.