સૌથી વધુ જુનાગઢમાં 6000 જ્યારે રાજકોટ 5,000 અને સુરેન્દ્રનગરમાં 5000 જવાનો તૈનાત રહેશે
આવતીકાલે 1 ડીસેમ્બરના વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે. ત્યારે તે મતદાન શાંતિ પૂર્વક થઈ શકે તે માટે તંત્ર દ્વારા પોલીસ,જી.આર.ડી,પેરા મીલીટરી ફોર્સ સહિતના જવાનો ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જાળવશે, જેમાં સૌરાષ્ટ્રમાં મતદાનના દિવસ કુલ.36,465 પોલીસ જવાનો મતદાન મથકો પર કે આસપાસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ તે માટે તૈનાત રહેશે. રાજકોટ શહે2માં વિધાનસભાનું મતદાન થવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે શાંતીપુર્ણ માહોલમાં મનદાન થાવ તે માટે શહેર પોલીસ કમીશનરની રાહબરીમાં 1 જેસીપી, 4 ડીસીપી, 11 ડીવાયએસપી સહીત 3,000થી વધુ જવાનો ખડેપગે રહેશે આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પણ અર્ધ લશ્કરી દેશની 27 કંપની,5 રાજ્યના 1,500 જવાનોની ફોજ તૈનાત રહેશે. જિલ્લામાં કુલ 5,000 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં
આવ્યો છે જયારે જામનગરની વિધાનસભાની પાંચેય બેઠકો પરના 1289 બુથો પર શાંતિપુર્ણ મતદાન થાય તે માટે એસ.પી.પ્રેમસુખ દેલું દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં 4 ડીવાયએસપી, 11 પીઆઈ, 47 પીએસઆઈ તેમજ 1200 પોલીસકર્મીઓ, 400 હોમગાર્ડ, 300 જીઆઈડી અને એસઆરડીના જવાનો અને પેરામીલીટ્રી ફોર્સની 20 ટુકડીઓ ચુંટણીની બંદોબસ્તમાં રાખવામાં આવી છે. પોલીસ તંત્રએ જામનગરની કાલાવડ. જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામજોધપુરની બેઠકો ઉપર 2,992 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જ્યારે જૂનાગઢ એસપી દ્વારા મતદાનના દિવસે પાંચેય વિધાનસભા મત વિસ્તારમાં આશરે 6,000 થી વધુ પોલીસની બંદોબસ્ત મુકવામાં આવ્યો છે, જેમાં 2,000 પોલીસ જવાનો, અધિકારીઓ,2,000 જી.આર.ડી જવાન તૈમ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો સહિતના અન્ય ખુણો ઉપર સી.આર.પી.એફ, પેરા મિલિટરી ફોર્સની કુલ 26 કંપની છે, તેમજ જિલ્લામાં 20 ચેક પોસ્ટ ઉપર રાઉન્ડ ધ કલોક ત્રણ શિફ્ટમાં પોલીસનો બંદોબસ્ત મુક્વામાં આવ્યો છે.
મોરબી જિલ્લામાં 1 એસ.પી,3 ડી.વાય.એસ.પી,17 પી. આઈ,26 પી.એસ.આઇ,73એ.એસ.આઇ અને હેડ કોન્સ્ટેબલ, 1055 પોલીસ જવાન, 1166 હોમગાર્ડ, 129 અર્ધ લશ્કરી દળ તૈનાત રહેશે,ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના મતદાનને લઇને પોલીસ અધિકારીઓ સહિતના 4,800 જવાનો ખડેપગે રહેશે. અમરેલી જિલ્લાની પાંચ બેઠક પર ,412 મથકો પર 125949 મતદારો મતદાન કરશે. ચુંટણી બંદોબસ્ત માટે 1 એસપી, 1 એએસપી, 5 ડિવાયએસપી, 21 પીઆઈ,35 પીએસઆઈ, 1763 પોલીસ કર્મચારી,હોમગાર્ડ 1,272 અને એસઆરડી અને જીઆરડી 598 અને સુરક્ષા દળોની 3 કંપનીમાં 31 કર્મચારી ફરજ બજાવશે.કુલ 3727 સુરક્ષા જવાનો ફરજ બજાવશે.
દ્વારકામાં ચૂંટણીના મતદાન દરમિયાન 1864 પૌલીસ જવાનો ખડેપગે રહેશે, જેમા 900 પોલીસ,950 હોમગાર્ડ, જી.આર.ડી. જવાનો નવા પેરામીલીટ્રી ફોર્સના 14 જવાનો ફરજ પર તૈનાત રહેશે.પોરબંદર અને કુતિયાણા વિધાનસભા સીટની ચૂંટણીમાં મનદાન શાંતીપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે 1,900 કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં 800 પોલીસ કર્મચારીઓ કે જેમાં લોકરક્ષકથી માંડીને ડી.એસ.પી. સુધીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત 800 ડોમગાર્ડ જવાનો પણ ફરજ બજાવશે, અર્ધલશ્કરી દળોની 10 ટુકડીઓ સુરક્ષા બંદોબસ્ત માટે જોડાશે. જલ્લામાં 107 કીટીકલ મતદાન મળકો ઉપર ખાસ બાજનજર રાખવામાં આવશે.સુરેન્દ્રનગરમાં 5,000 પોલીસ કર્મીઓ સુરક્ષા બંદોબસ્તમા તૈનાત રહેશે.ભાવનગરમાં મતદાનના દિવસે 1,717નો પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે જ્યારે બોટાદમાં 1299નો પોલીસ કાફલો તેનાત રહેશે તેમ કુલ સૌરાષ્ટ્રમાં 36,465 પોલીસ જવાનો ચૂંટણી સમય તેનાત રહેશે.
ક્યાં કેટલા જવાનો બંદોબસ્તમાં રહેશે
રાજકોટ 5,000
જૂનાગઢ 6,000
અમરેલી 3,727
જામનગર 2,962
મોરબી 2.496
દ્વારકા 1,864
પોરબંદર 1,600
ગીર સોમનાથ 4,800
સુરેન્દ્રનગર 4,000
ભાવનગર 1,717
બોટાદ 1,299
————-
કુલ 36,465