લગ્નોત્સવની સાથો સાથ રક્તદાન કેમ્પનું પણ આયોજન: વધુમાં વધુ લોકોને જોડાવવા અનુરોધ: દિકરીઓને ૯૩ વસ્તુઓ કરિયાવરરૂપે ભેટમાં: વિવિધ સમિતિઓ દ્વારા તૈયારીઓ પુરજોશમાં: સમાજ શ્રેષ્ઠીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૮-૪ મે રવિવારના રોજ ૪૦મો સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ લગ્નોત્સવમાં ૫૩ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાશે. લગ્નોત્સવ પટેલ બોર્ડીંગ ગ્રાઉન્ડ, ૮૦ ફુટ રોડ, બોલબાલા માર્ગના છેડે, બાલાજી રેફરીઝરેશનની સામે, ન્યુ લાલ બહાદૂર સોસાયટી, પીપળીયા હોલ વાળો રોડ, રાજકોટ ખાતે સાંજે યોજાશે. લગ્નોત્સવને સફળ બનાવવા સંજયભાઈ ઢોલરીયા, નિતીનભાઈ કોયાણી, વેલજીભાઈ ડોબરીયા, મનસુખભાઈ ખોયાણી, વિનોદભાઈ પાંભર, રાજેશભાઈ સોજીત્રા, ભરતભાઈ રામાણી, ગોરધનભાઈ વેકરીયા, દક્ષાબેન સગપરીયા, મીનાબેન પરસાણા, કૈલાશબેન ભાયાણી તથા દિલીપભાઈ હિરપરાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજીત તથા સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ અને મહિલા સેવા સમીતીના સહયોગથી આગામી ૨૮મીએ ૪૦મો જાજરમાન સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ શુભ દિને જાન આગમન સાંજે ૪ કલાકે, હસ્ત મેળાપ ૬:૩૦ કલાકે, આમંત્રીત મહેમાનો માટે ભોજન સમારંભ સાંજે ૭:૦૦ કલાકે તથા રાત્રે ૮:૩૦ કલાકે દિકરીઓને વિદાય અપાશે.
આ શુભ અવસરે અતિથિ વિશેષ પદે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, હંસરાજભાઈ ગજેરા, શામજીભાઈ ખુંટ, શિવલાલભાઈ વેકરીયા, શર્મીલાબેન બાંભણીયા, રમેશભાઈ પટેલ, ભુપતભાઈ બોદર, શંભુભાઈ પરસાણા, અશ્વિનભાઈ મોલીયા, કિરણબેન સોરઠીયા, વલ્લભભાઈ પરસાણા, નિતીનભાઈ રામાણી સહિતના મહાનુભાવો હાજરી આપશે.
પ્રભુતામા પગલા પાડનાર દિકરીઓને સમાજના દાતાઓ તરફથી ૯૩ થી વધુ વસ્તુઓ કરીયાવરરૂપે ભેટ અપાશે. જેમાં દાગીના સાથે ગાદલા, સ્ટીલ પલંગ, કબાટ, ટીપોઈ તથા ઘર ઉપયોગી વસ્તુઓ, કિચનવેર આઈટમ વગેરે આપવામાં આવશે. સમૂહ લગ્નોત્સવની સાથો સાથો સાથ રક્તદાન કેમ્પ પણ યોજાનાર છે. જેમાં વધુને વધુ રકતદાતાઓને જોડાવા આયોજકોએ અનુરોધ કર્યો છે. લગ્નોત્સવની સફળતા માટે ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ ઢોલરીયાના વડપણ હેઠળ મહિલા સમીતી, સરદાર પટેલ સોશ્યલ ગ્રુપના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.