કોરોનાના કારણે ધંધો ન ચાલતા ઘોડા ચાલકે રેસનું આયોજન કર્યું’તુ: ૧ કિ.મી.ની દોડમાં જીતે એને ૭ હજાર આપવાના હતા: બે ઘોડા-રોકડા, ૬ મોબાઈલ મળી રૂ.૯૨,૨૦૦નો મુદામાલ કબ્જે
રાજકોટના સણોસરા ગામની સીમમાં તળાવ નજીક કાચા રસ્તા પાસે ઘોડાની એક કિમી રેસ લગાવી તેના પર જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા છે.તેમજ રેસ જોવા ઉભેલા સાત શખ્સો સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગ અંગેનો ગુનો નોંધ્યો છે.પોલીસે જે ઘોડા પર રેસ લગાવતી હતી તે બંને ઘોડાને પાંજરાપોળમાં સોંપી દીધા છે. કુવાડવા પોલીસે રોકડ રૂપિયા ૧૬૭૦૦,મોબાઈલ ફોન ૬ , ૨ ઘોડા મળી રૂ. ૯૨૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ઘોડા રેસ અંગે પ્રાથમિક તપાસમાં એવી વિગત જાણવા મળી હતી કે, આરોપીઓ રેસકોર્સ પાસે ઘોડા બગીમાં સાંજના બાળકોને ફેરવતા અને સવારે અહીં રેસ લગાવી જુગાર રમાડતા હતા.છેલ્લા અઠવાડિયાથી અહીં આ પ્રવૃત્તિ ચાલતી હોવાનું માલુમ પડ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ સણોસરા ગામથી ખોરાણા ગામ જતા માર્ગ પર ઘોડાની રેસ આધારિત જુગાર રમતો હોવાની બાતમીના આધારે કુવાડવા પોલીસ મથકના પી.આઈ એમ.સી.વાળા સીધા માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ બી.પી.મેઘલાતર તથા સ પો.કોન્સ. કમલેશભાઈ શાંતિભાઈ ગઢવી તથા રોહીતદાન અજીતદા ગઢવી તથા મેહુલ ભાઈ જેરામભાઈની ટીમે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી.પોલીસે અહીં ઘોડા પર રેસ લગાવી શરત લગાવી જુગાર રમનાર મહેન્દ્ર રમેશભાઇ સનરા (ઉવ. ૨૦ રહે. કેસરી પુલ છોટાલાલ વાઘજીના ડેલામાં), અબ્બાસભાઇ અમીનભાઇ સુભાણીયા ( ઉવ ૧૯ રહે. કેસરી પુલ છોટાલાલ વાઘજી ના ડેલામાં), અલીભાઇ આદમભાઇ જુણાચ (ઉવ ૪ર રહે. ભગવતી પરા શે.નં ૧,) રજાકભાઇ નાથાભાઇ સોરા( ઉવ. ૩૫ રહે. લાખાબાપાની વાડી જામનગર રોડ )રાજકોટને ઝડપી લીધા હતા. પોલીસે તેમની સામે જુગારધારની કલમ હેઠળ તેમજ પશુ સાથે ઘાતકી વર્તન આચરવાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ઘોડાની રેસ જોવા ઉભેલા નજીરહુશેન ઉસ્માનભાઇ કથીરી જાતે-મુસ્લીમ ( ઉવ.૨૦ ધંધો-મજુરી રહે-ભગવતીપરા શેરી નં-૧૦), અયુબભાઇ આમદભાઇ જુણાચ ઉ.વ૪૮ ધંધો-ધોડાસવારી રેષકોર્ષ (રહે-ભગવતીપરા શેરી નં-૧),સમીરભાઇ ગોકળભાઇ ઝાઝરીયા( ઉવ.૨૧ ધંધો-ધોડાગાડી રહે-થોરાળા શેરી નં-૫), મેરૂભાઇ રામભાઇ ધરજીયા (ઉવ.૨૨ ધંધો-મજુરી રહે-ભગવતીપરા શેરી નં-)ચંદુભાઇ લખમણભાઇ ડોડીયા (ઉવ.૩૨ રહે-ખોડીયારપરા શેરી નં-૧પારેવડી ચોક પાસે),
અફઝલભાઇ ઇબ્રાહીમભાઇ બુકેરા (ઉવ.૨૨ ધંધો રીડ઼ા રહે-ખોડીયારપરા શેરી નં-૧) સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગનો ગુનો નોંધાયો છે.પોલોસે રૂ.૨૫,૫૦૦ રોકડ તેમજ ૫૦૦૦૦ ની કિંમતના બે ઘોડા સહિત કુલ રૂ.૯૨,૨૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ સાંજે રેસકોર્સમાં ઘોડા બગી ચલાવતા અને દિવસે અહીં ઘોડા પર જુગાર રમાડતા હતા.જે ઘોડો જીતે તેના પર રૂ.૭૦૦૦ ની શરત લાગતી અને આ રીતે જુગાર રમાડતા હતા.અહીં અઠવાડિયાથી જુગાર રમાતો હોવાનું માલુમ પડ્યું છે.