રાજકોટ સહિતના મહાનગરોમાં ટૂંક સમયમાં રેવન્યુ સિવિક સેન્ટર શરૂ થશે: મહેસુલ મંત્રી ચુડાસમા

મહેસૂલ વિભાગ દ્વારા સિટી સર્વે વિસ્તારમાં હાલ મહાનગરપાલિકા વિસ્તાર અને ગામઠાણની મોજણીની કામગીરી ચાલુ છે ત્યારે આ વિસ્તારોમાં મિલકતધારકોને રેકર્ડ ઓફ રાઇટ્સ આપવા પ્રોપર્ટી કાર્ડ સ્માર્ટ કાર્ડ જેવું તૈયાર કરીને દરેક મિલકતદીઠ આપવામાં આવશે તેવી જાહેરાત મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી છે. તે સો મહેસૂલને લગતી તાલુકા વિસ્તારની ઇ-ધરા અને જનસેવા કેન્દ્ર જેવી સેવા શહેરી વિસ્તારમાં પણ મળી રહે તે માટે વન-ડે ગવર્નન્સ હેઠળ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે અર્બન રેવન્યુ સિવિક સેન્ટર ચાલુ વર્ષી શરૂ કરવામાં આવશે. જેમાં એક જ જગ્યાએી સબ રજિસ્ટ્રાર સર્વેની અને ડીઆઇએલઆર કચેરીને લગતી સેવાઓ પણ મળી રહેશે. મહેસૂલ વિભાગ દ્વારા ૧,૪૧,૦૦૦ જેટલા વાડાની જમીન નિયમબધ્ધ કરવાની પણ જાહેરાત કરાઇ છે.

મહેસૂલ મંત્રી ચૂડાસમાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, ગામતળમાં આવેલા વાડાઓની નિયમો મુજબ ૧૯૬૮ની સ્િિતએ વાડા રજિસ્ટરમાં નોંધાયેલા વાડાને જમીન નિયમબધ્ધ કરી આપવામાં આવશે. તે સમયે ૧,૬૦,૦૦ જેટલા વાડાઓ નોંધાયા હતા. તે પૈકી ૧૯૦૦૦ કેસોનો નિકાલ યો હતો, બાકી ૧,૪૧,૦૦૦ જેટલા વાડાની જમીન નિયમબધ્ધ ઇ ન હતી તે પણ હવે આ મહત્વના નિર્ણયના કારણે કરારબધ્ધ કરવામાં આવશે. જેમાં મૂળ માલિક દ્વારા તબદિલી વારસાઇ યેલી હોય અને જેના દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ હોય તેવા હાલના કબજેદારને તદ્દન નજીવી ૫૦ રૂપિયા પ્રતિ ચોરસ મીટર જેટલી કિંમત વસૂલી નિયમિત કરાશે. જેની મહત્તમ ૨૦૦ ચોરસ મીટરની મર્યાદામાં રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં અર્બન સિવિક સેન્ટર શરૂ કરી તેમાં નિયત સ્ળે વિવિધ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવાશે. હાલ ૨૫ લાખ પ્રોપર્ટી કાર્ડ છે તેને સ્માર્ટ કાર્ડમાં તબદિલ કરવાની કામગીરી ચાલુ વર્ષમાં શરૂ કરવામાં આવશે. પ્રોપર્ટી-સ્માર્ટ કાર્ડ અંગે સિટી સર્વે વિસ્તારમાં શહેરી અને ગામઠાણ વિસ્તારની મોજણી કામગીરી ચાલુ છે તેમને રેકર્ડ ઓફ રાઇટ્સ આપવા સ્માર્ટ કાર્ડ જેવું આપવાની કાર્યવાહી ચાલુ વર્ષમાંશરૂ કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.