મોટી બહેન ત્રણ વર્ષથી રિસામણે હોવાથી કંટાળી ફિનાઇલ પીધાની નાની બહેનને જાણ થતા તેણી જીવન ટૂંકાવવા ફિનાઇલ પીધી
રૂખડીયાપરામાં એક સાથે બે સગી બનેનોએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. મોટી બહેન ત્રણેક વર્ષથી રિસામણે હોવાથી કંટાળી ફિનાઇલ પીધાની નાની બહેનને જાણ થતા તેણીએ પણ જીવન ટૂંકાવવા ફિનાઇલ પીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૂખડીયાપરામાં રહેતી લક્ષ્મીબેન જગાભાઇ રજપૂત નામની 26 વર્ષની યુવતીએ ફિનાઇલ પી આત્મહત્યાની કોશિષ કરી હતી. મોટી બહેને ફિનાઇલ પીધાની જાણ થતા નાની બહેન આરતીબેન સુરેશભાઇ નામની 19 વર્ષની રજપૂત યુવતીએ પણ ફિનાઇલ ગટગટાવી લીધી હતી.
લક્ષ્મી અને તેની બહેન આરતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ બંનેની કરાયેલી પૂછપરછ દરમિયાન લક્ષ્મીના ખંભાળીયા ખાતે લગ્ન થયા હતા. તેણી પતિ જગો કંઇ કામ ધંધો ન કરતો તેમજ ઘર ખર્ચના પૈસા પણ ન આપતો હોવાથી તેણી ત્રણેક વર્ષથી એક પુત્ર અને એક પુત્રી સાથે રિસામણે રાજકોટ પિયર આવી ગઇ હતી.લક્ષ્મીબેનના પિતા હયાત ન હોવાથી નાની બહેન આરતી સાથે ઘર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન લાંબા સમયથી રિસામણે હોવાથી કંટાળી લક્ષ્મીબેને ફિનાઇલ પી લીધી હતી ત્યાર બાદ પોતાની મોટી બેને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી નાની બહેન આરતીએ પણ ફિનાઇલ પી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.