ગુરૂકુળની બાલશિબિરમાં બાળકોને સંસ્કાર સાથે સંસ્કૃતીની અપાય જ્ઞાન શિક્ષા
રીબડા ગુરુકુલમાં બાલશિબિર પ્રસંગે ઉજવાયેલ માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ 150 બાળકોએ પોતાના માતાપિતાના ચરણ ધોઇ આચમન કર્યું હતુ.
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે રીબડા (રાજકોટ) શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે બાળશિબિરનું આયોજન કરવામાં આવેલ. જેમા રાજકોટ તેમજ ગુંદાસરા, રીબ, વાવડી, ઢોલરા,પારડી, વગેરે ગામોમાંથી 150 ઉપરાત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ જોડાયાં હતાં.
શિબિરની પૂર્ણાહૂતિ પ્રસંગે કાંતિભગતની અગેવાની નીચે બાળકોએ સંગીતનો કાર્યક્રમ રજુ કયો હતો. તથા બાલિકાઓએ પણ જુદા જુદા કાર્યક્રમો રજુ કર્યા હતા.ભૂદેવોના મંગળ વેદગાન સાથે, તમામ 150 બાળકો પોતાના માતા પિતા સમક્ષ પૂજાપાના સામાન સાથે સામે બેસી, માતા પિતાના ચરણ ધોઇ, તેનું આચમન કર્યા બાદ ભાલે ચંદનથી અર્ચા કરી પૂજન કરેલ. ત્યાર બાદ બાળકોએ માતા પિતાની આરતિ ઉતારી, પ્રદક્ષિણા કરી દંડવત પ્રણામ કર્યા ત્યારે ખરેખર આ દ્રશ્ય અદ્ભૂત અને ભાવવાહી હતું.
પૂર્ણાહુતિ પૂર્વે બાળકોની સભામાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ક્રિકેટર થવુ હોય તો આદર્શ તરીકે ધોનીને અને વૈજ્ઞાનિક થવુ હોય તો અબ્દુલ કલામને અને બિજનેસમેન થવુ હોય તો રતન તાતાને અને ભકિતવાન અને શક્તિવાન થવુ હોય તો હનુમાનજી મહારાજને આદર્શ તરીકે રાખવા. હનુમાનજી મહારાજ તો ભક્તિ અને શક્તિનો ભંડાર છે.સ્વામીજીએ આ પ્રસંગે હનુમાનજી અને પનોતીની વિગતથી વાત કરી હતી ભગવાનનું નામ સ્મરણ કરે તેને પનોતી નડતી નથી
બાલશિબિર સંચાલનમાં શાસ્ત્રી દર્શનપ્રિયદાસજી સ્વામી તથા શાસ્ત્રી સર્વમંગલદાસજી સ્વામી, શાસ્ત્રી હરિનંદનદાસજી સ્વામી, શાસ્ત્રી ઋષિકેશ સ્વામીની આગેવાની સાથે તુષારભાઇ વ્યાસ વગેરે ગુરુકુલ પરિવારના યુવાન સંચાલકો જોડાયા હતા.