કહેવાય છે કે “જર, જમીન અને જોરુ, આ ત્રણેય કજીયાના છોરુ” આવી જ એક કહેવત ધ્રાગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે સાથઁક થઇ છે અને મકાન બનાવવા બાબતે બે પાડોશી વચ્ચે માથાકુટ થઇ છે. ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદના આધારે જાણવા મળ્યુ હતુ કે ધ્રાગધ્રા તાલુકા મોટી માલવણ ગામે રહેતા લાભુભાઇ મરતોલીયા પોતાનુ મકાન બનાવતા હોય જેઓને પોતાની તથા પાડોશમા રહેતા માનશીંગભાઇ અજમલભાઇની દિવાલ ભાગમા હોવાથી લાભુભાઇના મકાનનુ કામ ચાલુ હોવાથી તેઓને પાડોશ સાથે રહેલી ભાગની દિવાલમા પતરા નાખવા બાબતે રુપિયાની લેતી-દેતી સમજ્યા હતા પરંતુ કોઇ કારણોસર લાભુભાઇના પાડોશી દ્વારા ગઇકાલે ઉશ્કેરાઇ જઇ લાભુભાઇના મકાનનુ ચાલુ કામ બંધ કરાવી જેમ-તેમ ગાળો બોલી લાભુભાઇના પત્નિ રાજુબેનને પાડોશમા રહેતા અજમલ ધનજીભાઇ ઠાકોર, માનશીંગ અજમલભાઇ ઠાકોર, અશોક અજમલભાઇ ઠાકોર, રમીલા અશોકભાઇ ઠાકોર તથા હેતલ માનશીંગભાઇ ઠાકોર એમ સહપરીવાર દ્વારા રજુબેન પર હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઇજાઁઓ પહોચાડી હોવાની પોલીસ ફરીયાદ કરાઇ હતી.
ત્યારે આ તરફ સામે પક્ષે લહેલા માનશીંગભાઇ દ્વારા પોતાની દિવાલ પર મકાનનુ કામ કરતા રુપિયાની લેતી-દેતીની વાત કરી બાદમા રુપિયા આપવાનો ઇન્કાર કરી અનશોયાબેન લાભુભાઇ, રાધીબેન લાભુભાઇ, મહેશ લાભુભાઇ, મંજુલાબેન લાભુભાઇ સહિતના તમામ પરીવારના સભ્યોએ જેમતેમ ગાળો બોલી માનશીંગભાઇને રુપિયા આપવાના ઇન્કાર સાથે મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકીની ફરીયાદ નોંધાઇ છે બન્ને પરીવારોની ફરીયાદ હાથ ધરી હાલ ધ્રાગધ્રા તાલુકા પોલીસ દ્વારા તપાસ શરુ કરી હતી.