કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ શ્રેણી
‘અબતક’ના સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ જોવો
સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર છેલ્લા દોઢ માસથી ધૂમ મચાવતી કોકોનટ થિયેટણ પ્રસ્તૃત શ્રેણી ‘ચાય-વાય અને રંગ મંચ’ કલારસિકો દેશ-વિદેશના ખૂણેખ ૂણેથી માણી રહ્યા છે.
ગુજરાતી -હિન્દી ફિલ્મો-નાટકો-ટીવી ધારાવાહિકના નામાંકિત કલાકારો લાઈવ આવીને પોતાની વાત વિચારો અને અનુભવો શેર કરી રહ્યા છે. અબતક દૈનિકના ફેસબુક પેઈજ પર પણ હજારો દર્શકો આ શ્રેણી માણી રહ્યા છે.
ગુજરાતી રંગભૂમિ પર કાનજી વિરુદ્ધ કાનજી જેવું સુપ્રસિદ્ધ નાટક આપનાર એ સિવાય અનેક નાટકો દિગ્દર્શિત કરી ચુકેલા પ્રસિદ્ધ દિગ્દર્શક ઉમેશ શુક્લા કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન – 3 માં પધાર્યા. જેમણે બેકસ્ટેજથી શરૂઆત કરીને આજે આ મકામ સુધી પહોચ્યા છે. દિગ્દર્શકનું વિઝન એ વિષય પર વાત કરતા એમણે કહ્યું કે દિગ્દર્શકનાં વિઝાન ક્યાંય શીખી શકાય નહિ એ કદાચ ભણતરમાં મળી શકે પણ વિઝન તો તમને ઓબ્ઝર્વેશન દ્વારા જ મળી શકે નાનપણથી આખું જીવન તમે જોયેલી યાદગાર ઘટનાઓ તમને સમય આવ્યે કામ લાગે, બીજી વાત છે વાંચન, વાંચનમાં દરેક વાચનાર પોતાનું વિશ્વ નિર્માણ કરે છે અને ત્રીજી વાત મેજિક ટચ કે દરેક દિગ્દર્શકનો એક મેજિક ટચ હોય છે જે નાટક બનાવતી વખતે એની શોધ ચાલુ જ હોય છે પણ એ મેજિક ટચ સહજ રીતે આવી જાય છે અને એ મેજિક ટચ માત્ર દિગ્દર્શકનાં કામમાં જ નહિ લેખક, કલાકાર, સંગીત, લાઈટ્સ આ દરેક પાસમાં મેજિક ટચ આવી શકે છે.
પરેશ રાવલ દિગ્દર્શિત એક નાટકમાં બેકસ્ટેજ કરતી વખતેનો એમનો એક અનુભવ ખરેખર જાણવા જેવો છે, એક્સપરીમેન્ટલ થિયેટર કરતા કમર્શિયલ થીયેટરમાં લોકોને ગળે ઉતારવા આખો સીન વ્યવસ્થિત કંડારવો પડે. અમેરિકામાં બ્રોડવે નાં નાટકો જોઇને વધુ શીખ્યા અને નાટકોમાં નવા નવા પ્રયોગ કર્યા. દિગ્દર્શક તરીકે સતત ચેલેન્જ લેવું મને ગમે છે. દિગ્દર્શક તરીકે સૌ પ્રથમ વિચાર આવે કે મારે આ નાટક દ્વારા શું કહેવું છે ? પ્રેક્ષક નાટક જોયા બાદ શું સાથે લઈને નીકળે છે એ વધુ મહત્વનું છે.
આ સિવાય પણ નાટકોની ઘણી સારી વાતો ઉમેશ ભાઈએ કોકોનટ ફેસબુકના માધ્યમથી લોકોને કરી. સાથે એમના ફેન્સ અને પ્રેક્ષકોના પ્રશ્નોનાં જવાબ આપ્યા. જે આપ સૌ કોકોનટ ફેસબુકના પેજ ઉપર જોઈ શકશો, ખરેખર આ અવસર ચૂકવા જેવો નથી.
તમે જો ઉમેશ ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં મીનળ પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર, ભીમ વાકાણી, જયેન્દ્ર મહેતા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.તો આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો અને મળો આપના મનગમતા મહેમાનને.
એકાંકી સ્પર્ધામાં કલાકાર હંમેશા કોરી પાટી જેવો હોય છે જેને કોઈપણ ઢાળમાં ઢાળી શકાય: લેખક: દિગ્દર્શક રાજેશ જોશી
ગુજરાતી રંગભૂમિ પર કૌટિલ્ય, યુગપુરુષ, સફરજન, કોડ મંત્ર જેવા સુપરહિટ નાટકોના દિગ્દર્શક શ્રી રાજેશ જોશી. કોકોનટ થિયેટર ના ચાય વાય એન્ડ રંગમચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં પધાર્યા, જેમણે “ઇન્ટર કોલેજ કોમ્પિટિશન અને વ્યવસાયી રંગભૂમિ” એ વિષય પર કલાકાર મિત્રો અને પ્રેક્ષકો સાથે લાઈવ સેશન કર્યું. વાતની શરૂઆત કરતાં રાજેશભાઈએ જણાવ્યું કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. એમ હાર અને જીત દરેકના જીવનમાં આવે છે. ઇન્ટર કોલેજ નાટકોની શરૂઆત થઈ એ દરમિયાન સૌપ્રથમ મારા ભાગે હાર આવી પણ છતાં પણ હું હતાશ કે નિરાશ થયા વગર સાચી લગન અને ધગશથી નાટકો કરતો અને પ્રથમ હાર બાદ બીજા નાટકમાં મને દિગ્દર્શન કરવા મળ્યું જેમાં ઇન્ટર કોલેજ સ્પર્ધામાં મારા નાટક ને ઘણા પારિતોષિક મળ્યાં, અને ટ્રોફી હાથમાં આવી ત્યારે હું ખૂબ ખુશ થયો. ગમતી વસ્તુ કરવા મળે તો હંમેશા એક અનેરો આનંદ હોય છે અને આજે પણ હું મારી ગમતી વસ્તુ કરું છું. “દિગ્દર્શન” રાજેશભાઈ ઇન્ટર કોલેજ સ્પર્ધા માંથી વ્યવસાય ગુજરાતી રંગભૂમિ પર આવેલા કલાકારોની લાંબી યાદી પણ જણાવી જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા,
પરેશ રાવલ, ટીકુ તલસાણીયા રસિક દવે, દિલીપ જોશી, સુરેશ રાજડા, પ્રકાશ કાપડિયા. આ સિવાય બીજા ઘણા, જે આજે ઇન્ટર કોલેજ સ્પર્ધામાંથી ભાગ લઇ વ્યાવસાયિક રંગભૂમિ પર ગુજરાતી ભાષા અને ગુજરાતી નાટકોને જીવંત રાખે છે. કોઈપણ કલાકાર કે જેમણે ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં ભાગ લીધો હોય એ ક્યાંય પણ પાછો ના પડે એવું રાજેશભાઈ નું માનવું છે. એકાંકી સ્પર્ધા માં કલાકારો હંમેશા કોરી પાટી જેવું હોય છે કે જેને કોઈપણ ઢાળમાં ઢાળી શકાય છે. તેથી જ ઇન્ટર કોલેજ ના નાટકો દિગ્દર્શિત કરતી વખતે સામે કલાકાર ને કહો એ પ્રમાણે પાત્ર ભજવતો હોય છે, જે દિગ્દર્શકને ખૂબ ગમે છે. નાની નાની વાતો એકાંકી સ્પર્ધા માં શીખવા મળે છે.
એકાંકી સ્પર્ધા માં શીખેલી ઘણી વાતો વ્યાવસાયિક રંગભૂમિ પર પણ કામ આવે છે. રાજેશભાઈ એ પોતાના જ સફળ નાટકો કોડ મંત્ર, સફરજન, કૌટિલ્ય, યુગપુરુષ નાટકની વાત કરતા જણાવ્યું કે આ ચારે નાટકો મેં બનાવે ત્યારે નિર્માતાએ મારા પર વિશ્વાસ રાખી મને છૂટો દોર આપ્યો હતો.જેમાં મેં આજ સુધી શીખેલી દરેક નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી, અને નાટકો બનાવ્યા. જોનારાઓને નાટક ખૂબ ગમ્યા, અમુક નાટક જોનાર કહે કે “આ નાટક તો ઇન્ટર કોલેજ જેવું છે, એકાંકી સ્પર્ધાનાં નાટક હોય એવું” ત્યારે એમની વાતો મારા માટે મોટા આનંદની વાત હોય છે મને ખૂબ ગર્વ થાય છે કે આજે પણ હું એકાંકી સ્પર્ધા માં શીખેલી વાતોને સતત મારા કામમાં યાદ રાખું છું. નવા કલાકારો કે જે રંગભૂમિ પર આવવા માંગે છે. તેમણે એકાંકી સ્પર્ધા માં ભાગ ભલે ન લીધો હોય પણ ઇન્ટર કોલેજ કોમ્પિટિશન કે બીજી કોઈ સ્પર્ધાઓ જ્યારે થતી હોય ત્યારે એ જોવી જોઈએ એમાંથી ઘણું શીખવા મળે છે.
આજે તખ્તાના જાણિતા કલાકાર દર્શન જરીવાલા
આજની ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં સાંજે 6 વાગે ગુજરાતી તખ્તાના નામાંકિત કલાકાર દર્શન જરીવાલા લાઈવ આવીને ‘ગુજરાતી નાટક કે સ્ટેન્ડઅપ’ એ વિષયક પોતાના અનુભવો શેર કરશે. તેઓએ ગુજરાતી હિન્દી ફિલ્મો-ટીવી ધારાવાહિક અને નાટકોમાં ઉમદા અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે.તેમણે 40 થી વધુ હિન્દી ફિલ્મોમાં શાનદાર અભિનય કરેલ છે. અભિનય દર્શન જરીવાલાને વારસામાં મળ્યો છે. ‘ગાંધી માય ફાધર’ ફિલ્મમાં તેમની ભૂમિકાએ તેમણે આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસિધ્ધી અપાવી હતી. નવા યુગનું અર્બન મુવિ ‘બે-યાર’માં સુંદર અભિનય કરીને પોતાની અભિનય ક્ષમતાથી ફિલ્મને સુપરડુપર હીટ કરી હતી.