કારમાં તોડફોડ કરી ચોરી કરતી ગેંગનો તરખાટ
માલવિયા નગર પોલીસ વિસ્તારમાં પંચશીલ સોસાયટીમાં પણ એક કારનો કાચ તોડી ટોળકીએ ચોરીનો પ્રયાસ કર્યો
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ઘટના સ્થળે દોડી ગયા : બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન ચોરી અને લૂંટના બનાવો બનવા પામ્યા છે ત્યારે શહેરમાં એક નવી તસ્કર ટોળકી સક્રિય થઈ હોય તેવું હાલ માલુમ પડી રહ્યું છે જેમાં રણછોડ નગર – 16માં વિસ્તારમાં એક તસ્કર ટોળકીયે પાંચ જેટલા કારના કાચ ફોડી ચોરી કરી હતી જેમાં એક કારમાં વેપારીની રિવોલ્વર પડી હતી તે પણ દસ કરો ચોરી કરી ભાગી ગયા હતા. જ્યારે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે માલવયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પંચશીલ સોસાયટીમાં પણ એક કારના કાચ તોડીને તેમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ગંભીર બનાવવાની લઈ ખુદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને હાલ આ મામલે બી ડિવિઝન પોલીસ પીઆઇ બારોટ દ્વારા વેપારીની ફરિયાદ પરથી ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.બનાવ અંગેની મળતી માહિતી અનુસાર શહેરમાં એક નવી તસ્કર ટોળકી સક્રિય બની હોય તેવું સામે આવી રહ્યું છે.જેમાં આ તસ્કર ટોળકી દ્વારા રણછોડ નગરમાં 16માં આવેલી 5 જેટલી કારના કાચ તોડી તેમાંથી ચોરી કરી હતી.જેમાં એક કારમાં બ્રિજેશ ગજેરા નામના વેપારીની છે.જે વેપારી દ્વારા લાયસન્સ વાળી પોતાની રિવોલ્વર તેના ઘરમાં રાખવાના બદલે તેને કારમાં રાખી હતી જે તસ્કરો ચોરી કરીને જતા રહ્યા હતા. જ્યારે આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસને થતા પીઆઇ બારોટ સહિતની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી અને આસપાસના સીસીટીવી ફૂટેજો તપાસીયા હતા.
જ્યારે આ ગંભીર ઘટનાને લઈને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ને જાણ થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બી ડિવિઝન પોલીસને તપાસ કરવાના આદેશો આપ્યા હતા જેમાં પોલીસ દ્વારા બ્રિજેશ ગજેરા નામના વેપારીની ફરિયાદ પરથી આગળની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વેપારી દ્વારા તેના કારમાં રિવોલ્વર રાખવામાં આવી હોવાથી જે ચોરી થઈ ગઈ હતી જે આ ચોરી થયેલ રિવોલ્વર દ્વારા કોઈ ગંભીર ગુનો ન કરવામાં આવે તે માટે હાલ પોલીસ દ્વારા તસ્કરોને પકડી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે માલવયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પંચશીલ સોસાયટીમાં પણ એક કારના કાચ તોડી તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી જ્યારે બે કારમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે મામલે માલવયા નગર પોલીસ દ્વારા નોંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યારે આ બે બનાવોના સીસીટીવી ફૂટેજો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.