નવી કાર લેવા બાબતે ઝઘડો કરી માર મારતા નોંધાતો ગુનો
હળવદના રણછોડગઢ ગામે યુવક દુકાને બેઠા હોય ત્યારે એક શખ્સે આવી યુવકને તે નવી ગાડી લીધેલ છે તો શું ગામમાં સિનસપાટા મારે છે. તેમ કહી ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી બાદ યુવકના ઘરે જઈ ચાર શખ્સોએ પોતાના હાથમાં હથીયાર લઈ આવી યુવકને ધાર્યું માથામાં મારી ઈજા પહોંચાડી હતી તેમજ પ્રમીલાબેનને ધોકા વડે ડાબા પગમાં ઈજા પહોંચાડી હતી તથા મધુબેનને ધોકા વડે ઇજા પહોંચાડી હતી અને જયદીપભાઈને પાઈપ વતી પેટના ભાગે મુંઢ ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી વિગત પ્રમાણે, હળવદના રણછોડગઢ ગામે રહેતા સંજયભાઇ દેવશીભાઇ સુરેલા (ઉ.વ.27) એ પોતાના ગામના ભરતભાઇ ગંગારામભાઇની દુકાને બેઠા હોય ત્યારે આ કામના આરોપી વિક્રમભાઈ મુળજીભાઈ ફિસડીયાએ આવી ફરીયાદીને તે નવી ગાડી લીધેલ છે તો શુ ગામમાં સિનસપાટા મારેશ તેમ કહી ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી બાદમાં ફરીયાદી પોતાના ઘરે જતા રહેલ હોય ત્યારે ચાર જણા પોતાના હાથમાં હથિયાર લઇ આવી આરોપી વિક્રમભાઈએ ફરીયાદીને માથામા તથા ડાબા હાથના પંજામાં ધારીયાથી મારી ઇજા કરી તથા આરોપી વિરમભાઇએ ફરીયાદીને ધોકાથી શરીરે મુંઢ ઇજાઓ કરી તથા સાહેદ પ્રેમીલાબેનને ધોકા વતી ડાબા પગમાં મારી ઇજા કરી તથા આરોપી ચંદ્રિકાબેનએ સાહેદ માનુબેનને ધોકા વડે માંથામાં મારી ફુટની ઇજા કરી તથા આરોપી પફાભાઈએ સાહેદ જયદિપભાઇને પાઇપ વતી પેટના ભાગે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સંજયભાઈએ ચારેય આરોપીઓ વિક્રમભાઇ મુળજીભાઇ ફિસડીયા, ચંદ્રિકાબેન વિક્રમભાઇ કોળી, વિરમભાઇ મુળજીભાઇ કોળી, પફાભાઇ દિનેશભાઇ કોળી રહે. બધા રણછોડગઢ ગામ, તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.