ત્રણ વર્ષથી નાના બાળકોને નિ:શૂલ્ક પ્રવેશ:મુલાકાતનો સમય સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે: દર સોમવારે રામવન બંધ રહેશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામવન અર્થાત અર્બન ફોરેસ્ટ માં પ્રવેશવી જાહેર કરવામાં આવી છે ત્રણ વર્ષથી નીચેના ઉંમરના બાળકોને રામ વનમાં નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે જ્યારે બાળકોની ટિકિટનો દર 10 રૂપિયા અને મોટી ઉંમરના લોકોની ટિકિટ નો દર રૂપિયા 20 નિયત કરવામાં આવ્યો છે દર સોમવારે રામવન મુલાકાતઓ માટે બંધ રાખવામાં આવશે.

આ અંગે માહિતી આપતા મેયર  ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર  અમિત અરોરા અને બાગ બગીચા સમિતિ ચેરમેન  અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “રામવન” – અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ ગઈકાલ સુધી રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આજે અને આવતી કાલે સફાઈ કામગીરી હાથ ધરવા માટે રામવન અર્બન ફોરેસ્ટ મુલાકાતીઓ માટે બંધ રહેશે. હવે તા. 31થી રામ વનમાં પ્રવેશ માટે ટિકિટનાં દર રાખવામાં આવેલ છે. જે મુજબ હાલના તબક્કે  0 થી 3 વર્ષના બાળકો માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે જ્યારે 3 થી 12 વર્ષના મુલાકાતીઓ માટે રૂ. 10/- અને 12 વર્ષથી મોટી ઉંમરના મુલાકાતીઓ માટે રૂ.20/- રાખવામાં આવેલ છે. રામવનની મુલાકાતનો સમય સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે તેમજ દર અઠવાડિયે સોમવારે રામવન બંધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.