રાજુલા ના વાવડી ગામે ભાગ્યું રાખીને મજૂરી કરતા મધ્યપ્રદેશના મજૂર માં15વરસના પુત્રને ખેતરેથી પાછા ફરી રહ્યા હતા ત્યારે 3 -4 બચ્ચાં વાળી સિંહને કિશોર ને ફાડી ખાતા મજૂર પરિવાર પર આફત આવી પડી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજુલા ના વાવડી ગામે મનસુખભાઇ રામભાઈ શેલડીયા ની વાડીએ સુમરા મસાનીયા નામના મધ્ય પ્રદેશ ના ખેત મજૂર જે ભાગ્યું રાખી ને મજૂરી કામ કરતા હતા તેનો 15 વરસના પુત્ર સહિત 10 થી 12 લોકો વાડીએથી સાંજે 6/-00 વાગે ગામ માં આવી રહ્યા હતા ત્યારે સિંહને સુમરા મસાનિયા ના પુત્ર રાહુલ ની ઉપર હુમલો કરી અડધું અંગ ખાઈ ગયેલ આ હુમલા સમયે હાજર માંથી લોકો માં નાસભાગ મચી ગયેલ,બાદ માં ફોરેસ્ટ વિભાગ ને જન કરતા મૃતક નું ડેડ બોડી રાજુલા સરકારી હોસ્પિટલ માં લાવવામાં આવેલ જ્યાં મૃતકનું પીએમ કરવામાં આવેલ હતું.આ અંગે મૃત ના પરિવાર દ્વારા જણાવવામાં આવેલ છે કે, અમો મધ્યપ્રદેશ થી પેટીયુ રળવા અહી આવેલ છીએ એ ગરીબ પરિવાર ના હોઈએ સરકાર આ બાબતે અમારા પરિવારને મદદ કરે તેમ જનાવેલ હતું.