સમગ્ર શહેર મા અસામાજિક તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ
રાજુલા શહેર મા સાવરકુંડલા તરફ જવા ના માર્ગે અને ધમધમતા માર્ગ ઉપર છેલ્લા ઘણા સમય થી અસામાજિક તત્વો અને લૂખા તત્વો નો રાત્રી ના અને સાંજ ના સમયે અડ્ડો જામે છે જેને લઈ ને લોકો મા રોષ હતો તેવા સમયે ગઈ કાલે સાંજે એચ.ડી.એફ.સી.બેન્ક ના કર્મચારી પરેશભાઈ ભીખાભાઇ ટાંક ના ઘર પાસે કેટલાક યુવાનો આંટા મારતા હતા તે આંટા મારવા ની ના પાડતા ૪ જેટલા ઈસમો એ બેન્ક ની સામે બહાર પરેશભાઈ ને ઢીકા પાટુ થી મૂંઢ મારમારી જાન થી મારી નાખવા ની ધમકી આપતા શહેત ભર મા ચકચાર મચી ગઇ હતી.
ખુલ્લેઆમ દાદાગીરી કરી માર મારતા સમગ્ર ઘટના ક્રમ સીસીટીવી મા કેદ થયો હતો જોકે ઘટના ની જાણ થતાં રાજુલા પોલીસ દોડી ગઈ અને અસમાજિક તત્વો માર મારી નાચી છૂટ્યા હતા અને પરેશભાઈ ટાંક એ રાજુલા પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવતા રાજુલા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પી.આઈ.દીપસિંહ તુવર,ધનસુખભાઈ,છગનભાઈ સહિત પોલીસ સ્ટાફ એ તપાસ હાથ ધરી છે.
જેમા આરોપી અમીન મધરા, સાહિલ ઉર્ફે ટીટો,જુનેદ કાજી,ફરીદ ઉર્ફે બાબા,સહિત રાજુલા પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાય હતી ભોગ બનનાર પરેશભાઈ ટાંક ને માર મારવા ની ઘટના બાદ કુંભાર સમાજમા પણ ભારે રોષ ફાટી જોવા મળ્યો હતો અને આરોપી સામે કડક હાથે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી હતી સાથે સાથે મહત્વ ની વાત એ છે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ફરીદ ઉર્ફે બાબા ના પિતા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે અને તેમની મોટી બહેન પણ રાજુલા પોલીસ સ્ટેશન મા મહિલા પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે તેને લઈ ને કેટલાક અસામાજિક તત્વો ભારે દાદાગીરી કરી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે.
જ્યારે કાયદો વ્યવથા ની જવાબદારી જેમના શિરે છે તેવા પોલીસ કર્મી ના પુત્ર ની દાદાગીરી ના કારણે લોકો મા વધુ રોષ જોવા મળી રહ્યો છે સાથે સાથે સમગ્ર ઘટના ના સીસીટીવી શોશ્યલ મીડીયા મા વાયરલ થયા છે જેને લઈ ને રાજુલા શહેર મા પણ વિડ્યો સર્ચા નુ કેન્દ્ર બન્યો છે જોકે સમગ્ર ઘટના બાદ રાજુલા પોલીસ દ્વારા આરોપી ને ઝડપી પાડવા માટે ની કવાયત હાથ ધરી છે પોલીસ સૂત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ તમામ આરોપી પોલીસ ગણતરી ની કલાકો મા ઝડપી પાડે તેવી શકયતા…..