રાજુલા એસ.ટી. તંત્ર દ્વારા અખબારી અહેવાલો બાદ સફાળુ જાગુ ઉઠ્યુ હતુ અને અમરેલી નિયામકને થયેલ રજૂઆતના અનુસંધાને તાબડતોબ કેટલાક રુટો શરુ કરવામાં આવ્યા પરંતુ તે ફક્ત સવારના જ રુટો શરુ કરવામાં આવતા સાવરે રાજુલા આવેલા લોકો પરત શો માં જાય કે પછી બીજા દિવસે સવારે જવાનો વારો આવે તેવા રુટોમાં રાજુલાથી પીપાવાવ પોર્ટ બસ સવારે રાજુલાથી ઉપડે છે જે ભેરાઇ, રામપરા-૨ થઇને પીપાવાવ જાય પરંતુ શિયાળબેટના લોકો જો આ બસમાં આવે તો પરત શો માં જાય તે પણ એક પ્રશ્ન ઉભો થયેલ છે. જેના માટે એક રુટ બપોરના ૧:૦૦ વાગ્યે રાજુલા થી શિયાળવેટ જેટીનો શુર કરવો જોઇએ તેમજ રાજુલ ઉચૈયા બસ જે છે તે પણ સવારે જ જાય છે તેમા પણ બપોરનો રુટ શરુ કરવો જોઇએ રાજુલા ઉચૈયા રુટમાં છતડીયા, વડ, ભચાદર, ઉમૈયા એમ ચાર ગામનો લાભ મળે તેમ છે. માત્ર એસ.ટી.ના રુટ શરુ છે.
તેવુ બતાવવા માટે નહીં પરંતુ ખરેખર પ્રજાને કામ લાગે તેવા રુટ શરુ કરવા લોક માંગણી ઉકેલ છે. રાજુલા કાતર બસને કોટડી સુધી લંબાવવા આવેલ છે. જેનાથી થોડા ઘણા અંશે વિદ્યાર્થીઓને લાભ થયેલ છે. સરકાર દ્વારા બેટી-બચાવ, બેટી પઢાવોના નારા તો જોરશોરથી લગાવાય છે. પરંતુ દિકરીઓને ગામડામાંથી સરકારની મફત પાસ યોજનાના લાભથી એસ.ટી.બસો નહી જાતી હોવાથી મળતો નથી અને દિકરીઓને ખાનગી વાહનોનો આશરો લેવો પડે છે. જેથી એસ.ટી. તંત્ર રાજુલા દ્વારા વિદ્યાર્થીઓને લાભ મળી રહે તેવી રીતે રુટો શરુ કરવા લોક માંગણી ઉકેલ છે. તેમજ નવા લાંબા રુટો પણ શરુ કરવા માંગ ઉકેલ છે.