- રોજ ૪૦૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે સ્ટાફના અભાવે દર્દીને અન્ય રીફર કરવાની પડે છે ફરજ
રાજુલાની ભુતા વોરા સિવિલ હોસ્૫િટલ ૨૦૧૨માં અપગ્રેડ થઇ છે. અને આ જાફરાબાદ રાજુલા ખાંભા ત્રણ તાલુકાના દર્દીઓ માટે આશિર્વાદરુપ છે. આ હોસ્પિટલ ત્રણ કરોડના ખર્ચે આધુનીક બનવામાં આવી છે. અંદાજે ૧૦૦ બેડ જેટલી સુવિધાઓ પ્રાપ્ત થઇ છે. પરંતુ હાલ આ હોસ્પિટલ ત્રણેક તાલુકાના સ્ટાફના અભાવે આ હોસ્પિટલ “રિફર હોસ્પિટલ બની ગઇ છે. દર્દીની સંખ્યા રોજની ૩૦૦ થી ૪૦૦ ની હોય છે પરંતુ મોટાભાગના દર્દીઓને બહાર જવું પડે છે. કારણ કે અહીં ૧૦૦ જેટલો સ્ટાફે છે. પરંતુ ૬૦ જેટલી મહત્વની જગ્યાઓ ખાલી છે.
જે પૈકીની સુપ્રિડેન્ટેડ, ફીઝીશયન, જનરલ સર્જન, ગાયનોલોજીસ્ટ-૧, સાયક્રીયાટીસ્ટ પેડીટ્રીશયન એનેસ્થેસ્ટીસ્ટ, ઇએનટી સર્જન, ઓપ્થોલ્મોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ,: પેથોલોજીસ્ટ, વહીવટી આસી મેટ્ટન, હેડનર્સ-ર, કચેરી અધિક્ષક-૧ હેડ કલાર્ક-૧ સીનીયર કલાર્ક-૧ જુનીયર કલાર્ક-૧ ડ્રાઇવર-૧ ઇસીજી ટેકનીશીયન-૧ લેબોરેટરી ટેકનીશયન-૧ ચીફ ફાર્માસીસ્ટ, ફાર્માસીસ્ટ-૧ ડાયેટીશન, એકસરે ટેકનીશ, એકસે આસીસ્ટન્ટ, રસોયા, વોર્ડ બોય આયા સ્પીકર સહીત જગ્યાઓ ખાલી છે. તેમજ આ હોસ્પિટલમાં ચાલતુ પી.પી. યુનિટ કેન્દ્ર સ્ત્રીરોગ નિષ્ણાંત-૧ બાળરોગ-૧, ફિલ્ડ વર્ક-૩, લેબોટેક-૧, હેલ્થ વિઝીટર-૧ ઓટી એટેન્ટ મહન્વતી ૬૦ જેટલી જગ્યાઓ ખાલી હોવાથી ભારે મુશ્કેલી પડે છે. આ પ્રશ્ર્ને આ વિસ્તારમાં અવારનવાર અકસ્માતના બનાવો ભયંકર મુશ્કેલી પડે છે. આ પ્રશ્ર્ન ગંભીર ગણી શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીત ધાંખડાએ જણાવ્યું નપાની ચુંટણીઓ પૂર્ણ થયા બાદ તાત્કાલીક ડોકટરોની જગ્યાભર કોંગ્રેસ સમીતી દ્વારા ઉપવાસ સહીત ના કાર્યકમો હાથ ધરાશે ડોકટર નહી નિમાય ત્યૉ સુધી લડત ચાલુ રહેશે.
તાલુકા પંચાયતના પ્રમુખ વલ્કુભાઇ બોસે જણાવ્યું હતું કે આ જાફરાબાદ રાજુલાના છેવાડાના ગામડાના લોકો અહી આવે ત્યારે આ હોસ્પિટલમાં હાડકાના બાળકોના ડોકટર ન હોવાથી ધર્મ ધકકો ખાઇ અહી મહુવા કે ભાવનગર જવું પડે છે. ત્યારે સરકારે તાકીદે હોસ્૫િટલમાં જગ્યાઓ ભરવી જોઇએ આ બાબતે ડો. જેઠવા એ જણાવ્યું હતું કે અહી અસંખ્ય દર્દીઓ આવે છે ઓછા સ્ટાફ હોવા છતાં રાત દિવસ જોયા વગર દર્દીઓની સેવા કરી એ છીએ સ્ટાફ નિમવામાં આવે તો અમને પણ રીફર કરવાની ફરજ ન પડે.