વોર્ડ નં.૧૩ના કોંગ્રેસના ઉમેદવાર આદિત્યસિંહ ગોહિલ, રવિભાઈ વેકરીયા, જાગૃતિબેન ડાંગર અને ગીતાબેન મુછડીયા તરફ મતદારોનો ઝૂકાવ
મતદાનના એક દિવસ પૂર્વે જ વોર્ડ નં.૧૩માં કોંગ્રેસના ચારેય ઉમેદવારોને તોતીંગ જીત નિશ્ચિત થઈ ગઈ હોય તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. ફરી એક વખત વોર્ડના મતદારો ભાજપના ગાલે પંજો પાડવા મક્કમ બની ગયા છે. વોર્ડના વિકાસ માટે કોંગ્રેસના કોર્પોરેટરોએ પાંચ વર્ષ સુધી કરેલી સેવાનું ઋણ ચૂકવવા મતદારો રીતસર થનગની રહ્યાં છે.વોર્ડ નં.૧૩ના કોંગ્રેસના ઉમેદવાર આદિત્યસિંહ ગોહિલ, રવિભાઈ વેકરીયા, જાગૃતિબેન ડાંગર અને ગીતાબેન મુછડીયાને ચૂંટણી પ્રચારમાં જબ્બરજસ્ત સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. ભાજપના ઉમેદવારોને જાકારો પણ મળી રહ્યો છે. ૨૦૧૫માં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં.૧૩માં ભાજપ માત્ર એક બેઠક જીત્યું હતું પરંતુ આ વખતે મતદારો ભાજપનું ખાતુ પણ વોર્ડમાં ખોલાવા માંગતા નથી અને કોંગ્રેસના ચારેય સેવાભાવી ઉમેદવારોને તોતીંગ લીડ સાથે જીતાડી મહાનગરપાલિકામાં મોકલવા માંગે છે. માત્રને માત્ર સત્તા માટે પક્ષ પલ્ટો કરી જનાદેશને ઠુકરાવનાર ભાજપના ઉમેદવારો સામે પણ લોકોમાં ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે. સત્તા માટે પક્ષ પલ્ટો કર્યો જેના કારણે પેટા ચૂંટણીનો બોઝ રાજકોટવાસીઓએ સહન કરવો પડ્યો. વોર્ડ નં.૧૩ના નગર સેવીકા તરીકે જાગૃતિબેન ડાંગરે સતત લોકોના પ્રશ્ર્ન હલ કર્યા છે. તો વિદ્યાર્થી નેતા આદિત્યસિંહ ગોહિલે પણ છાત્રોની સમસ્યા હલ કરવા માટે ક્યારેય પાછીપાની કરી નથી. ગીતાબેન મુછડીયાએ પણ નગરસેવીકા તરીકે સર્વોત્તમ કામગીરી કરી છે તો રવિભાઈ વેકરીયા માત્રને માત્ર સેવાના આશ્રય સાથે ચૂંટણી લડી રહ્યાં છે. જે રીતે વોર્ડ નં.૧૩માં કોંગ્રેસના ચારેય ઉમેદવારોને લોકોનું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે તે જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે, આ વખતે વોર્ડ નં.૧૩માં ભાજપનો સફાયો થઈ જશે અને એક પણ બેઠક મળશે નહીં. ચારેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો તોતીંગ લીડ સાથે જીતી રહ્યાં હોવાના આસાદ મળી રહ્યાં છે.