- જૂનાગઢ અને રાજકોટમાં બે દિવસ પહેલાં ઝડપાયેલો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મુંબઇથી આવ્યો’તો
- મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઇલ અને રોકડ મળી રૂા.1.22 લાખનો મુદામાલ કબ્જે: મુંબઇથી ડ્રગ્સ લાવ્યાની કબુલાત
યુવાધનને બરબાદ કરતા નશીલા પર્દાથના થતા બેફામ વેચાણ અંગે પોલીસ સ્ટાફ સક્રીય બની માદક પદાર્થનું વેચાણ કરતી નામચીન મહિલા સહિત બે શખ્સોને 10.75 કરોડની કિંમતના એમ.ડી.ડ્રગ્સ સાથે કુવાડવા રોડ પરની રામધામ સોસાયટી પાસે હર્ષિલ ટાઉનશી પાસેથી એસઓજી સ્ટાફે ઝડપી લીધા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતી નામચીન મહિલા સુધાર સુનિલ ધામેલીયા નામની 34 વર્ષના વાળંદ યુવતી અને ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા અનિરૂધ્ધસિંહ અરવિંદસિંહ વાઘેલા નામના શખ્સ કુવાડવા રોડ પર આવેલી રામધામ સોસાયટી પાસે હર્ષિલ ટાઉનસીપમાં મેડ્રેગ્સ ડ્રગ્સની ડીલીવરી કરવા ગયાની બાતમીના આધારે એસઓજી પી.આઇ.જે.ડે. ઝાલા, પીએસઆઇ ડી.બી.ખેર, હેડ કોન્સ્ટેબલ મોહિતસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ જાડેજા, ફિરોજભાઇ રાઠોડ, હાર્દિકસિંહ પરમાર, રણછોડભાઇ આલ, દિવ્યરાજસિંહ અને મહિલા કોન્સ્ટેબલ દિપલબેન સહિના સ્ટાફે એફએસએલ અધિકારી વાય.એચ.દવેને સાથે રાખી હર્ષિલ ટાઉનસીપ ખાતેથી બંનેને રૂા.1,07,500ની કિંમતનું 10.75 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે.
સુધા ધામેલીયા આ પહેલાં આશાસ્પદ ક્રિકેટર અને તેની પત્નીને ડ્રગ્સના રવાડે ચડાવ્યા હતા તેમજ સાધુવાસવાણી રોડ પર ડ્રગ્સ અંગેની બાતમી કેમ આપી કહી એક યુવાનને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં ઝડપાતા તેની પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવી હતી. જેલમાંથી છુટી ફરી ડ્રગ્સનું વેચાણ કરતી સુધા ધામેલીયાની પૂછપરછ કરતા તે મુંબઇથી ડ્રગ્સ લાવી લોવાની કબુલાત આપી છે. જ્યારે અનિધ્ધસિંહ વાઘેલા આ પહેલાં મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયો છે. એસઓજી સ્ટાફે બે દિવસ પહેલાં જ મનહર પ્લોટ શેરી નંબર 2માં આવેલા પાવન એપાર્ટમેન્ટમાં દરોડો પાડી યોગેશ હસમુખલાલ બારભાયા નામના શ્રીમાળી વણિક શખ્સને રૂા.6.69 લાખની કિંમતના 66.90 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. જ્યારે જૂનાગઢ પોલીસે બિલખા રોડ પરથી સાગર ઉર્ફે સાગરા રાઠોડને રૂા.5.50 લાખની કિંમતના એમ.ડી.ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. મનહર પ્લોટના યોગેશ બારભાયા, જૂનાગઢના સાગર ઉર્ફે સાગરો રાઠોડ અને નામચીન મહિલા સુધા ધામેલીયા પાસે એમ.ડી.ડ્રગ્સ મુંબઇથી આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા ત્રણેય ઘટનામાં એક જ શખ્સની સંડોવણી હોવાની શંકા સાથે પોલીસે મુંબઇના ડ્રગ્સ સપ્લાયરની શોધખોળ હાથધરી છે.