લગ્નપ્રસંગમાં કાર જઇ જવાનું કહી જીપીએસ સિસ્ટમ બંધ કરી દેતા સંચાલકે પોલીસમાં ગુનો નોંધાવ્યો
રાજકોટમાં મવડી પ્લોટમાં માયાણીનગર શેરી નં. ૬માં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા યુવાનની બે કાર જેના પાર્ટનર પાસેથી લગ્ન પ્રસંગમાં ચાર દિવસ માટે એક ગઠિયો ભાડે લઈ ગયો હતો.બાદ તેને કારમાં રહેલું જીપીએસ સિસ્ટમ બંધ કરી દેતા કાર લઇ જનારનો કોઈ પતો નહિ લાગતા સંચાલકે પોલીસમાં છેતરપીંડી ની ફરિયાદ નોધાવી છે.
મવડી પ્લોટમાં માયાણીનગર શેરી નં. ૬માં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા ધવલભાઈ સુરેશભાઈ બોરીચા પોતાની પોલીસ ફરિયાદમાં આરોપમાં તેની ગાડી ભાડે લઇ જનાર ખુસરુ ફોગ (રહે. મોવિયા રોડ, ગોંડલ)નું નામ આપ્યું છે.જેમાં તેને જણાવ્યું હતું કે, તે પાર્ટનરશીપમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. ગઇ તા. ૧ના તેના પાર્ટનરના ઓળખીતા આરોપી ખુસરૂ કે જે ગોંડલ રહે છે. તેણે તેના પાર્ટનરને ફોન કરી ‘મારે લગ્ન પ્રસંગ હોય ચાર દિવસ માટે ક્રેટા કાર ભાડે જોઇએ છે’ તેમ કહેતા તેના પાર્ટનરે ક્રેટા હાલ ભાડે ગયેલ છે, આવતીકાલે આવી જશે, તેનું રોજનું ભાડુ ૪૦૦૦ થશે તેમ કહ્યું હતું.
જેથી બીજા દિવસે તા. ૨ના આરોપીએ ફરીથી ફોન કરી કાર ક્યારે આવશે તેમ પૂછતા તેણે સાંજે પાંચ વાગ્યે આવી જશે અને લઇ જવાનું કહેતા આરોપી ગાડી લેવા આવ્યો હતો. તેના પાર્ટનર પાસેથી તેના માલિકીની કાર મવડી ચોકડી બ્રીજ નીચે સોંપાઇ હતી. ત્યારબાદ ગઇ તા. ૬-૧ના તેને તેના પાર્ટનરનો ફોન આવ્યો હતો અને તેના ઓળખીતા આરોપી ખુસરૂ કે જે ક્રેટા કાર ભાડે ગઇ ગયો છે તેને કાર હજુ વધારે દિવસ ભાડે રાખવી છે અને બીજી આઈ-૨૦ કાર પણ ચાર દિવસ પૂરતી ભાડે જોઇએ છે. એક દિવસના ૨૨૦૦ રૂપિયા ભાડુ આપશે તેમ કહેતા કાર રાત્રિના આરોપીને આપી હતી.
ચાર દિવસ બાદ તેણે તેના પાર્ટનરને આપણી ગાડીનું શું થયું ? ચાર દિવસ થઇ ગયા, ફોન કરો તેમ કહેતા તેણે આરોપીને ફોન કર્યો હતો. આ સમયે આરોપીએ મારે હજુ ગાડીની ૧૫ દિવસની જરૂરત છે, હું તમને ભાડુ આપી દઇશ તેમ વાત કરી હતી. ત્યારબાદ તેમને ગાડીમાં લગાવેલા જીપીઆરએસના લોકેશન ટ્રેસ કરતા લોકેશન આવ્યું ન હતું. જેથી તેને શંકા જતા આરોપીને ફોન કરવાનું ચાલુ કરતા ફોન ઉપાડવાના બંધ કરી દેતા તેમને પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.