હવામાન વિભાગમાં ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસાદ શરૂ હતો. ત્યારે બપોરે 3 વાગ્યા પછી રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાજકોટમાં આજે અંદાજીત દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે.
આ સાથે જ લક્ષ્મીનગરનુ નાળુ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જ્યારે મોરબીમાં આજે 1 ઈંચ અને ટંકારામાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસમાં 2થી 10 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે. 10 તારીખે ભારે વરસાદ પડી શકે છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.