નાસ્તાના પેકેટ, તમ્બાકુ અને ચૂનાના પેકેટ સહિત રૂ.૧૧૦૦ના મુદામાલ સાથે બે ધ્રોલના વેપારીને ઝડપી પાડતી ભકિતનગર પોલીસ

રાજકોટમાં કોરોનાની મહામારીને પગલે પોલીસ કમિશ્નર દ્વારા જાગરણના પર્વ નિમિતે ઘરે બેસી ઉજવાણી કરવાનું અને કર્ફયુની અમલવારી કરવાનું જાહેરનામુ હોવા છતાં ગોંડલ રોડ પાસે વેપાર કરતા ધ્રોલના બે સહિત ત્રણ શખ્સોને નાસ્તાના પેકેટ, તમ્બાકુ અને ચૂનાના પેકેટ સાથે રૂા. ૧૧૦૦ના મુદામાલસાથે ભકિતનગર પોલીસે ઝડપી પાડયા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોરોનાની મહામારી અંતર્ગત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાગરણના પર્વ નિમિતે કર્ફયુના સમયગાળા દરમિયાન ઘરમાં જ બેસી જાગરણની ઉજવણી કરવાનો અનૂરોધ કર્યો હોવા છતાં ગોંડલ રોડ પર સાધના રેસ્ટોરન્ટની બાજુમાં ડીલક્ષ પાન નામની દુકાનમાં કર્ફયુના સમયગાળામાં પણ વેપાર કરતા ધ્રોલના મહેશ હરી રાઠોડ, ગૌતમ બુચ કુંભારવાડીયા અને રાજકોટ દેવપરા વિસ્તારનો રવિરાજસિંહ દિલીપસિંહ ઝાલા નામના ત્રણ શખ્સો પાનની દુકાન ખુલી રાખી ધંધો કરતા હોવાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઈ વી.કે.ગઢવી, પીએસ આઈ પી.બી. જેબલીયા, ફિરોજભાઈ શેખ સહિતના સ્ટાફે રૂા.૫૦૦ની કિમંતના નાસ્તાના પેકેટ, રૂા.૫૦૦ની કિંમતનું તમ્બાકુનું પેકેટ અને રૂા.૧૦૦ની કિમંતનું ચૂનાના પેકેટ સહિત રૂા.૧૧૦૦ની કિમંતનો મુદામાલ કબ્જે કરી ત્રણેય વેપારી પર કાયદેસરની કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.