સામુ જોવા જેવી સામાન્ય બાબતે કાયદાના જાણકાર કાયદો હાથમાં લઇ છરીના ૧૮ ઘા ઝીંકી હત્યા કર્યાની વાત પોલીસ અધિકારીઓના ગળે ન ઉતરી
સીસીટીવી ફુટેજ કેમ જાહેર ન થયા?, મોબાઇલ લોકેશન અને સગા-સંબંધીઓની પૂછપરછ આધારે તપાસ
શહેરના ઇન્દિરા સર્કલ પાસે ગતરાતે સરા જાહેર કાઠી યુવાનની બે પોલીસમેન સહિતના શખ્સોએ છરીના ૧૮ ઘા ઝીંકી કરેલી હત્યા પાછળ સામુ જોવા જેવી સામાન્ય બાબતે બનાવનું જાહેર કરવામાં આવ્યું છે. આવી સામાન્ય બાબતે કાયદાના જાણકાર કાયદો હાથમાં લઇ હત્યા કરવા સુધી વાત પહોચે તે વાત પોલીસ અધિકારીના ગળે ઉતરતી નથી તો શું? હત્યા પાછળ કારણ હોય શકે તે તો હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સો ઝડપાયા બાદ જ સત્ય વિગતો બહાર આવે તેમ છે ત્યારે હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની ચર્ચાએ પણ ચકચાર જગાડી છે.
જસદણના કુલદીપભાઇ ચાપરાજભાઇ ખવડ નામના યુવાનની હત્યા અને આણંદપરના અભિલવભાઇ શિવરાજભાઇ પર ખૂની હુમલા અંગેની પ્ર.નગરના પોલીસમેન વિજય ડાંગર, ટ્રાફિકના હીરેન ખેરડીયા અને અર્જુનસિંહ ચૌહાણ સહિતના શખ્સોએ હત્યા કર્યાની ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જુદી જુદી ટીમ બનાવી વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.
હત્યા પાછળ સામું જોવા જેવી સામાન્ય બાબતે થયાનું જાહેર કરાયું છે. તે વાત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાલ નકારી હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સો ઝડપાયા બાદ જ સ્પષ્ટ બને તેમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હત્યામાં સંડોવાયેલા વિજય ડાંગર અને હીરેન ખેરડીયા પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. પોતાની સાથે છરી રાખવી તે પણ ગુનો ગણાય તેવું સારી રીતે સમજે છે તેમ છતાં પોતાની સાથે છરી રાખી ૧૮ ઘા ઝીંકી હત્યા કરવાની કેમ ફરજ પડી તે અંગે રહસ્ય વધુને વધુ ગુચવાઇ રહ્યું છે.
ઇન્દિરા સર્કલ પાસે આઇ-વે પ્રોઝેકટના નાઇટ વિઝન કેમેરા કાર્યરત છે તો પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજની કેમ મદદ લેવામાં આવતી નથી, હત્યામાં પોલીસની સંડોવણી હોવાના કારણે સીસીટીવી ફુટેજ ડીલીટ કરવામાં આવ્યા છે કે ચોક્કસ ઇરાદા સાથે જાહેર કરવામાં આવ્યા નથી તે અંગે ચાલતી ચર્ચાએ ચકચાર જગાડી છે.
હત્યા પાછળ સામાન્ય રીતે જળ, જમીન અને જો‚ કારણભૂત હોય છે ત્યારે સામું જોવા જેવી બાબતે હત્યા કરાઇ અને તે પણ પોલીસમેન હત્યા કરે તે વાત કેટલા અંશે ગળે ઉતરે તેવો સવાલ થઇ રહ્યો છે. હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની ચાલતી ચર્ચા અંગે પોલીસ તે દિશામાં ઉંડી તપાસ કરે તો કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ગાંધીગ્રામ પોલીસની જુદી જુદી ટીમ બનાવી બંને પોલીસમેનને તાકીદે ઝડપી લેવાના આદેશ કર્યા છે. બંને પોલીસમેન ઝડપાયા બાદ જ તેની સાથે અન્ય કોણ સંડોવાયું હતું. અને હત્યા પાછળ સાચુ કારણ શું તે બહાર લાવવા પોલીસ દ્વારા કવાયત હાથધરવામાં આવી છે. વિજય ડાંગર અને હીરેન ખેરડીયાના મોબાઇલ લોકેશન પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા હતા પણ બેનેએ પોલીસમાં ફરજ બજાવી હોવાથી પોતાના મોબાઇલ લોકેશન ન મળે તે માટે સ્વીચ ઓફ કરી દીધા છે. પોલીસે તેના સગા-સંબંધીઓની પૂછપરછ હાથધરી બંનેનું પગે‚ મેળવા ચક્રો ગતિમાન કર્યા છે