રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જેમાં પ્રથમ બે કલાકમાં 5.93 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ વોર્ડ નં.18માં 7.99 ટકા મતદાન નોંધાયું છે.
રાજ્યની છ મહાપાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે. જેમાં સવારે 7થી 9 વાગ્યા સુધી પ્રથમ બે કલાકમાં કુલ 5.93 ટકા મતદાન થયું હતું. જેમાં વોર્ડ નં. 1 – 4.29 %, વોર્ડ નં. 2 – 4.59 %, વોર્ડ નં.3 – 4.49 %, વોર્ડ નં. 4 – 7.22 %,વોર્ડ નં. 5 – 7.35 %, વોર્ડ નં. 6 – 6.27 %, વોર્ડ નં.7 – 3.76 %, વોર્ડ નં.8 – 5.96 %, વોર્ડ નં.9 – 5.43 %, વોર્ડ નં.10 – 6.46 %, વોર્ડ નં.11 – 7.32 %, વોર્ડ નં.12 – 6.74 %, વોર્ડ નં.13 – 5.82 %, વોર્ડ નં.14 – 4.53 %, વોર્ડ નં.15 – 6.49 %, વોર્ડ નં.16 -6.25 %, વોર્ડ નં.17 – 6.61 %,વોર્ડ નં.18 – 7.99 % મતદાન થયું છે.