- માતાના ઘરે જમવા આવેલો ત્યારે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીંકતા સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો
શહેરના કાલાવડ રોડ પર આવેલ નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા કટારીયા ચોકડી પાસે કટારીયા શોરૂમ ની પાછળ ઝુપડામાં રહેતા પુત્ર અને પાલક પિતા વચ્ચે બાઈક લઈ દેવાના મામલે થયેલી માથાકૂટમાં પાલક પિતાના માથામાં બોથડ પદાર્થના ધા ઝીકી મોતને ઘાટ ઉતારીયાની મૃતકના પત્નીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી છુટેલા જોગિન્દર રામસુરૂપની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ મૂળ હરિયાણા ના રેવાડી જિલ્લાના વતની અને હાલ શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલી કટારીયા ચોકડી પાછળ ઝૂંપડામાં રહેતા રાજેશ કુમારપાલ રાજપુત નામના યુવાનની જોગિન્દર કિશન રામ સ્વરૂપ નામના શખ્સે બોથડ પદાર્થના ધા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા અંગેની મૃતકના પત્ની કમલેશબેન રાજેશભાઈ રાજપૂતે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી કમલેશબેન નામની મહિલાના 22 વર્ષ પૂર્વે જ્ઞાતિના રિવાજ મુજબ કિસન રામ સ્વરૂપ સાથે લગ્ન થયા હતા જે લગ્ન જીવનથી ત્રણ પુત્રી અને બે પુત્રનો જન્મ થયો હતો બાદ છ વર્ષ પૂર્વે મોટી માતાના ભત્રીજા રાજેશ સાથે પ્રેમ સંબંધ થતાં અમે બન્ને રાજકોટ રહેવા આવેલ રાજેશ અને મારી સાથે ત્રીજા લગ્ન છે રાજેશ થકી મારે કોઈ સંતાન નથી અને રાજેશ ની પત્ની અને બાળકો વડોદરા રહે છે. મારો આગલા ઘરનો પુત્ર જોગીંદર છેલ્લા દસ-બાર દિવસથી તેની પત્ની અને પુત્ર સાથે રાજકોટ ના કણકોટ પાટીયા પાસે રહે છે. ગત તારીખ 18 ના રોજ સાંજના સાત કલાકે હું પતિ રાજેશ હતા ત્યારે પુત્ર જોગિન્દર અને તેની પત્ની અમારા ઘરે જમવા માટે આવેલા હતા. પુત્ર જોગિન્દર ને મારા પતિ રાજેશએ હોન્ડા લઈ દેવાનું કહેલું હતું જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં મેં બંનેને સમજાવ્યા હતા ને બાદ પુત્ર જોગીંદરે મારા પતિ રાજેશના માથામાં બોથડ પદાર્થ વડે હુમલો કરતા બૂમ પાડતા હું દોડી ગઈ હતી જ્યાં લોહી લુહાણ હાલતમાં જોતા 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો . પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તારીખ 19 ના રોજ રાજેશ નું મૃત્યુ નિપજત્તા બનાવ હત્યામાં પલટાયો હતો.આ બનાવની જાણ તાલુકા પોલીસ મથકના સ્ટાફને થતા હોસ્પિટલે દોડી જાય પત્ની કમલેશબેન ની ફરિયાદ પરથી તેના પુત્ર જોગેન્દ્ર કિશન સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો બાદ તાલુકા પોલીસ મથકના પી.આઈ.ડી.એમ હરિપરાએ નાસી છૂટેલા હત્યારા ને ઝડપી લેવા દોડધામ આદરી છે