રાજકોટમાં જામનગર રોડ પર આવેલા મનહરપુરમાં પત્નીએ મોડી રસોઈ બનાવતા પતિએ ઠપકો દીધો,જેનો ખાર રાખી સાળાએ તેના બનેવીને છરી મારી દીધાની ઘટના બની છે.

બનાવની મળતી માહિતી મુજબ મનહરપુરમાં રહેતા અને પડધરી આર્ટસ કોલેજમાં બીએમાં અભ્યાસ કરતાં મયૂર વિનોદભાઇ ધરજિયા (ઉ.વ.26)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના સાળા રવિ બિજલ લાલવાણીનું નામ આપ્યું હતું.જેમાં તેને જણાવ્યું હતું કે, તેણે એક વર્ષ પૂર્વે સોનલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા, બુધવારે સોનલનો ભાઇ આરોપી રવિ બીજલ લાલવાણી તેના ઘરે આવ્યો હતો, અગાઉ સોનલે રસોઇ મોડી બનાવી હતી તે બાબતે મયૂરે તેને ઠપકો આપ્યો હતો, જે બાબતનો ખાર રાખી રવિએ તેના બનેવી મયૂર સાથે માથાકૂટ કરી તેને ઢીકાપાટુનો માર મારી માથામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલો થતાં મયૂરે દેકારો કરતા તેનો સાળો નાસી ગયો હતો. મયૂરને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેથી પોલીસે ફરિયાદ પરથી રવિ લાલવાળી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.