ભાવનગરમાં ૨॥ ઈંચ, ઘોઘા-સિંહોરમાં ૨ ઈંચ, વલ્લભીપુરમાં ૧॥ ઈંચ, રાજુલામાં ૧ ઈંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં સવારી વાદળછાંયુ વાતાવરણ
રાજકોટમાં ૭૦ વર્ષના ઈતિહાસમાં માત્ર ૪ વખત જ ૫૦ ઈંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. આ વર્ષે જે રીતે અનરાધાર હેત વરસાવી રહ્યાં છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે, આ વર્ષે ચોમાસાની સીઝનમાં શહેરમાં ૫૦ ઈંચ કે તેથી વધુ વરસાદ પડે. જો કે જે રીતે ઉપરવાસના વિસ્તારોમાં ચેકડેમ બની ગયા છે તે જોતા એવો પ્રર્શ્ર્નો પણ ઈ રહ્યો છે કે રાજકોટની જીવાદોરી સમા આજી ડેમ શહેરમાં ૫૦ ઈંચ વરસાદ પડશે તો પણ છલકાશે કે કેમ ? આજ સુધીમાં શહેરમાં સીઝનનો કુલ ૨૩ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. રવિવારે રાજકોટ સહિત મોટાભાગના જિલ્લાઓમાં જાણે મેઘરાજાએ આરામ ફરમાવ્યો હોય તેમ ભાવનગર જિલ્લાને બાદ કરતા સર્વત્ર મેઘવિરામ જેવો માહોલ રહ્યો હતો.
રાજકોટમાં વર્ષ ૧૯૭૯, ૨૦૦૭, ૨૦૧૦ અને ૨૦૧૭માં ચોમાસાની સીઝનમાં ૫૦ ઈંચ કે તેી વધુ વરસાદ નોંધાયો હતો. આજ સુધીમાં શહેરમાં મોસમનો કુલ ૫૮૧ મીમી એટલે કે, ૨૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરમાં સરેરાશ વરસાદ ૭૨૧ મીમી જેટલો પડે છે. અત્યાર સુધી મોસમનો ૮૧ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. ઓગષ્ટ માસ આખો બાકી છે અને સપ્ટેમ્બર માસ પણ બાકી છે. બે મહિનામાં મેઘરાજા મહેર કરે અને શહેરમાં વધુ ૨૭ ઈંચી વધુ વરસાદ વરસી જાય તો ૭૦ વર્ષના ઈતિહાસમાં પાંચમી વખત એવું શે કે, રાજકોટમાં ૫૦ ઈંચ કે તેી વધુ વરસાદ પડશે. શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય પાંચ જળાશયો પૈકી ભાદર, ન્યારી, લાલપરી ડેમ આસાનીી છલકાઈ જાય છે પરંતુ ૫૦ ઈંચ જેટલો વરસાદ પડવા છતાં આજીડેમ છલકાતો ની. જો કે આજી ડેમ હવે સૌની યોજના અંતર્ગત ગમે ત્યારે ઓવરફલો થવા સક્ષમ થઈ ગયો છે. પરંતુ ઉપવાસના વિસ્તારોમાં અનેક ચેકડેમો બની ગયા છે. આ ઉપરાંત સ્ટોમ વોટરની સીસ્ટમના કારણે પણ અનરાધાર વરસાદમાં આજીડેમમાં જોઈએ તેટલું પાણી આવતું ની. ૨૩ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવા છતાં આજી ડેમમાં માત્ર ૨ ફૂટ જ પાણી આવ્યું છે. ૨૯ ફૂટની ઉંડાઈ ધરાવતો આજી ડેમ હાલ ૧૭.૪૦ ફૂટ ભરાયો છે. આવામાં એક સવાલ ઈ રહ્યો છે કે શું આજી ડેમ આ વખતે ઓવરફલો થશે ખરો ? જો કે રાજ્ય સરકાર સૌની યોજના અંતર્ગત વર્ષમાં ત્રણ થી ચાર વખત નર્મનાના નીર ઠાલવતી હોય. શહેરીજનોએ પાણી પ્રશ્ર્ને ચિંતા કરવાની જરૂર ની પરંતુ જે રીતે અનરાધાર વરસાદ વરસવા છતાં આજીમાં માત્ર નજીવી આવક ાય છે તે એક ચિંતાનો વિષય ચોકકસ કહી શકાય.
સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં મોસમનો કુલ ૪૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. રવિવારે ભાવનગર જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ રવિવારની રજા રાખી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લાના ઘોઘા, ભાવનગર શહેર, સિંહોરમાં ૨॥ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે વલ્લભીપુરમાં ૧॥ ઈંચ, ઉમરાળા, તળાજા, પાલીતાણા અને મહુવામાં ॥ ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં હળવા ઝાપટાી લઈ ૧ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ગીર સોમના જિલ્લામાં પણ હળવા ઝાપટાી લઈ ॥ ઈંચ જૂનાગઢ જિલ્લામાં પણ હળવા ઝાપટાી લઈ ॥ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રાવણના સરવડાની માફક હળવા ઝાપટા વરસ્યા હતા.
ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતી લઈ કર્ણાટક સુધીના વિસ્તારમાં ઓફ સોર ટ્રફ વિસ્તરેલો છે જેની અસરના કારણે રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, દમણ, દાદરા નગર હવેલી, ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર-સોમના, અમરેલી, ભાવનગર અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલી સતત ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કાલી વરસાદનું જોર ઘટશે જો કે બંગાળની ખાડીમાં નવુ લોપ્રેશર સક્રિય થઈ રહ્યું હોય આગામી દિવસોમાં ફરી રાજ્યમાં મેઘરાજા મનમુકી વરસી પડશે.
ગુજરાતમાં મોસમનો ૬૧.૫૫ ટકા વરસાદ
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૮૭.૦૬ ટકા અને કચ્છમાં સૌથી ઓછો ૩૬ ટકા જ વરસાદ
રાજ્યમાં આજ સુધીમાં ચોમાસાની સીઝનનો કુલ ૬૧.૫૫ ટકા વરસાદ વરસી ગયો છે. સામાન્ય રીતે વર્ષ ૧૯૮૯ી લઈ ૨૦૧૮ સુધી રાજ્યમાં સરેરાશ ૮૧૬ મીમી વરસાદ પડે છે. જેની સામે આજે સવાર સુધીમાં રાજ્યમાં ૫૦૨ મીમી વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌી વધુ ૮૭.૦૬ ટકા જેટલો વરસાદ પડયો છે. જ્યારે કચ્છમાં સૌી ઓછો ૩૫.૯૮ ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ૩૭.૨૯ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૫૪.૪૭ ટકા અને સૌરાષ્ટ્રમાં ૪૯.૦૯ ટકા વરસાદ પડયો છે.