યાત્રામાં સામાજીક ધાર્મિક, સેવાકીય, રાષ્ટ્રવાદી અને શૈક્ષણિક સંસ્થાઓ લેશે ભાગ: આયોજકો ‘અબતક’ના આંગણ
આગામી તારીખ ૨૬મી એટલે કે ગણતંત્ર દિવસની આખા ભારતમાં ભુલકાઓ હોય કે યુવાનો કે પછી વૃદ્ધો, ભારતના આ રાષ્ટ્રીય પર્વની દરેક લોકો ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે. આવી જ એક ઉજવણીના ભાગ‚પે રાજકોટમાં સર્વપ્રથમ વખત સામાજીક સમરસતા મજબુત બનાવવા દેશમાં પ્રસરેલી સામાજીક બટવારાની ભાવનાને દુર કરવા બધા ભારતીયો એક છીએ. (હમ સબ ભારતીય એક હૈ)નો નારો સિદ્ધ કરવા રાજકોટ ખાતે એક ભવ્ય ‘રાષ્ટ્ર ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રામાં રાજકોટની સામાજીક, સેવાકીય, ધાર્મિક, રાષ્ટ્રવાદી સંસ્થાઓ તેમજ મુસ્લિમ સંસ્થાઓ તથા સ્કૂલો તથા કોલેજો ભાગ લઈ રહી છે.
આકર્ષણ
યાત્રાનું મુખ્ય આકર્ષણ ભારત માતાનો મુખ્ય ફલોટ, ૨૦૦ ફુટનો રાષ્ટ્રધ્વજ જેને ચાલીને સમગ્ર ‚ટમાં લઈ જવામાં આવશે., ભારત માતાનું જીવંત પાત્ર તેમજ દેશના અલગ અલગ ફ્રિડમ ફાઈટર્સના જીવંત પાત્ર., યાત્રાની પૂર્ણાહુતી બાદ સમૂહ રાષ્ટ્રધ્વજ વંદન, સમુહ રાષ્ટ્રગાન, શહિદ કુટીર પર શહિદોને સમૂહ શ્રદ્ધાંજલી , સમૂહ ભારતમાતા પૂજન , માલધારી સમાજના યુવકો પોતાના પરંપરાગત વસ્ત્રો પહેરીને યાત્રામાં જોડાશે. ક્ષત્રિય સમાજના લોકો પણ પોતાના પરંપરાગત વસ્ત્રોમાં આ યાત્રામાં જોડાશે. , કોઈ જાહેર યાત્રામાં પહેલીવાર નારી શકિતનું પ્રભુત્વ દેખાડવા તથા બહેનો પણ આવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પુરુષો સાથે ખભે ખભા મિલાવીને કામ કરી શકે છે તે બતાવવા બાઈક લઈને મોટી સંખ્યામાં જોડાશે., સમગ્ર યાત્રા દરમિયાન સાઉન્ડ સિસ્ટમ પર દેશભકિતના ગીત સાથે રાષ્ટ્રપ્રેમીઓ જુમશે.
યાત્રાનો રૂટ
યાત્રાની શરૂઆત સવારે ૮:૩૦ વાગ્યે બાપાસીતારામ ચોક, રૈયા ચોકડી, કનૈયા ચોક, હનુમાનમઢી ચોક, આમ્રપાલી ફાટક, કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, ત્રિકોણબાગ, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, કોઠારીયા પોલીસ ચોકીથી રામનાથપરા ગ‚ડ ગરબી ચોક ખાતે પહોંચી પૂર્ણ થશે.
રાજકોટની જુદી જુદી સંસ્થાઓ અને રાષ્ટ્રપ્રેમી લોકો દ્વારા ૧૫૦ જેટલા બાઈક અને ૧૫ જેવી કાર તથા ૫ બુલેટની નોંધણી પણ થઈ ચુકી છે. યાત્રાનું આયોજન રાષ્ટ્ર ગૌરવયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. જેનો હેતુ બિન-રાજકીય છે. યાત્રાને સફળ બનાવવા માટે હિન્દુસ્તાન સંરક્ષણ સંઘ, શ્રી બડા બજરંગ મિત્ર મંડળ, યુવા શકિત સેવા સંઘ આ ત્રણેય સંસ્થાઓ સાથે મળીને મહેનત કરી રહેલ છે. યાત્રામાં સહયોગ આપવા, બાઈક, કારની નોંધણી કરાવવા તથા અન્ય હેતુ માટે પણ સંપર્ક ભાવિન સોની મો.૯૦૩૩૯ ૪૪૪૮૦, કલ્પેશ ગમારા ૮૧૨૮૮ ૮૮૮૩૫, જિતેશ રાઠોડ મો.૭૭૭૮૮ ૮૧૧૫૬, આશિષ મુલિયાણા ૯૯૦૯૦ ૩૫૪૨૦, ધ્રુવ કુંડેલ ૯૮૯૮૦ ૪૨૪૩૫નો સંપર્ક કરવો.