પાંચ બાઈક અને રિક્ષા બળીને ખાખ: એકિટવામાં; બ્લાસ્ટ થતા લોકો એકઠા થઈ આગને કાબુમાં લીધી
કફર્યુમાં ચકલુ ફરકી ન શકે તેવા દાવા વચ્ચે પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો
રાજકોટમાં કાચતોડ ગેંગનો આતંક હજુ ભૂલાયો નથી. ત્યાં કેનાલ રોડ પર બાપા સીતારામ ચોકમાં મોડીરાત્રીનાં કોઈ મનોવિકૃત ટીખળખોરોએ પાંચ બાઈક અને એક રીક્ષાને કાંડી ચાંપી સળગાવતા વાહનો ભસ્મીભૂત બન્યા હતા. આગ દરમ્યાન એક એકટીવામાં બ્લાસ્ટ થતા ધડાકાને કારણે આસપાસનાં લોકો દોડી આવી પારીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. રાત્રી કફર્યુનાં ચકલુ પણના ફરકે ના દાવા વચ્ચે ટીખળખોરો પોલીસની નજરે કેમ ચઢયા નહી તે અંગે મહાઆશ્ર્ચર્ય સર્જાયું છે.
કેનાલ રોડ બાપુનગર સ્લમ કવાર્ટર પાસે આવેલા બાપા સીતારામ ચોકમાં રાત્રીનાં અઢીથી સાડાત્રણનાં સુમારે પાર્કિંગ કરેલા પાંચ બાઈક તથા એક રીક્ષામાં કોઈ ટીખળખોરોએ પરપીડનવૃત્તિ દાખવી આગ ચાંપતા વાહનો ભડભડ સળગી ઉઠયા હતા.
દરમ્યાન એક એકટીવામાં આગને કારણે બ્લાસ્ટ થતા મીઠી નીંદ્રા માણી રહેલા લોકો ગભરાઈ જઈ જાગી ઉઠ્યા હતા અને ચોકમાં દોડી ઉઠ્યા હતા. સાંકહી જગ્યા હોય ફાયર ફાઈટરો જઈ શકે તેમ ના હોય એકત્રીત લોકોએ અપના હાથ જગન્નાથ કરી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગમાં વાહનો ભસ્મીભૂત બન્યા હતા. હાલ શહેરમાં રાત્રી કફર્યું ચાલે છે. ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત વચ્ચે કફર્યુંભંગ કરનારને પકડી પોલીસ આંકડા જાહેર કરે છે ત્યારે રાત્રીનાં ઘટનામાં તત્વોએ છ જેટલા વાહનો ને આગ ચાંપી હોય પોલીસના કહેવાતા બંદોબસ્ત અંગે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.