પોલીસ ગુનેગારો પાસે અનનેચરલ એક્ટિવિટી કરાવે તો શું થાય ?
શરમજનક ઘટનાથી પોલીસની શાખને લાગ્યો ડાઘ : પીડીત યુવકે ન્યાય માટે ડીજીપીના દ્વાર ખખડાવ્યા
અબતક,રાજકોટ
રાજકોટમાં પોલીસ ની શાખને ડાઘ લગાવતો એક બનાવ સામે આવ્યો છે જેમાં પોલીસે આરોપીઓ ને અશ્લિલ હરકતો કરાવવાની ફરજ પાડી છે. જેમાં યુવકે માટે ડીજીપીના દ્વાર ખખડાવ્યા છે . તો પોલીસ ગુનેગાર પાસે આવી અનનેચરલ એક્ટિવિટી કરાવે તો તેની સામે શું કાર્યવાહી કરવામાં આવે?
શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર આવાસ યોજનાના ક્વાટરમાં રહેતા રાકેશભાઈ ધીરુભાઈ પરમારે યુનીવર્સીટી પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ અને પાંચ પોલીસ કર્મચારીઓ સામે ડીજીપીને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને 22 ડીસેમ્બર 2021ના રોજ દારૂના ગુનામાં યુનીવર્સીટી પોલીસે અટક કર્યો હતો તેને પહેલા પીઆઈ ચેમ્બરમાં લઇ જવામાં આવ્યો હતો ત્યાં ઢોર માર મારી ઉપર ડી સ્ટાફ રૂમમાં પોલીસ કર્મીઓ લઇ ગયા હતા ત્યાં પણ મારકૂટ કરી હતી અગાઉથી જ ત્યાં બે આરોપીઓ અન્ય જ ગુનાના બેઠા હતા બાદમાં અમને ત્રણેયને નિર્વસ્ત્ર કર્યા હતા અને એકબીજાના ગુપ્તાંગ મોમાં લેવાનું કહેતા મેં પ્રતિકાર કરી મારકૂટ કરવી હોય તો કરો પણ આ ન કરાવો તેમ કહ્યું છતાં મને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો ભાંડી તારાથી થાય તે કરી લેજે તેમ કહી પરાણે ત્રણેય આરોપીઓને એકબીજા પાસે મુખમૈથુન કરાવ્યું હતું હું અનુસુચિત જાતિમાંથી આવતો હોય મેં બીજા જ દિવસે સીપીને અરજી કરી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો ન હતો જેથી મેં એસટીએસસી સેલમાં પણ મારી અરજી કરી છે મારી જાતિને અપમાનિત કરી હોય મેં ન્યાય મેળવવા માટે એનજીઓ મારફ્તે ડીજીપીને ફરિયાદ કરી છે.