રાજકોટમાં વાલીઓ માટે લાલ બત્તી સામન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં પિતાએ તેની પુત્રીની મોબાઈલ લઈ દેવાની જીદ પૂરી ન કરતા તે ઘર મૂકીને સ્કૂટર લઈ ભાગી ગઈ હતી.જેમાં તેના પિતા દ્વારા પોલીસમાં નોંધ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તરુણીને શોધી કાઢવા કામે લાગી હતી ત્યારે તેણીની તેના માસીના ઘરે હોવાનું સામે આવતા તે ત્યાંથી હેમખેમ મળી આવતા પરિવારને શ્વાસમાં શ્વાસ આવ્યો હતો.જ્યારે જાણવા મળ્યું હતું કે તરૂણીના માતા – પિતાના છૂટાછેડા થઈ ગયા હોવાથી તે તેના પિતા સાથે રહેતી હતી અને એકલતા અનુભવતી હતી.

વિગતો મુજબ નિર્મળા રોડ ઉપર આવેલ સવન એપાર્ટમેન્ટમાં રહેના અને મહુડી પ્લોટમાં લોખંડનો ડેલો ધરાવી વેપાર કરતા રવિભાઈ મુકેશભાઈ મહેતા ઉ.40એ તેની 10 વર્ષની દીકરી અપહરણ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દીકરીને માસીના ઘરેથી હેમખેમ શોધી પરિવારને પરંત સૌપી હતી.

બનાવ અંગે પીએસઆઈ જે જાડેજાએ જણાવ્યું હતું કે ફરિયાદીએ પાંચેક વર્ષ પૂર્વે પત્ની સાથે છૂટાછેડા લઇ લીધા છે હાલ 19 વર્ષીય પુત્ર અને 10 વર્ષીય પુત્રી અને પુત્ર સાથે પોતે રહે છે. છૂટાછેડા બાદ માતા અલગ રહેવા જતા રહેતા દીકરી સતત અપસેટ રહેતી હતી ગત 20 તારીખે રાત્રે પિતા સાથે સુઈ ગઈ હતી અને સાડા અગ્યારેક વાગ્યે પિતાએ ઉઠીને જોતા દીકરી જોવા મળેલ નહિ તેમજ પોતાનો ફોન અને એકટીવા પણ ગાયબ હતા.શોધખોળ કરી પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો.જેથી પિતાએ પોલીસમાં જાણ કરી હતી.

પોલીસે તપાસ કરતા તે તેના પિતાનો ફોન લઇ ગઈ હોય અને તે ચાલુ હોય પરંતુ તે ફોન રીસીવ કરતી ન હતી અને માસી સાથે ચેટીંગ કરતી હોય તેવું જાળવા મળતા પોલીસે તેના માસીને સમજાવવાનું કહ્યું હતું અને અંતે પોલીસે માસીની મદદથી બાળકીને હેમખેમ શોધી પરિવારને સૌપી હતી તેણીએ જણાવ્યું હતું કે પિતા પાસે પોતે મોબાઈલની માંગ કરી હતી પરંતુ પિતાએ ભાઈને મોબાઈલ અને લેપટોપ બંને લઇ આપ્યા પોતાને મોબાઈલ નહી અપાવતા ઘર મૂકી ચાલ્યા જવાનું જણાવ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.