સોસાયટીમાં મહિલા કૂતરાઓને ખવડાવતી હોવાથી ગંદકી ફેલાઈ છે તેમ કહી કરી માથાકૂટ : સામસામે નોંધાતો ગુનો

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલ નીલકંઠ નગરમાં ગઇકાલે સોસાયટીમાં ફરતા કૂતરાઓને ખવડાવવા બાબતે બે પાડોશીઓ બખડિયા હતા જેમાં બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતા પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે સોસાયટીમાં મહિલાઓ કૂતરાઓને ખવડાવતી હોવાથી સોસાયટીમાં ગંદકી ફેલાતું હોવાનું કહ્યું ઝઘડો થયો હતો .

બનાવની વિગતો અનુસાર યુનિવર્સિટી રોડ પર આવેલ નીલકંઠનગરમાં રહેતા ફરિયાદી ઈશાબેન રોનકભાઈ બદાણી (ઉ.વ.35) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ ખાનગી બેન્કમાં નોકરી કરે છે. માતા વસુબેન સાથે રહે છે. આજે સવારે પતિ બહારગામ જવા રવાના થયા બાદ પાડોશીઓ રમાબેન સખીયા, હંસાબેન સખીયા, નિલેશ સખીયા, રાજાબાપા ભરવાડ, ગઢવીના બાપા અને રમેશ સખીયાએ પોતે શેરીના કુતરાઓને ખવડાવતા પિવડાવતા હોવાથી તે મુદ્દે ઝઘડો કરી, ગાળો ભાંડી હતી,એટલુ જ નહી સ્કુટર ઉપર પોલીસ મથકે જતા હતા ત્યારે તેના વાળ પકડી, ટીશર્ટ ખેંચી, સ્કુટર ઉપરથી પછાડી દીધા હતા. બુમાબુમ કરતા તેની માતાએ વચ્ચે આવી છોડાવી હતી. આરોપીઓએ પાવડો કાઢો આજે આને પતાવી દેવી છે તેમ કહી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

સામાપક્ષે રાજાભાઈ ગોગનભાઈ ગોલતર (ઉ.વ.69) એ એવી ફરિયાદ નોંધાવી હતી કે પાડોશી ઈશાબેન શેરીના રખડતા કુતરાઓને ખવડાવતા, પીવડાવતા હોવાથી કુતરાઓસોસાયટીના રહીશોની પાછળ કરડવા દોડતા હતા. એટલુ જ નહી સોસાયટીમાં ગંદકી પણ કરતા હતા. જેને કારણે પાડોશીઓ સાથે તે સમજાવવા જતા ઈશાબેન અને તેની માતાએ ગાળો ભાંડી હતી. એટલુ જ નહી ઈશાબેને તેના પક્ષના લોકો મોબાઈલમાં રેકોર્ડીંગ કરતા હોવાથી તેને અટકાવી ઝપાઝપી કરી હતી.આ ઉપરાંત ઈશાબેને તમે મને એકલા સમજતા નહી, હું તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તેના ને માતાએ દેવસુરભાઈને ગાળો ભાંડી તમાચા ઝીંકી દીધા હતા.જેથી યુનિવર્સિટી પોલીસે બંનેની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.