કુવાડવા ચોકડી અને ચોટીલા પાસેના ડોસલી ધૂના ગામે વિદેશી દારૂ અંગે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રૂા.19 લાખના વિદેશી દારૂ સાથે થોરાળા વિસ્તારના બે બુટલેગરની ધરપકડ કરી છે. પોલીસે દારૂ, બોલેરો પીકઅપ, ટ્રક, ટ્રેકટર અને ઇનોવા મળી રૂા.39.91 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
કુવાડવા ચોકડી અને ડોસલી ધૂના ગામેથી રૂા.19 લાખનો દારૂ પકડાયો
બોલેરો પીકઅપ, ટ્રક, ટ્રેકટર, ઇનોવા અને દારૂ મળી રૂા.39.91 લાખનો મુદામાલ કબ્જે
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થોરાળા વિસ્તાર નિતિન વિનુ વાઘેલા અને મહેન્દ્ર દિનેશ પરમાર નામના બુટલેગર બોલેરો પીકઅપ વાહનમાં વિદેશી દારૂ લઇને આવતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી.વી.બસીયા, એએસઆઇ આર.કે.જાડેજા અને ચંદ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે કુવાડવા નજીક રાણપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી રૂા.4.80 લાખની કિંમતની 1200 બોટલ વિદેશી દારૂ સાથે ધરપકડ કરી છે.
થોરાળા વિસ્તારના બે બુટલેગરની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
બંને શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓ ચોટીલા નજીક આવેલા ડોસલી ધૂના ગામની સીમમાંથી લાવ્યાની કબુલાત આપતી હતી. બંને બુટલેગરની કબુલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે નવા એરપોર્ટ પાછળ આવેલા ડોસલી ધૂના ગામે દરોડો પાડી રૂા.14.20 લાખની કિંમતનો 3552 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂના કટીંગ માટે વાડીમાં રાખવામાં આવેલા ટ્રક, ટ્રેકટર અને ઇનોવા મળી આવતા પોલીસે કુલ રૂા.32.21 લાખનો મુદામાલ કબ્જે કરી નાની મોલડી પોલીસને સોપી દીધો છે.