નાના મવા રોડ પર ચા પીવા બાબતે થયેલી માથાકૂટનું સમાધાન કરવા ભેગા થયાને ફરી મારામારી કરી : ચાર સામે નોંધાતો ગુનો
શહેરમાં નાના મવા રોડ પર ગઈકાલે મારામારીની ઘટના સામે આવી હતી જેમાં બપોરે થયેલી માથાકૂટના સમાધાન કરવા સાંજે ભેગા થયેલા ચાર શખ્સો વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બીચકતા સામસામે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ મામેલ તાલુકા પોલીસે સામ સામે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાયેવાહી હાથધરી છે.
પ્રથમ ફરિયાદની મળતી માહિતી મુજબ, રાજકોટ તાલુકા પોલીસ મથકે રઉફ ઉર્ફે મુન્નો ગફારભાઇ ફુફાર ( ઉ.વ.47 રહે- મનહર સોસાયટી શેરી નં.7, થોરાળા પોલીસ સ્ટેશન સામે ભાવનગર રોડ)વાળાએ ટીકો જાદવ અને મહેશ બગડા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હુ ભીમનગર નાનામોવા રોડમાં વી સ્ક્રેપ નામે ભંગારનો ડેલો ધરાવી વેપાર કરૂ છું. ગતરોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે હું ભીમનગરમાં ભંગારના ડેલે હતો ત્યારે મારો મીત્ર કાનો બાબરીયા આવીને કહેલ કે મારે ટીકા જાદવ સાથે ઝગડો થયેલ છે તેમાં સમાધાન કરવુ છે તુ આવ સાથે જેથી હું તેની સાથે ટીકાની ઓફીસ ભીમનગર ચોકમાં છે ત્યાંજ ઉપર તે રહે છે ત્યાં ગયો હતો અને રોડ ઉપર ઉભા ઉભા ટીકા સાથે સમાધાનની વાત કરતા હતા ત્યારે ટીકાએ તથા તેના મીત્ર મહેશ બગડાએ ઉશ્કેરાઇને ઝગડો કરવા લાગેલ અને બંને લાકડાના ધોકા લઇ મને તથા કાનાને મારવા દોડેલ હતા તેમાં મને માથામાં ટીકાએ ધોકાનો એક ઘા મારી દેતા હું ત્યાં જ પડી ગયેલ અને મહેશ મને પાટા મારતો હતો અને મને લોહી નીકળવા લાગતા હું ત્યાંથી ભાગી ગયેલ અને કાનો પણ ભાગી ગયેલ હતો.જેથી તેની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાયેવાહી હાથધરી છે.
જ્યારે સામાપક્ષે મહેશભાઇ માધાભાઇ બગડા (ઉ.વ.38 રહે. જય ભીમનગર શેરી નં.3 નાના મોવા રાજકોટ)વાળાએ મુન્નો મુસ્લિમ અને કાનો બાબરીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલ ના સાંજના સાતેક વાગ્યે હું ભીમનગરમાં હતો ત્યારે મારા સગા માસીયાર ભાઇ કિશોરભાઇના દિકરા ટીકો ઉર્ફે સીધ્ધાર્થને અમારા લતામાં રહેતા કાના બાબરીયા સાથે ઝગડો થયેલ તેના સમાધાન માટે કાના પાસે સમાધાનની વાત કરવા ગયેલ હતો ત્યારે કાનો ઉશ્કેરાઇને સીધ્ધાર્થ ઉર્ફે ટીકા વિશે ગાળો બોલવા લાગેલ જેથી હું જતો રહેલ બાદમાં આશરે સાંજના આઠેક વાગ્યે આસપાસ આ કાનો ભીમનગર ચોકમાં ટીકાની ઓફીસ પાસે આવી હાથમાં ધોકો લઇને આવી ગાળો બોલવા લાગેલ જેથી આ ટીકો ઉર્ફે સીધ્ધાર્થના પીતાજી કિશોરભાઇ તથા હું તેને સમજાવવા જતા તે ઉશ્કેરાઇ કિશોરભાઇને વાંસામાં ધોકો મારેલ તથા કિશોરભાઇના પત્ની વચ્ચે પડતા તેને પણ હાથમાં ધોકો મારી છરી ઝીંકી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા ફરિયાદ નોંધાવી છે.