માસ્ક નહીં પહેરનારા 905 અને જાહેરમાં થુંકવા બદલ 28 લોકો દંડાયા: હોમ કવોરેન્ટાઈનનો ભંગ કરનાર 20 લોકો સામે કાર્યવાહી
હાલમા કોરોના વાયરસ મહામારીનુ સંક્રમણ ખુબજ વધવા પામેલ છે. કોરોના વાયરસનુ સંક્રમણ જે એકબીજાના સંપર્કમા આવવાથી ફેલાવો થાય છે આ સમયે જાહેર જીવનમા લોકો એકબીજાથી સોશ્યલ ડીસ્ટન્સ જાળવી રોજીન્દી કામગીરી કરે અને પોતાને કોઇ સંક્રમણ અંગેના લક્ષણો જોવામાં આવે તો યોગ્ય સારવાર મેળવવી તેમજ અન્ય પોતાના પરિવારજનો તથા અન્ય લોકો સાથે સંપર્ક ટાળવો જેથી કોરોના વાયરસનુ સંક્રમણ પરિવાર તથા અન્ય લોકોમા ફેલાતો અટકે તેમજ જાહેર જીવનમા લોકોએ સરકાર દ્વારા જાહેર કરવામા આવેલ માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરી પોતે તથા પોતાના પરિવારજનો ને સ્વસ્થ અને સુરક્ષીત રાખી શકાય છે.શહેર પોલીસ દ્વારા કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકે તે માટે સરકાર દ્વારા જાહેર કરવામા આવેલ માર્ગદર્શીકા તથા કર્ફયુનુ ચુસ્તપણે પાલન કરાવવા તમામ પ્રયાસો કરવામા આવી રહેલ છે હાલમા કોરોના વાયરસનુ સંક્રમણ ખુબજ વધવા પામેલ હોય જે સમયે પણ ઘણા લોકો જાહેરજીવનમા બેદરકારી દાખવી પોતે તથા પોતાના પરિવારને જોખમમા મુકતા હોવાનુ ધ્યાને આવેલ છે જેમા તા.14/4/2021 ના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેરનામા ભંગના કુલ-201 કેસ, સોશ્યલડીસ્ટન્સીંગ ભંગના કુલ – 29 કેસ, જાહેરમા માસ્ક નહી પહેરવા અંગે કુલ 905 વ્યકિતઓને કુલ રૂ.9,05,000/- તથા જાહેરમા થુકવા બદલ કુલ 28 વ્યકિતઓને કુલ રૂ.14000/- નો દંડ કરવામા આવેલ છે તેમજ કર્ફયુ ભંગના કુલ 128 કેસો કરવામા આવેલ છે જેમા ક્રાઇમ બ્રાન્ચ એ કર્ફયુ ભંગના કુલ 15 કેસો કરવામા આવેલ છે.
અંતરયાળ સોસાયટીઓમા સોસાયટી વિસ્તારમાં કર્ફયુ સમય દરમ્યાન વોકીંગ કરતા, એકઠાથઇ બેસતા મળી આવે છે તેમઓ વિરૂધ્ધ પણ રાજકોટ શહેર પોલીસ સતત અંતરયાળ સોસાયટીમા વધુમા વધુ પેટ્રોલીંગ તેમજ ખાનગીરીતે તપાસ કરી આ રીતે કર્ફયુ ભંગ કરનાર વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે તેમજ સોસાયટીમા લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી અને કર્ફયુ ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા સતત માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન વિસ્તારમા વોચ રાખવામા આવી રહેલ છે જેમા કવોરન્ટાઇન થયેલ લોકો કવોરન્ટાઇન નિયમનો ભંગ કરતા મળી આવે છે અને જે અંગે કુલ 20 કરતા વધુ વ્યકિતઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ સંક્રમીત દર્દી કે કવોરન્ટાઇન થયેલ વ્યકિત નિયમ ભંગ કરે તો તેના ફોટા પાડી રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે મો.નંબર 7575033747 ઉપર વોટસએપ થી ફોટા મોકલી આપવા જેથી પોલીસ દ્વારા માહિતી મોકલનાર વ્યકિતની માહિતી ગુપ્ત રાખી નિયમ ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.દ હાલમા કોરોના વાયરસનુ સંક્રમણ ખુબજ વધવા પામેલ હોય જેથી સંક્રમીત થયેલ દર્દીને યોગ્ય સારવાર મળી રહે તે માટે તમામ પ્રયાસો કરવામા આવી રહેલ છે મુખ્યમંત્રી દ્વારા હાલમા કોરોના વાયરસની મહામારી ફેલાતા અટકાવવા માટે ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ ઉપર વધુ ભારમુકવામા આવેલ છે જેથી શહેરની જાહેર જનતાને સરકારશ્રી દ્વારા જાહેર કરવામા આવેલ કાર્ગદર્શીકા તથા કર્ફયુ નુ ચુસ્તપણે પાલન કરી પોતે તથા પોતાના પરિવારને સ્વસ્થ અને સુરક્ષીત રાખવા તેમજ કામવગર બહાર નહી નીકળવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અપીલ કરી છે.