માર્કેટીંગ કરતી મહિલાને હિસાબ કરવાના બહાને ઘરે બોલાવી બે વખત બનાવી હવસનો શિકાર
રાજકોટમાં જ્વેલરીના શો-રૂમમાં નોકરી કરતી મહિલાને હિસાબના બહાને શો રૂમ માલિકે તેના ઘરે બોલાવી મહિલા પર બળજબરીથી દુષ્કર્મ આચરી ધાક ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે મહિલાની ફરિયાદ પરથી શો રૂમ માલિક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.
વિગતો મુજબ રાજકોટમાં 38 વર્ષની મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાધુ વાસવાણી રોડ પરના સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ મહેન્દ્ર ભીંડીનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે અલ્પેશ ભીંડીના ગણેશ ગોલ્ડ નામના શો-રૂમમાં નોકરી કરતી હતી.વર્ષ 2019ના દિવાળી બાદ અલ્પેશે એક દિવસ યુવતીને હિસાબના બહાને પોતાના ઘરે બોલાવી હતી, યુવતી શો-રૂમ સંચાલકના ઘરે પહોંચી ત્યારે તેના ઘરે અલ્પેશ સિવાય કોઇ નહોતું, અલ્પેશે એકલતાનો લાભ ઉઠાવી બળજબરી કરી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જેથી ગભરાઇ ગયેલી મહિલાએ આ અંગે કોઇને જાણ કરી નહોતી,સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી ત્યારબાદ બીજી વખત પણ અલ્પેશ ભીંડીએ યુવતીને હવનો શિકાર બનાવી હતી.
જેથી મહિલાએ આ અંગે કોઇને જાણ કરી નહોતી પરંતુ અલ્પેશ ભીંડી શારીરિક શોષણ માટે સતત ધમકાવતો હોય અંતે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ફરિયાદ પર દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી અલ્પેશ ભીંડીની શોધખોળ શરૂ કરી હતી