પત્ની પૂછયા વગર ભત્રીજાની સગાઇમાં જતાં બનેવી-શાળા વચ્ચે બબાલ બાદ સમાધાન મુદ્દે એકઠા થયા ત્યારે તલવાર, છરી, કુહાડી વડે મારામારી થતા બંને પક્ષે ત્રણને ઇજા: સામ-સામે ફરિયાદ નોંધાઇ

શહેરના ખોખળદડ નદીના પુલ પાસે સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતા અને આંતરજ્ઞાતિય લગ્ન કરનાર મુસ્લિમ યુવકને તેના કૌટુંબિક સાળા સહિત સાત શખ્સોએ ભેગા મળી ધારીયા, છરી,તલવાર,પાઇપ,કુહાડાના ઘા ઝીકી હત્યા કરી નાંખી હતી.જ્યારે ઇજાગ્રસ્ત પિતાને છોડાવવા પડેલા કૌટુંબિક ભાણેજ સહિત બે ઘવાતા તેને પણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે વળતા હુમલામાં ઘવાયેલા એક આરોપીને પણ સિવિલમાં ખસેડાયો હતો. થોરાળા પોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધી કેટલાક આરોપીને સકંજામાં લીધા છે.નવ વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ યુવકને પ્રથમથી જ તેના સાસરિયા સાથે મનદુ:ખ ચાલતું હતું.એક દિવસ પૂર્વે મામાની પુત્રીની સગાઈમાં જવા મુદ્દે દંપતી વચ્ચે ઝગડો થયો હતો અને પતિએ પત્નીને મારકુટ કરતા સાળા સહિત સાત લોકોએ ખૂની ખેલને અંજામ આપ્યો હતો.

હત્યાના બનાવ અંગે જંગલેશ્વર મેઈન રોડ પર રાધા કૃષ્ણ નગર સોસાયટીમાં બિલાલ ઉર્ફ જિશાન સલીમ અજમેરી ( ઉ.વ ૨૮ ) ની ફરિયાદ પરથી થોરાળા પોલીસે તેના મામા સલીમ દાઉદ અજમેરીની હત્યા નિપજાવનાર તેના સાળા સાજન પ્રભાત, વિજય પ્રભાત , સંજય ઉમેશ, કેવલ ભરત, અશ્વિન સુરેશ, સંજય સહિત એક અજાણ્યા સામે તલવાર, છરી – કુહાડા વડે જીવલેણ હુમલો કરી મોત નિપજાવ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.મામાને હુમલા સમયે છોડાવવા જતા બિલાલ ઉર્ફ જિશાન, અક્રમ અજમેરીની પણ જીવલેણ ઇજા થતાં હતી. પી.આઈ જી.એમ .હડિયાની ટીમે હત્યા, મારમારી, રાયોટ, જાહેરનામ ભગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધયો છે. ફરિયાદમાં બિલાલ ઉર્ફ જીશાને જણાવ્યું હતું કે મામા મામી વચ્ચે ઝગડો થતા અમે બન્ને ભત્રીજા સમજાવટ કરવા માટે ઘરે ગયા હતા. ત્યારે સાતેય શખ્સોએ તલવાર – ધોકા, પાઇપ વડે હુમલો કરી મામાની હત્યા કરી નાખી હતી.

જ્યારે સામા પક્ષે કોઠારીયા ચોકડી આગળ રાધેશ્યામ સોસાયટી  પાછળ શાંતિનગરના રહેતા સાજન પ્રભાત સોલંકી ( ઉ.વ ૩૨ ) ની ફરિયાદ પરથી થોરાળા પોલીસે તેના પર હુમલો કરનાર બુટલેગર સલીમ દાઉદ અજમેરી સામે છરીનો એક ઘા ઝીકયા અંગેનો ગુનો નોંધયો હતો. ફરિયાદમાં દેવીપૂજક યુવાને જણાવ્યું હતું કે પોતાની બહેન મીરાબેનને તેનો ઘરવાળો સલીમ મારકુટ કરતો હોવાથી સમજાવટ કરવા ગયો હતો.જ્યા બનેવીએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. બંને પક્ષોની મારમારી કુલ ત્રણ લોકો ઘવાતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હત્યાનો ભોગ બનનાર સલીમ અજમેરીએ મીરા નામની દેવીપુજક યુવતી સાથે ૮ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. તેના આ બીજા લગ્ન હતાં. જેંથી તેને સંતાનમાં ૨ પુત્ર છે. વ્યવસાયે સલીમ મજૂરી કરતો હતો.

vlcsnap 2021 02 10 09h21m14s895

બુટલેગર બનેવીના ત્રાસની અનેક વખત ફરિયાદ કરી પણ કંઇ થયું નહીં

સાજન સોલંકીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, બનેવી સલીમ અવારનવાર તેમના સાગરીતો સાથે આવીને ધમાલ કરતો હતો અને મારકૂટ પણ કરતો હતો. પોલીસમાં અનેક વખત લેખિત ફરિયાદ કરી સલીમ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી, પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતા મુખ્યમંત્રી ફરિયાદ સેલમાં પણ રાવ કરી હતી આમ છતાં કોઇ પગલાં નહીં લેવાતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.મંગળવારે બપોરે સગાઇની વિધિ ચાલતી હતી ત્યારે કાર લઇને આવ્યો હતો અને ઘર નજીક ઊભા રહી ધમાલ કર્યા બાદ પૂરપાટ ઝડપે કાર ચલાવીને ભાગ્યો હતો, ભાગતી વખતે પાડોશીના બે બકરાં કચડી નાખ્યા હતા.

પતિને પૂછયા વગર પત્ની ભત્રીજીની સગાઈમાં જતા ઝગડો થયો

આ અંગે મૃતકની પત્ની મીરાબેને જણાવ્યું હતું કે, પોતે પતિ સલીમને પૂછ્યા વિના ભાઈની દીકરીરશ્મિની સગાઈમાં ગઈ હતી. જેને લઈને ઝઘડો થયો હતો. જેમાં તેણીએ પોતાના ભાઈ અને મામાનાં દીકરાને જાણ કરી હતી. બાદમાં ઘરે પહોંચતા પતિએ પૂછ્યા વિના જવા મુદ્દે માર માર્યો હતો. જો કે પોતે હવે પછી પૂછ્યા વિના નહીં જવા જણાવ્યું હતું. બાદમાં પતિ અને પોતાના બંને કૌટુંબિક ભાઈઓ વચ્ચે ફોનમાં ઝઘડો થયો હતો જેથી મીરાંએ આ અંગે મોસાળમાં ફોન કરતા મામાના દીકરા ધસી આવ્યા હતાં અને બાદ વડલા નજીક ખૂની ખેલ ખેલાયો હતો. જ્યાં સલીમભાઈને બચાવવાના પ્રયાસમાં તેના સાળાના દીકરાઓને પણ ઇજા થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.