રાજકોટ શહેરમાં વિકાસની હરણફાળ ચાલી રહી છે ત્યારે ગુજરાતના જે મેગા સીટી ગણાતા અમદાવાદ અને વડોદરા જેવા શહેરો જેવી જાહેર સુવિધાઓ હવે રાજકોટમાં પણ જોવા મળી રહેશે ત્યારે રાજકોટના ખુબ જ વસ્તી ધરાવતા ગીચ વિસ્તારમાં આ લાઈબ્રેરી બની રહી જેમાં આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ રોજ વરિષ્ઠ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી શહેરના વોર્ડ નં.-૦૬ માં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બની રહેલ નવી લાઈબ્રેરી તથા કબીર વન મેઈન રોડ કબીર વન બગીચા પાસે આવેલ જુના આરોગ્ય કેન્દ્ર અને તેની બાજુની વોટર વર્કસની ઓફીસ ઙીસ્મેન્ટલ કરી નવું આરોગ્ય કેન્દ્ર (U.H.C.) બનાવવાનું જે કામ ચાલી રહ્યું છે તે સાઈટની મુલાકાત લીધી હતી.
મ્યુનિ. કમિશનરએ આ સાઈટની મુલાકાત લઈ ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી તથા કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
ગોવિંદબાગ શાક માર્કેટ પાસે આશરે રૂ. ૮ કરોડના ખર્ચે બની રહેલ નવી લાઈબ્રેરીથી કનકનગર, ગઢીયાનગર, સંજયનગર, મહેશનગર, રાજારામ સોસા. ન્યુ શક્તિ સોસા. ભોજલરામ સોસા, બ્રાહ્મણીયાપરા, રણછોડનગર, આર્યનગર, કૈલાશધારા સોસા., આકાશદીપ સોસા, ગોકુલનગર, આંબાવાળી કબીરવન સોસા. ભાગ-૧, કબીરવન સોસા. ભાગ-૨, સદગુરુ રણછોડ નગર, શક્તિ કો.ઓ.હાઉસીંગ સોસા. સિલ્વર નેસ્ટ, રણછોડ નગર, નારાયણનગર, રઘુવીર પાર્ક, અલકાપાર્ક, ગાંધીસ્મૃતિ-૧, ગાંધીસ્મૃતિ-૨, મારુતીનગર,સેટેલાઈટ સોસા. વિગેરે વિસ્તારો ને લાભ મળશે.
-:લાઈબ્રેરીમાં સુવિધાઓ:-
ગ્રાઉન્ડ ફ્લોર:-
૧) પાર્કિંગ :- આશરે ૫૦ ટુ વ્હીલર અને ૩ ફોર વ્હીલ માટે પાર્કિંગ સુવિધા
૨) સિક્યુરિટી રૂમ
૩) લીફ્ટ અને સીડી
૪) જનરલ ટોઇલેટ
૫) લગેજ રૂમ – આશરે ૨૮૦ વ્યક્તિઓ માટે લગેજ બોક્ષ્
૬) ડેકોરેટીવ પ્લાન્ટેશન
૭) જનરેટર અને ઇલેક્ટ્રિક પેનલ રૂમ
૮) શુ રેક
ફર્સ્ટ ફ્લોર:-
૧).રીસેપ્શન કાઉન્ટર એરિયા
૨) વોટર ફાઉન્ટેન અને માં સરસ્વતી મૂર્તિ
૩) લાઈબ્રેરિયન ઓફીસ વિથ એટેચ્ડ ટોઇલેટ
૪) સ્ટાફ રૂમ વિથ એટેચ્ડ ટોઇલેટ
૫) લેડીસ અને જેન્ટ્સ ટોઇલેટ યુનીટ
૬) સ્ટોરેજ રૂમ
૭) કિડ્ઝ પ્લે એરિયા ( ટોય સ્ટોરેજ, બુક સ્ટોરેજ, મેઈન કાઉન્ટર, આકર્ષક ટ્રી, ટોય ટ્રેન)
૮) આસી. લાઈબ્રેરિયન ઓફીસ
૯) મીટીંગ રૂમ વિથ સ્માર્ટ ટીવી.
૧૦) રીડીંગ અને સોરેજ એરિયા
૧૧) ડેકોરેટીવ બ્રિક પાર્ટીશન વોલ
૧૨) ન્યુઝ પેપર અને મેગેઝીન રીડીંગ એરિયા વિથ હેન્ગીંગ લાઈટ્સ
૧૩) મેગેઝીન ડિસ્પ્લે યુનીટ
૧૪) મલ્ટી મીડિયા રૂમ વિથ WI-FI કનેક્ટીવીટી વિથ કોમ્પ્યુટર
૧૫) સીડી ડીવીડી ડિસ્પ્લે યુનીટ
૧૬) કિયોસ્ક
સેકંડ ફ્લોર:- (મહિલાઓ માટે )
૧) બુક સ્ટોરેજ એરિયા (વોલ માઉન્ટેડ અને રેક ટાઈપ)
૨) જનરલ રીડીંગ એરિયા અને બોક્ષ્ ટાઈપ રીડીંગ અને રાઈટિંગ યુનીટ
થર્ડ ફ્લોર:- (ભાઈઓ માટે )
૧) કોન્ફરન્સ રૂમ વિથ પ્રોજેક્ટર વિથ પોડિયમ ટેબલ્સ ચેર્સ અને સ્ક્રીન
૨) બુક સ્ટોરેજ એરિયા (વોલ માઉન્ટેડ અને રેક ટાઈપ)
૩) જનરલ રીડીંગ એરિયા અને બોક્ષ્ ટાઈપ રીડીંગ અને રાઈટિંગ યુનીટ
કોમન ફેસેલીટી
૧) તમામ ફ્લોર પર ફાયર સેફ્ટી વિથ વોટર સ્પ્રીંકલર નું પ્રોવિઝન
૨) લીફ્ટની સુવિધા
૩) સ્મોક ડિટેકટર
૪) જનરેટર
૫) સેન્ટ્રલી એર કંડીશનર
૬) આકર્ષક લાઈટ્સ અને પંખાઓ
૭) સેન્સર ટાઈપ સ્લાઈડિંગ ગ્લાસ ડોર
૮) આર્ટ વર્ક
૯) આઉટ ડોર ગેલેરી રીડીંગ એરિયા
૧૦) સીસીટીવી કેમેરા
૧૧) WI FI સુવિધા
૧૨) વોટર પ્યુરીફાયર અને વોટર કુલર
સાચે જ આ લાયબ્રેરી બની ગયા બાદ એક વિદ્યાધામ સમાન જગ્યા બની જશે જ્યાં ઉપરોક્ત આટલી બધી ફેસેલીટીથી નાગરીકોને ખુબ જ સુખાકારી મળી રહેશે.