મિત્રએ ત્રણ વર્ષ પહેલાં ભાગીદારી પેઢી શરૂ કરી એક કિલો સોનુ અને રૂા.2 લાખ રોકડા લઇ આંખ બતાવવાનું કહી થયો રફુચક્ક્ર

એક સમયના જીગર જાન મિત્ર ભાગીદારી પેઢી શરૂ કર્યા બાદ ત્રણ વર્ષ બાદ એક મિત્રની દાનત બગતા રૂા.50 લાખની કિંમતનું એક કિલો સોનું અને બે લાખ રોકડા લઇ છેલ્લા બે માસથી ભુર્ગભમાં ઉતરી જતાં મિત્રએ જ મિત્ર સામે રૂા.52 લાખની છેતરપિંડી અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુંદાવાડી શેરી નંબર 26માં રહેતા મિતેશ ચંદ્રકાંતભાઇ પાટડીયાએ પોતાના પાડોશમાં રહેતા રાજેન મનુભાઇ ઠુમ્મર સાથે 2019માં સોની બજાર મેઇન રોડ પીપીળાવાળી શેરીમાં કેશવ જવેલર્સ નામની ભાગીદારી પેઢી શરૂ કર્યા બાદ રાજેન ઠુમ્મર રૂા.50 લાખની કિંમતનું 1,150 ગ્રામ ફાઇન સોનું અને રૂા.2 લાખ રોકડા લઇ બે માસ પહેલાં રાજકોટ છોડી ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

મિતેશ પાટડીયા અને રાજેન ઠુમ્મર પાડોશમાં રહેતા હોવાથી બંને છેલ્લા પંદર વર્ષથી મિત્રતા હતી. બંને મિત્રોએ ત્રણેક વર્ષ પહેલાં સોની બજારમાં પીપળાવાળી શેરીમાં કેશવ જવેલ નામની ભાગીદારી પેઢી શરૂ કરી સોના-ચાંદીના ઘરેણા ઓર્ડર મુજબ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો હતો.ગત તા.14-9-22ના રોજ રાજેન ઠુમ્મર પોતાની આંખ ડોકટરને બતાવવા જવાનું કહીને નીકળ્યા બાદ કેશવ જવેલ શો રૂમમાં રહેલી તિજોરીમાંથી રૂા.50 લાખની કિંમતનું 1,150 ગ્રામ ફાઇન સોનું અને બે લાખ રોકડા લઇ ભાગી ગયાનું મિતેશ પાટડીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

એ ડિવિઝન પી.એસ.આઇ. વી.સી.પરમાર સહિતના સ્ટાફે રાજેન ઠુમ્મર સામે રૂા.52 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી શોધખોળ હોથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.