- એસ.આર. આંગડિયા પેઢીના કર્મચારીએ એકના ડબલની સ્કીમમાં રૂ.11 લાખ ગુમાવતા પી. મગનલાલ આંગડિયા પેઢીના કર્મચારીને લુંટવાનો પ્લાન બનાવ્યાની કબૂલાત
- રોકડ,મોબાઈલ,કાર અને બાઈક મળી રૂ.5.28 લાખનો મુદ્દામાલ કબ્જે
રાજકોટમાં આવેલ સોની બજારમાં કેશવ કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા પી મગનલાલ આંગડિયાના કર્મચારીને દસ દિવસ પૂર્વે છરી અને પિસ્તોલ બતાવી બે શખ્સોએ રૂપિયા 19.56 લાખની લૂંટ ચલાવી હતી જેમાં સઘન તપાસ બાદ આ લૂંટનો ભેદ ઉકેલી પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ગ્રુપમાં સંકળાયેલા બે આરોપીઓ હજી પોલીસના હાથ વ્યક્તિ દૂર હોય ત્યારે તેની શોધખો હાથ ધરી છે. આ ચકચરી લૂંટનો પ્લાન એક આંગડિયા ના કર્મચારીએ જ ઘડ્યો હોવાનું પૂછતાછમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી રોકડ,મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 5.28 લાખનો મુ્દામાલ કર્યો છે.
બાવની વિગતો મુજબ 10 દિવસ પૂર્વે સોની બજારમાં થયેલી આંગડિયા ની લૂંટ નો ભેદ ઉકેલવા માટે એ.ડીવીઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની જુદી જુદી ટીમો કામે લાગી હતી. આ દરમિયાન ક્રાઈમબ્રાંચના પીઆઈવાય.બી. જાડેજા, પીઆઈ જે.વી. ધોળા અને પીએસઆઈ એમ.જે. હુણે મળેલી ચોક્કસ બાતમીનાં આધારે લૂંટમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ગઈકાલે પોલીસે ઝડપી લીધા હતાં.
જેમાં જોરૂભા ઉર્ફે જોરસંગ જીવાજી દરબાર (ઉ.વ.48, રહે, કુવાડવા મેઈન રોડ, મુળ મેરવાડા ગામ, ચાણસમા તાલુકો, પાટણ જીલ્લો), જશપાલસિંહ કેસરીસિંહ ઝાલા (ઉ.વ.21, 2હે, રાજધાની ટાઉનશીપની બાજુમાં, સન સિટી સોસાયટી શેરી નંબર-2, મહેસાણા), પ્રતાપજી ઉર્ફે કીરણ પ્રહલાદજી ઠાકોર (રહે, રાજધાની ટાઉનશીપની બાજુમાં, સન સિટી સોસાયટી શેરી નંબર 1, મહેસાણા) અને સંજયજી સોમાજી ઠાકોર (રહે, ખારા ગામ, મહેસાણા જીલ્લો)ને પકડ્યા છે.
તપાસમાં ખુલ્યા પ્રમાણે આરોપી જોરૂભા ગોંડલ રોડ પરનાં સમૃધ્ધિ ભવનમાં આવેલી એસઆર આંગડીંયા પેઢીમાં નોકરી કરે છે. જેથી પોતાની પેઢી સામે આવેલી પી. મગનલાલ આંગડીયા પેઢીના માણસો અને વહીવટથી બરાબર વાકેફ હતો. તેને નાણાંની જરૂર પડતા પી. મગનલાલ આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાની યોજના બનાવી હતી. તેણે પોતાનાં કૌટુંબીક ભાણેજ જસપાલસિંહને આ સમગ્ર પ્રકરણ જણાવ્યું હતું .
જેથી જસપાલસિંહે મિત્રો મનુજી,છત્રપાલ, પ્રતાપજી ઉર્ફે કિરણ અને સંજયે ઠાકોરને પોતાની યોજનામાં સામેલ કરી દીધો હતો.
જેના ભાગ રૂપે અઠવાડીયા પહેલા છત્રપાલ મનુજી અને જશપાલ રેકી કરવા આવ્યા હતાં. બધુ નક્કી થઈ ગયા બાદ બનાવના દિવસે મનુજી અને જશપાલ વર્ના કારમાં, પ્રતાપજી અને સંજય બાઈકમાં ઉપરાંત છત્રપાલ બસમાં રાજકોટ આવ્યો હતો.ત્યારબાદ છત્રપાલ અને મનુજી વોચમાં ગોઠવાઈ ગયા હતાં. પી.મગનલાલ આંગડીયા પેઢીના કર્મચારી રજનીકાંતભાઈ પોતાના ફલેટના દાદરા ચડતા હતાં. બરાબર તે વખતે જ બન્ને આરોપીઓએ તેને હથીયાર બતાવી રૂા. 19.56 લાખ સાથેના થેલાની લૂંટ ચલાવી હતી.પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂા. 1.50 લાખ રોકડા, વર્ના કાર, શાઈન મોટર સાયકલ, ચાર મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 5.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જ્યારે લૂંટમાં સામેલ મનુજી ઉર્ફે મનોજ અજમલસિંહ ઠાકોર (રહે,રાધનપુર હાઈવે, રાજીવ બ્રીગેડનગર શેરી નંબર-2, મહેસાણા) અને છત્રપાલસિંહ હર્ષદસિંહ સોલંકી (રહે, અંજાર, કચ્છ) હજુ હાથમાં આવ્યાં ન હોવાથી આ બન્નેની શોધખોળ શરૂ કરી છે.