ટ્રાફિકના કારણે યુવકે કાર સાઈડમાં ન લેતા રિક્ષા ચાલકે હુમલો કરી મારમાર્યો
રાજકોટમાં માતેલા સાંઢની જેમ રખડતા રિક્ષા ચાલકોના કારણે અનેક અકસ્માતના બનાવો બંને છે.જાહેર માર્ગ પેસેન્જર ભરવા રિક્ષા ખડકી દઈ ટ્રાફિક જામ કરવા છતાં પર એવા બેફામ અને બેખોફ રિક્ષા ચાલકો વિરૂદ્ધ પોલીસ કોઈ જ કાર્યવાહી ન કરતી હોવાથી લોકોને તેના ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે નાના મવા રોડ પર ગઈકાલ સાંજના સમયે એક કાર ચાલકે ટ્રાફિકના કારણે રિક્ષા ચાલકને સાઈડ ન આપતા તેને કાર ચાલક પર પથ્થર મારો કરતા કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જે મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવની મળતી વિગતો મુજબ કોઠારીયા રોડ પર રહેતા અને ટ્રાન્સપોર્ટનું કામ કાજ કરતા યશ દિનેશ રાઠોડ નામના યુવાને પોલીસ ફરિયાદમાં આરોપીમાં એક અજાણ્યો રિક્ષા ચાલક અને તેની સાથેના સાગરીતોના નામ આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે,હું મારી આઇ-૨૦ ફોરવ્હીલર ગાડી જેના રજી.નં.જી.જે.૦૩ કે.એચ ૦૩૯૯ વાળી લઇને મારા ઘરેથી નીકળેલ અને વાયનોટ જીમમાં જતો હતો અને નાના મવા સર્કલ પાસેથી એક પેસેન્જ ૨ રિક્ષા વાળો મારી પાછળ આવતો હોય અને મને પાછળથી હોર્ન વગાડતો હોય અને મા-બેન સમી ગાળો બોલતો બોલ તો આવતો હોય અને આગળ ટ્રાફિક હોવાથી મે રિક્ષા વાળાને સાઇડ ન આપેલ હતી જેથી રિક્ષા વાળો પાછળ પાછળ આવી બમ્પ આવતા રિક્ષા વાળો મારી ગાડી ની આગળ થઇને રિક્ષા ઇરાદા પુર્વક આડી રાખીને મને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ત્યાં શેરીમાં ડાબી બાજુ બાંધકામ સાઇડ વાળી શેરીમા રિક્ષા વાળો પથ્થર લઇને મને માથામાં માર મારવા આવેલ અને ત્યા બીજા તેમના મિત્રો આવી જતા મારી સાથે જપાજપી થતા તેમાથી બે જણાએ મને પથ્થર થી માર માર્યો હતો.ત્યારે મારો દોઢ નોલાનો સોનાનો ચેઇન ક્યાંક પડી ગયેલો હતો.જેથી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.