18 ઘર,દુકાન, ગોડાઉન અને કારખાના જ્યારે 70 વંડામાં આગના બનાવો બન્યા
અબતક,રાજકોટ
રાજકોટમાં કાળી ચૌદશના દિવસે 31 સ્થળી સહિત દિવાળીના દિવસ સુધીમાં 88 સ્થળોએ આગ ભભુકી ઉઠતા ફાયરબ્રિગેડનો સ્ટાફ સતત દોડતો રહ્યો હતો આ આગના બનાવમાં 70 આગની ઘટના વડાઓ તથા કચરામાં ખુલ્લામાં લાગી હતી જ્યારે દુકાનોમાં 3,કારખાનામાં 6 અને રહેણાંક સ્થળે 9 સહિત 18 આગના બનાવો નોંધાયા હતા.જ્યારે ફટાકડા ફોડતા 33 જેટલા લોકો દાજી જતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વિગતો મુજબ દિવાળીના પર્વ ઉપર રાજકોટ શહેરમાં ફટાકડાના તણખલાયે અનેક જગ્યાએ આગ લગાડી હતી મોટાભાગની આગ ખુલ્લા વંડા,પ્લોટ,ડેલામાં પડેલા કચરા,ઘાસમાં લાગતા જાનહાનિ કે ગંભીર ઈજા કે આગની મોટી દુર્ઘટના અટકી હતી.ફાયરબ્રિગેડ રાઉન્ડ ધ ક્લોક આગ બુઝાવવા સાધનસજ્જ બનીને તૈનાત રહ્યું હતું અને કોલ મળતા જ 88 સ્થળોએ આગ બુઝાવી નંખાઈ હતી.
લોકો આ વખતે મોટી આતશબાજીઓ કે બોમ્બને બદલે ફૂવારા, ભોંય ચકરડી, ફૂલઝર જેવા પરંપરાગત ફટાકડાનો જ વધુ ફોડ્યા હતા જેથી મોટી આગની ઘટનાઓ બની ન હતી.
પરંતુ લાતી પ્લોટ-7 માં આગની મોટી ઘટના બની હતી જેમાં બી.એમ. ટ્રેડીંગ કોર્પોરેશન તથા બી ફોર બોમ્બે કોર્પોરેશનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડના પાંચથી વધુ બંબા દોડી ગયા હતાં. હાર્ડવેરનો મોટો સામન આ સ્થળે રાખયો હોઇ આગ વિશાળ રૂપ પકડી ચુકી હોઇ વધારાના બંબા બોલાવવા પડયા હતાં. આઠ કલાકની જહેમત બાદ સવારે આગ કાબૂમાં આવી હતી. આ બંને સ્થળે માલિક હાસુદીન ભારમલ અને શબ્બીરભાઇ હાજર હતાં. આગથી મોટી નુકસાની થયાનું જણાવાયું હતું.
જ્યારે 88 સ્થળોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર સંજય વાટીકામા, નાના મવા રોડ સંકેત હોસ્પિટલ પાસે વંડામાં, એરપોર્ટ ફાટક પાસે દેરાસર સામે વંડામાં, ગિરીરાજ હોસ્પિટલ પાસે વંડામાં, પ્રેમ મંદિર પાછળ પીડબલ્યુડીના વંડામાં, ધરમનગરમાં કચરાના ઢગલામાં, અક્ષરનગરમાં મંદિર પાસે એપાર્ટમેન્ટમાં, મયુરનગરમાં બગીચા પાસે કચરાના ઢગલામાં, હરીપર પાટીયે મોટલ ધી વિલેજ પાસે કારમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે બુઝાવી હતી.આ ઉપરાંત રાજમોતી મીલ ડેલામાં, કેન્દ્રીય વિદ્યાલય પાસે કચરામાં, બાલાજી હોલ પાસે વંડામાં, ડ્રાઇવ ઇન સિનેમા પાસે વંડામાં, આર. કે. નગર, જુની જેલ પાસે, ગોંડલ રોડ પરીન ફર્નિચરના વંડામાં, કટારીયા ચોકડી અર્જુન પાર્ટી પ્લોટના વંડામાં, સાધુ વાસવાણી રોડ પર વંડા-કચરાઓમાં આગ લાગતાં ફાયર બ્રિગેડ સતત દોડતુ રહ્યું હતું.
ફટાકડા ફોડતા 33 લોકો દાઝી ગયા
દિવાળીનાં તહેવારમાં ફટાકડાથી દાઝી ગયેલામાં રાજકોટ રહેતા પ્રથમ મનીષભાઈ વાઘેલા (ઉ.વ.20). સંદિપ ચૌહાણ (ઉં.વ.21), વિકસ મિનુલભાઈ પેડ (ઉં.વ.8), કમલેશ 2મેશભાઈ (ઉં.વ.33), બાબુભાઈ (ઉં.વ.51) જયદીપભાઈ (ઉં.વ.28), આસ્થા સંજયભાઈ (ઉં.વ.12), કેશવ (ઉં.વ.11) ગૌરવ હરેશભાઈ (ઉ.વ.18), સાજીદ (ઉ.2.19); રમઝાન સુમરભાઈ (ઉ.વ.33), હિમાંશુ નસ2ીમબેન શેખ (ઉં.વ.30), યુહાની આયુબભાઈ (ઉં.વ.12), હિરેન (ઉં.વ.35), સાંગ્નીક (ઉં.વ.8), જયદિપ (ઉ.વ.22), જયદિપ (ઉં.વ.26), તાહા મુસ્તુફાભાઈ (ઉં.વ.28), ધ્રુવ કિશોરભાઈ (ઉ.વ. 12) શામલભાઈ (ઉ.વ.51), સાહિલ (ઉં.વ.22), નીરવ ભરતભાઈ (ઉં.વ.21), મીલ (ઉ.વ.19) અને આશીષ (ઉં.વ.26) સહિત 33 લોકોનો સમાવેશ થાય છે.