બે શખ્સોએ ગેમ પર લગાડેલા પૈસા આપવાની ના પાડી છરી ઝીકી દીધી
મોરબી રોડ જકાતનાકા પાસે ફૂલનો થડો રાખવા મામલે પરિણીતા પર હુમલો
શહેરમાં સામાન્ય બાબતે છરી વડે હુમલા થવાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે નવલનગરમાં ગઈ કાલે રાત્રીના લૂડો ગેમમા શરત લગાવ્યા બાદ પૈસા ન આપી બે યુવાન પર છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જ્યારે અન્ય બનાવમાં મોરબી રોડ જકાતનાકા પાસે ફૂલનો થડો રાખવા મામલે મહિલા સહિત ચાર શખ્સોએ માર માર્યાનો પોલીસ ચોપડે નોંધાયું છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લક્ષ્મીનગર મેઇન રોડ પર ચામુંડા માતાના મંદિર પાસે રહેતા અને પરીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રોહિત પરેશભાઈ કતીરા નામના 25 વર્ષના યુવાન અને તેના મિત્ર ગોકુલધામમાં રહેતા અને વિકસા ચલાવતા યસ રસિકભાઈ બકરાણીયા નામના 23 વર્ષના યુવાન પર ગૌતમ કાઠી અને રાહુલ સબાળ નામના શખ્સોએ છરી વડે હુમલો કરતા બંનેને સાત વાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અંગે જાણ થતા માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યા મુજબ ગૌતમ કાઠી, રાહુલ સબાડ, યશ અને રોહિત રૂ.200ની શરત સાથે લુડો રમતા હતા. જેમાં ગૌતમ ગેમ હારી જતા પૈસા દેવાની ના પાડી હુમલો કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે. પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
જ્યારે અન્ય બનાવમાં બેડીપરા મેલડી માતાજીના મંદિર પાસે રહેતા અને ફૂલનો છૂટક વેપાર કરતા હેતલબેન વિજયભાઈ ગાગડિયા નામના 24 વર્ષીય પરિણીત પર મોરબી રોડ જકાતનાકા પાસે ફૂલનો થડો રાખવા બાબતે સોનલબેન અને તેની સાથેના અન્ય ત્રણ શખ્સોએ માર મારતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.