ગુજરાતમાં એક દિવસમાં વધુ ૨૪૮ પોઝિટિવ કેસ અને ૧૧નાં મોત: કુલ ૩૫૪૯ સંક્રમિત: અમદાવાદમાં એક દિવસમાં વધુ ૧૯૭ કોરોનાગ્રસ્ત: ૫નાં મોત

રાજકોટમાં કોરોના કોવિડ ૧૯ વાયરસના સંક્રમણમાં વધુ બે જંગલેશ્વરના ૫૫ વર્ષના મહિલા અને ૧૬ વર્ષના તરૂણ જે બે દિવસ પહેલા આવેલા પોઝિટિવ યુવાનના સંક્રમણમાં આવતા તેના સેમ્પલ કર્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી કુલ ૪૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં ગઈ કાલે ૧૦ જિલ્લાઓમાં વધુ ૨૪૮ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૫ પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધી ૩૫૪૮ પોઝિટિવ કેસ અને ૧૬૨ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં રાજ્યના એપિસેન્ટર અમદાવાદમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈ કાલે વધુ ૧૯૭ પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો ૨૩૭૮ સુધી પહોંચ્યો છે. અને ગઈ કાલે વધુ ૫ દર્દીઓના મોત નિપજતા અમદાવાદમાં મૃત્યુઆંક ૧૦૯ પર પહોચ્યો છે.

રાજકોટમાં હોટસ્પોટ વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જાય છે. ગઈ કાલે જંગલેશ્વરના પોઝિટિવ યુવાન બાદ ગઈ કાલે કોરેન્ટાઇન કરાયેલા તેમના માતા અને પુત્રને રિપોર્ટ પણ પોઝિટિવ આવતા કુલ દર્દીઓની સંખ્યા ૪૮ થઈ છે. જેમાંના ૩૬થી વધુ માત્ર જંગલેશ્વરના જ હોવાનું જાણવા મળ્યું છે. થોડા દિવસ પહેલા જ જંગલેશ્વર શેરી નો.૨૪ માં રહેતા યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારને કોરેન્ટાઇન કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારના સેમ્પલ મેળવી તેઓના રિપોર્ટ કરાવ્યા બાદ યુવાનની માતા અને પુત્ર પણ કોરોનાના સંક્રમણમાં આવી જતા વધુ બે કોરોના પોઝિટિવ કેસ સાથે શહેરમાં કુલ ૪૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી કરાયેલા ૯૨ સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યા હતા. જેમાંથી વધુ ૨ પોઝિટિવ કેસ આવ્યા છે. રાજકોટમાં વિરામ બાદ ફરી કોરોનાં સંક્રમણમા આવેલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવાનો સિલસિલો શરૂ થયો છે. એક સાથે ૪ પોઝિટિવ બાદ ત્રણ દિવસમાં વધુ ૩ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બે દિવસ પહેલા જંગલેશ્વરના શેરી નમ્બર ૨૪માં રહેતા યુવાનને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યુવાનના પરિવારને કોરેન્ટાઇન કરી તેમના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ગઈ કાલે સાંજે યુવાનના માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે પેન્ડિંગ સેમ્પલના રિપોર્ટ કરાવતા યુવાનના ૧૬વર્ષનાં પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૫૦ને નજીક પહોંચવા આવી છે.

રાજ્યમાં પણ કોરોના સંક્રમણમાં આવતા વ્યક્તિઓની સંખ્યામાં વધારો થતો રહે છે. ગઈ કાલે રાજ્યમાં વધુ ૨૪૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને ૧૧ પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યાં હતા. ગઈ કાલે વધુ ૧૦ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૩૫૪૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના મહાનગરોમાં કોરોનાના સંક્રમિતથી વધુ ૨૪૮ પોઝિટિવ કેસ નોંધાયા છે અને કુલ આંક ૩૫૪૯ પર પહોંચ્યો છે. જ્યારે ગઈ કાલે રાજ્યમાં વધુ ૧૧ દર્દીઓના કોરોના વાયરસમાં ભોગ બન્યાનું નોંધાયું છે.અત્યાર સુધી રાજ્યમાં કુલ ૧૬૨ મોત નોંધાયા છે.

રાજ્યના એપિસેન્ટર તરીકે બનેલા અમદાવાદમાં દિવસેને દિવસે કોરોનાં પોઝિટિવ કેસની સંખ્યા વધતી જાય છે. ગઈ કાલે શહેરમાં વધુ ૧૯૭ પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ ૫ દર્દીઓના મોત નિપજ્યા છે. ગઈ કાલે નોંધાયેલા ૧૯૭ પોઝિટિવ દર્દીઓ સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૩૭૮ પર પહોંચી છે. જેમાં અત્યાર સુધી અમદાવાદમાં ૯૨ પોલીસકર્મીઓ પણ સપડાયા હતા. જેમાંથી ૧૩ પોલીસકર્મીઓએ કોરોનાને મ્હાત આપ્યાનું જાણવા મળ્યું છે. ગઈ કાલે અમદાવાદમાં વધુ ૫ કોરોનાગ્રસ્ત લોકોએ સારવારમાં દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૦૯ પર પહોંચ્યો છે.

વડોદરામાં ફરજ રૂકાવટના ૧૦ પૈકી ૫ કોરોનાગ્રસ્ત

વડોદરામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસની સામે પોલીસ દ્વારા રેડઝોન વિસ્તારમાં લોકડાઉનની ફરજ પડાવવા માટે નાગરવાડા વિસ્તારમાં ફરજ પર હતા ત્યારે કુખ્યાત બુટલેગર અનવર સિંધીનાં બે સગા ભાઈ ને લોકડાઉનની ફરજ પડાવવા બાબતે ૧૦ જેટલા શખ્સોએ પોલીસ પર હુમલો કર્યાના ગુનામાં ધરપકડ કરી તેમના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંના પાંચ આરોપીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સાગરીતો અને પોલીસ બેડામાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.

અમદાવાદમાં વધુ એક મહિલા કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં

અમદાવાદમાં બે દિવસ પહેલા મહાપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા બદરૂદીન શેખ કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યાર બાદ આજ રોજ બહેરામપુર વિસ્તારના વધુ એક મહિલા કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવી ગયાનું જાણવા મળ્યું છે. મહિલા કોર્પોરેટરનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ તેમને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કહેરમાં અનેક વાયરસ વિરુદ્ધ લડતાં યોદ્ધાઓ પણ સપડાયા છે. ત્યારે વધુ એક કોર્પોરેટરને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.