ઝાલાવાડમા પણ સ્વાઈન ફલુનો કહેર: ૧૬ પોઝીટીવ, ૨ ના મોત
સૌરાષ્ટ્રભરમાં સ્વાઈન ફલુનો કહેર વધી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં વધુ ૯ કેસ પોઝીટીવ નોંધાયા છે. જે સાથે નવા વર્ષનો આંકડો ૨૦૦ને પાર પહોચી ગયો છે. અને ૩૭ દર્દીઓનાં મોત નિપજયા છે. જયારે ઝાલાવાડમાં ૧૬ પોઝીટીવ કેસ નોંધાયા છે અને ૨ દર્દીઓનાં મોત નિપજયા છે.
સીઝનલફલુની દહેશત વધી જતી હોય તેમ ૨૪ કલાકમાં વધુ ૯ સ્વાઈન ફલુ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં પોરબંદરનાં ૬૮ વર્ષિય વૃધ્ધ જૂનાગઢના કોડીનારના ૫૫ વર્ષિય પ્રૌઢ, કચ્છ-ભૂજની ૨૯ વર્ષની યુવતી, રાજકોટના ૬૩ વર્ષિય વૃધ્ધ, પોરબંદરનાં ૫૫ વર્ષિય પ્રૌઢ, અમરેલીનાં ૪૨ વર્ષિય આધેડ, રાજકોટની ૩૯ વર્ષિય મહિલા, પોરબંદરનાં ૫૪ વર્ષિય પ્રૌઢ અને રાજકોટના ૬૨ વર્ષિય વૃધ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવતા રાજકોટની જુદી જુદી હોસ્પિટલમાં સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઝાલાવાડ પંથકમાં પણ સ્વાઈન ફલુએ માજા મૂકી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. અને બે દર્દીઓનાં મોત નિપજયા છે. ગત વર્ષે સ્વાઈન ફલુમાં ૧૦ દર્દીઓનાં પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને કોઈ પણ દર્દીનું મોત નિપજયું નહતુ પરંતુ નવા વર્ષની શ‚આતમાં જ સ્વાઈન ફલુએ ઝાલાવાડમાં પણ કહેર મચાવી રહ્યો છે.
રાજકોટ જીલ્લામાં નવા વર્ષમાં ૨૦૩ કેસા સ્વાઈન ફલુ પોઝીટીવ નોંધાયા છે. અને ૩૭ દર્દીઓનાં મોત નિપજયા છે. રાજકોટ ‚રલમાં ૫૯ કેસ અને ૮ દર્દીઓનાં મોત, રાજકોટ શહેરમાં ૬૪ કેસ અને ૧૦ દર્દીનાં મોત જયારે અન્ય જીલ્લાઓમાં ૮૦ કેસ પોઝીટીવ અને ૧૯ દર્દીઓનાં મોત નિપજયા છે.જયારે સ્વાઈનફલુમાં મોડી રાત્રે એડમીટ થયેલા જેતપૂરનાં બોરડી સમઢીયાળીના ૪૫ વર્ષિય આધેડ અને જૂનાગઢના માળીયાહાટીનાના ૫૫ વર્ષિય પ્રૌઢનો રિપોર્ટ આવે તે પહેલા જ દમ તોડયો હતો