વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં સમાજની અવગણના કરવામાં આવતા પૂતળા બાળ્યા
વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીને ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય માહોલ પણ ગરમાયો છે અને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં સમાજની અવગણના કરવામાં આવતા રાજકોટમાં કોળી સમાજ દ્વારા ચુનારાવાડ ચોક ખાતે કોંગ્રેસના આગેવાન એવા શકિતસિંહ ગોહિલ અને ઈન્દ્રનીલ રાજયગૂરૂના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતુ.કોંગ્રેસના ઉમેદવાર સામેનો રોષ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ પણ પૂતળા સળગાવીને વ્યકત કર્યો હતો. ગઈકાલે રાજકોટની ચારેય બેઠકો પર ઉમેદવારી નોંધાવતા ભાજપ-કોંગ્રેસના તમામ ઉમેદવારોના નામો જાહેર થતા જ બંને પક્ષના કાર્યકરોમાં રોષ વિખવાદ ફેલાયો હતો. રાજકોટની ૬૮ (પૂર્વ) બેઠક પર ભાજપના ઉમેદવાર સામે બળવો કરીને ઉમેદવારી નોંધાઈ છે. તો તેજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે રોષ વ્યકત કર્યો હતો.રાજકોટના વોર્ડ નં. ૧૫ના કોંગ્રેસ કોર્પોરેટર ભાનુબેન સોરાણીના પતિ અને પૂર્વ કોર્પોરેટર કોળી સમાજના પ્રવિણ સોરાણીએ કાર્યકરો સાથે ચૂનારાવાડ ચોકમાં ઈન્દ્રનીલ અને શકિતસિંહના પુતળાનું દહન કરી રોષ વ્યકત કર્યો હતો.તેમને જણાવ્યું હતુ કે રાજકોટ-૬૮માં કોળી સમાજની પાટીદારનીક સાપેક્ષે વધુ વસ્તી છતા ક્ષતિ જે ઓબીસી છે તેને ટીકીટ અપાઈ નથી અને આ રોષ હજુ વધુને વધુ આગળ વધશે અને આજે આ બાબતને લઈને જ પૂતળા દહન કરવામાં આવ્યું છે.