રાજકોટ આઇટીઆઇની કામગીરી એવી છે કે અહીં છેલ્લા પાંચ વર્ષમાં યોજવામાં આવેલા કેમ્પસ પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુમાં કૂલ મળી ૬૭૪૧ તાલીમાર્થીઓને અભ્યાસ પૂર્ણ કરતાની સાથે જ નોકરી મળી ગઇ છે.

આઈ.ટી.આઈના પ્લેસમેન્ટ એડવાઈઝર અશ્વિનભાઈ ત્રિવેદીએકહ્યું કે, છેલ્લા અનેક વર્ષોથી આઈ.ટી.આઈ રાજકોટ તેમના તાલીમબદ્ધ વિદ્યાર્થીઓને રોજગારી આપવામાં અગ્રેસર રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ આઈ.ટી.આઈ માં ૨૦૩ જેટલી કંપનીઓએ કેમ્પસ ઈન્ટરવ્યુ દ્વારા કુલ ૬,૭૪૧જેટલા તાલીમાર્થીઓને પ્લેસમેન્ટ આપવામાં આવ્યા છે. આટલી તકો રાજ્યની બીજી કોઇ આઇટીઆઇ દ્વારા આપવામાં આવી નથી.

વર્ષ ૨૦૧૪૧૫ માં ૬૬ કંપનીઓએ ૧૪૫૩ ઉમેદવારો,વર્ષ ૨૦૧૫૧૬ માં ૦૯ કંપનીઓએ ૫૬૮ ઉમેદવારો,વર્ષ ૨૦૧૬૧૭ માં ૨૫ કંપનીઓએ ૮૨૫ ઉમેદવારો,વર્ષ ૨૦૧૭૧૮ માં ૫૩ કંપનીઓએ ૧૮૦૦ ઉમેદવારો તથા વર્ષ ૨૦૧૮૧૯ માં ૫૦ કંપનીઓએ ૨૦૯૫ જેટલા ઉમેદવારોને તેનો કોર્સ પૂરો થયો કે તુરંત નોકરી મળી ગઇ છે.

આઈ.ટી.આઈના આચાર્ય રાજેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે,આઇ.ટી.આઇ દ્વારા કુલ ૧૭૪ જેટલા ટ્રેડ (કોર્સ) માં તાલીમ આપવામાંઆવે છે. જે પૈકી રાજકોટ આઇ.ટી.આઈ દ્વારા કુલ ૨૭ જેટલા વિવિધ ટ્રેડમાં તાલીમ આપવામાં આવે છે. જેમાં એન્જીન્યરિંગને લગતા કુલ ૨૩ ટ્રેડ તથા નોનએન્જીન્યરીંગને લગતા કુલ ૪ ટ્રેડમાં તાલીમ આપવામાં આવે છે.ઉપરોક્ત ૨૨ ટ્રેડમાં ડ્રાફ્ટમેન(મિકેનિકલ), ઈલેક્ટ્રીશીયન,ઈલેક્ટ્રોનિક્સમીકેનિક,ટર્નર,ફીટર,વેલ્ડર,વાયરમેન,પ્લમ્બર, સહિતના અનેક કોર્સનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૮ના સમયગાળા દરમ્યાન કેમિકલના ક્ષેત્રમાં મહત્તમ રોજગારી મળી રહી છે. જેમાં અંકલેશ્વર, ભુજ, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, બંગાળ જેવા રાજ્યોની કંપનીઓ વધુ રહી છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વધુ પ્રમાણમાં કેમ્પસ ઈન્ટરવ્યુ યોજવાનું મુખ્ય કારણ એ પણ છે કે સૌરાષ્ટ્રના યુવાનો મહેનતું, ધીરજવાન, કર્મશીલ અને ઈનોવેટીવ હોય છે.

આચાર્ય નિપુણ રાવલે એમઓયુંની વિગત આપતા જણાવ્યું હતું કે, સેમસંગ ઈલેકટ્રોનિક્સ (ઈન્ડીયા) લીમીટેડ દ્વારા આઈ.ટી.આઈ રાજકોટના કેમ્પસ સેમસંગ સ્કુલની શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં સેમસંગ સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને એક માસનો કોર્સ કરીને અંદાજિત રૂ. ૧૨૧૫ હજારની સહાય તથા નોકરીની ખાતરી આપવામાં આવી રહી છે. તે માટે હાલમાં રૂ. ૬૦ લાખના ખર્ચથી એક લેબોરેટરીનું નિર્માણ સંસ્થાના કેમ્પસમાં આકાર લઈ રહ્યું છે.

રાવલે હોન્ડા મોટર સાઈકલ સાથે થયેલા એમઓયુંની વિશે વિગત આપતા જણાવ્યું હતું કે, સમયાંતરે ટુ વ્હિલર વર્કશોપ ડેવેલપમેન્ટ યોજવામાં આવશે. જેના થકી લાભાર્થીઓને પ્લેસમેન્ટનીસહાયતા આપવામાં આવશેઆ સાથે જ આઈ.ટી.આઈ રાજકોટના એપ્રેન્ટીસએશીપ એડવાઈઝર મુંજાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી એપ્રેન્ટીસએશીપ યોજના આજના નવયુવાનો માટે આશીર્વચન સમાન સાબિત થઈ રહી છે. આ યોજના થકી ચાલુ વર્ષે કુલ ૪,૫૦૦ થી વધુ યુવાનયુવતિઓને લાભ મળ્યો છે. આ યોજના થકી Earn while you Learnનો ઉદેશ્ય પણ પૂર્ણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.