જેએમજે ગૃપ અને જે.એસ. ગૃપનાં સંયુક્ત પ્રોજેકટ “સેફાયર સ્કાયલાઇનનું તા.27 રવિવારે શહેરનાં પ્રતિષ્ઠિત લોકો અને સંતોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં “સેફાયર સ્કાય લાઇનની અજાયબ જેવી 50 થી વધુ એમેનિટિઝને ખુબ જ રસપ્રદ શૈલીમાં અને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી હતી. 50 થી વધુ હેમિલીટીઝમાં ઘણી ખરી એવી સુવિધાઓ આપવામાં આવી છે કે જેનું હજુ સુધી રાજકોટમાં આગમન થયું નથી. 14 માળનાં કુલ 6 રેસીડેન્સી ટાવરમાં દરેક માળે માત્ર બે ફલેટ અને ફૂલ મળીને 170 ફલેટ પૈકીનાં મોટ્ટાભાગનાં ફલેટનું બુકિંગ ખાતમુહૂર્તનાં દિવસે જ થઇ ગયું હતું.
સેફાયર સ્કાયલાઇનું બમ્પર ઑપનિંગ: સંતો, રાજકિય, સામાજીક, ઔદ્યોગિક-વેપારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત
જેણે રાજકોટની બિલ્ડર ઇન્ડસ્ટ્રીઝમાં એક અનોખો રેકોર્ડ સર્જયો હતો. જે.એમ.જે ગૃપનાં ચેરમેન એન્ડ મેનેજીંગ ડિરેકટર મયુરધ્વજસિંહજી જાડેજાએ “સેફાયર સ્કાયલાઇન”ની વિશેષતા વર્ણવતા જણાવ્યું હતું કે, કાલાવડ રોડ ટચ, પુષ્કરધામ મેઇન રોડ ખાતે આકાર લઇ રહેલો સેફાયર સ્કાયલાઇન પ્રોજેકટ એ “સ્કાયવિલાનું ફિલીંગ અપાવશે. એક ટાવરમાં માત્ર 28 ફલેટ્સ તમામ ફલેટ હોલ્ડરને પુરતી પ્રાઇવસી તો આવશે જ સાથોસાથ વાસ્તુશાસ્ત્રને ધ્યાને રાખીને બનાવેલા ફલેટનાં દરેક ભાગમાં પુરતો હવા-ઉજાશની પણ અનુભૂતિ થશે. પ્રોજેકટની 50 થી વધુ એનિમીટીઝ ફલેટધારકને રિસોર્ટ જેવો અનુભવ કરાવશે. આ ઉપરાંત દરેક ફલેટ માટે અલાયદા પાર્કિંગ જેવી વ્યવસ્થા વધુમાં વધુ પાંચ કાર દરેક ફલેટ હોલ્ડર પાર્ક કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
14-14 માળનાં 6 રેસિડેન્શિયલ ટાવરમાં ઑન-ધ-સ્પોટ બુકિંગનો પણ સર્જાયો યશસ્વી કીર્તિમાન
મયુરધ્વજસિંહજી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ભૂમિપૂજનનાં દિવસે જ પ્રોજેકટને એટલો વ્યાપક આવકાર મળ્યો છે કે 170 સ્કાયવિલા પૈકી મોટાભાગનાનું બુકિંગ થઇ ગયું છે. તત્કાલ રિસ્પોન્સનું બીજું કારણ જેએમજે ગૃપનાં અગાઉનાં પ્રોજેકટ્સને મળેલી ભવ્ય સફળતાને ગણાવતા મયુરધ્વજસિંહજીએ પોતાનાં જાહેર વક્તવ્યમાં કહ્યું હતું કે, અહીં આપ જે પ્લાન નિહાળી રહ્યા છે તેનાથી પણ કંઇ વધુ અને વિશેષ આપવાનો મારો પ્રયાસ રહેશે. આ અવસરે રાજકિય અગ્રણીઓ ડો.ભરત બોઘરા, રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર કંચનબેન, ભૂપત બોદર, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતનાં મહાનુભાવોએ ઉપસ્થિત રહી જેએમજે ગૃપનાં અકલ્પનિય પ્રોજેકટ માટે શુભેચ્છા પાઠવીને આ પ્રોજેકટ રાજકોટ શહેર માટે એક લેન્ડમાર્ક બની રહેશે તેવું જણાવ્યું હતું.
સેફાયર મોલમાં પણ અદ્યતન સુવિધાથી સજ્જ
14 માળનાં “સેફાયર મોલમાં રાજકોટ-સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વાર અદ્યતન સુવિધા અને એમેનિટિઝ સાથે શો રૂમનું એડવાન્સ બુકિંગ થઇ ગયું છે. આ મોલમાં 100 રૂમ ધરાવતી 4 સ્ટાર કેટેગરીની હોટલ અને 8 સ્ક્રીન ધરાવતું મલ્ટિપ્લેકસ થિયેટર શહેરીજનોનાં અને બહારગામથી આવતા લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે. એટલુંજ નહીં 3 બેન્કવેટ હોલમાં એકસાથે પાંચ ફંકશન થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટમાં એક જ સ્થળે ઉપલબ્ધ આ સુવિધા સૌપ્રથમ બની રહેશે. આ ઉપરાંત મોલમાં ગ્રાઉન્ડ ફલોર પર 3500 સ્કે. ફૂટનાં 9 વિશાળ શો-રૂમમાં નેશનલ-ઇન્ટરનેશનલ બ્રાન્ડની ચીજવસ્તુઓ મળશે. આ મોલમાં વિશાળ બે રેસ્ટોરન્ટ, ઇન્ફીલિટી પૂલ, એક ગેમઝોન, આકર્ષક એલિવેશન ડબલ બેઝમેન્ટ વિશાળ પાર્કિંગ અને હાઇટેક સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ છે.
જે.એમ.જે ગ્રૃપનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન
2010 થી લઇને અત્યાર સુધીમાં જેએમજે ગૃપે 21 જેટલા પ્રોજેકટ્સ સફળતાપૂર્વક પુરા કર્યા છે. જેમાં રાજકોટ, મુંબઇ અને અમદાવાદમાં રેસીડેન્સીયલ, કોમર્શિયલ પ્રોજેકટ્સ ઉપરાંત લોજીસ્ટીક પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સોલાર પાર્કનાં પ્રોજેકટ્સ સામેલ છે. આ ઉપરાંત જેએમજે ગૃપ ઇમ્પોર્ટ-એકસપોર્ટનાં વ્યવસાય સાથે પણ સંકળાયેલું છે. જેમાં પેટ્રોલીયમ પ્રોડકટ્સ અને પેપર વેસ્ટ ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. પેપર વેસ્ટમાં તો સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે ઇમ્પોર્ટ કરતી પેઢી છે.
સેફાયર સ્કાયલાઇનની આછેરી ઝલક
- 14-14 માળનાં 6 ટાવર
- દરેક માળ પર માત્ર 2 ફલેટ
- કુલ 170 ફલેટ (4 બીએચકે)
- દરેક ફલેટ એલોટેડ પાર્કિંગ
- ગેસ્ટ સ્યૂટ્સ
- ઇન હાઉસ લોન્ડ્રી ફેસેલીટી
- પ્લેહાઉસ એરિયા
- સિનિયર સિટિઝન પાર્ક
- દરેક ટાવરમાં ઉપરનાં માળે પેન્ટહાઉસ
- હાઇસ્પિડ, અત્યાધુનિક, ઓટોમેટીક લિફટ
- 1463 – 1900 અને 2210 કાર્પેટનાં ફલેટ,3800 અને 4500 કાર્પેટનાં પેન્ટહાઉસ
- કોમન એમિનિટીઝમાં 100 ટકા સોલાર પાવર ડિસ્ટ્રીબ્યુશન
- પરિસરમાં 24 કલાક ચાલતું રેસ્ટોરન્ટ (રૂમ સર્વિસ સાથે)
- આશરે એકાદ એકરમાં હરીયાળો ગાર્ડન
- રેગ્યુલર ટેમ્પરેચર વોટર સાથેનો એક સ્વિમિંગ પૂલ અને હુંફાળા પાણીનો (હિટેડ) કવર સ્વિમિંગ પૂલ