શુક્રવાર સવારથી જ રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો ગરનાળઆમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે.
રાજકોટમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં આવેલા માલવિયા કોલેજ પાસેના વિસ્તારમાં રસ્તા પર બે ફૂટ જેટલુ પાણી ભરાયું છે. તો શહેરના અન્ય વિસ્તાર જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે. તો અહીં આવેલી આજી નદી બે કાંઠે વહી રહી છે. આ સીઝનમાં મેઘરાજાની બીજીવાર રાજકોટને ધણરોળી રહ્યાં છે. આ પહેલા એજ રાતમાં અહીં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.